For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DWC અધ્યક્ષ મામલે ફરી જંગ-કેજરી આમને સામને

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

DWC અધ્યક્ષ મામલે ફરી જંગ-કેજરી આમને સામને

DWC અધ્યક્ષ મામલે ફરી જંગ-કેજરી આમને સામને

લાગે છે કે દિલ્હીમાં જ્યારે પણ કોઇ નિયુક્તિ થાય છે વિવાદ થઇને જ રહે છે. હાલમાં જ દિલ્હીની આપ સરકારે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ પદ માટે સ્વાતિ માલાવાલની નિયુક્તિ કરી હતી. જો કે આ નિયુક્તિને ઉપરાજ્યપાલ નજીબ જંગે રદ્દ કરી દીધી છે.

ચોમાસું સત્રના બીજા દિવસે ક્રોંગ્રેસ લહેરાવ્યા પોસ્ટર

ચોમાસું સત્રના બીજા દિવસે ક્રોંગ્રેસ લહેરાવ્યા પોસ્ટર

સંસદમાં ચોમાસું સત્રના બીજા દિવસે પણ લલિત મોદી પ્રકરણે ક્રોંગ્રેસે હોહાપો ચાલુ રાખ્યો. લોકસભામાં ક્રોંગ્રેસી સાંસદોએ પોસ્ટર પણ લહેરાવ્યા. જેમાં લખ્યું હતું કે "મોટો મોદી મહેરબાન તો નાનો મોદી પહેલવાન". જો કે બપોર પહેલા પહેલા સંસદને એક વાર સ્થિગિત પણ કરવામાં આવ્યું.

સુષ્મા સ્વરાજે ફોડ્યો ટ્વિટર બોમ્બ

સુષ્મા સ્વરાજે ફોડ્યો ટ્વિટર બોમ્બ

ચોમાસુ સત્રમાં ક્રોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા હંગામા બાદ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ટ્વિટર બોમ્બ ફોડીને દાવો કર્યો છે કે કૌલસા કૌભાંડના આરોપી સંતોષ બાગરોડિયાના ડિપ્લોમેટિક પાસપોર્ટ બનાવવા માટે ક્રોંગ્રેસી નેતાઓએ તેમના પર દબાણ કર્યું હતું.

જમ્મુના રાજૌરીમાં ISના ઝંડા બાળવા પર તનાવ

જમ્મુના રાજૌરીમાં ISના ઝંડા બાળવા પર તનાવ

જમ્મુ કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં આઇએસનો ઝંડો બાળવા પર સાંપ્રદાયિક તનાવ ફેલાઇ ગયો છે. જે બાદ અહીં બેમુદ્દતી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. વધુમાં આ હિંસક અથડામણમાં 12 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર છે. નોંધનીય છે કે બજરંગ દળ અને વિહપના નેતાઓએ આઇએસના ઝંડા અને પાકિસ્તાનના પૂતળા અહીં બાળ્યા હતા. જો કે મુસ્લિમ દળોનો દાવો છે કે આ ઝંડા પર અરબી ભાષામાં તેમના ધર્મની કેટલીક વાતો લખવામાં આવી હતી. જે બાદ અહીં સાંપ્રદાયિક અથડામણ શરૂ થઇ.

જમશેદપુરમાં આજે પણ કર્ફ્યૂ

જમશેદપુરમાં આજે પણ કર્ફ્યૂ

છેડતી મામલે થયેલા હિંસક અથડામણ બાદ જમેશદપુરમાં ઘારા 144 લાગુ કરીને કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે મંગળવારે પ્રદર્શનકારીઓએ અહીં અનેક વાહનોને આંગ ચાંપી હતી અને દુકાનોને લૂટી હતી. સોમવારે અહીં કેટલાક યુવાનો દ્વારા છોકરીને છેડતી કરાયા બાદ બે યુથ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી.

AAP નેતા લગાવ્યો દિલ્હી પોલિસ પર મારી નાંખવાનો આરોપ

AAP નેતા લગાવ્યો દિલ્હી પોલિસ પર મારી નાંખવાનો આરોપ

આમ આદમી પાર્ટીના પ્રવક્તા દિલીપ પાંડેએ દિલ્હી પોલિસ પર તેમને મારી નાંખવાનો આરોપ લગાવ્યો છે. દિલિપનું કહેવું છે કે મંગળવાર રાતે દિલ્હી પોલિસની એક બસ દ્વારા તેને કચડીને મારી નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન કોઇને તેમને ધક્કો મારીને બચાવી લીધા. જે પર દિલિપી આજે પોલિસમાં ફરિયાદ પણ નોંધાવી છે. જો કે પોલિસે આ વાતનો અસ્વીકાર કર્યો છે.

જાટોએ દિલ્હીમાં દૂધ અને શાકનો પૂરવઠો બંધ કરવાની ધમકી આપી

જાટોએ દિલ્હીમાં દૂધ અને શાકનો પૂરવઠો બંધ કરવાની ધમકી આપી

સુપ્રિમ કોર્ટે દ્વારા જાટ આરક્ષણની અરજી ફગાવતા જાટોએ દિલ્હીમાં દૂધ અને શાકના પુરવઠાને રોકવાની ધમકી ઊચ્ચારી છે.

મુંબઇમાં વરસાદે કર્યા લોકોના હાલ બેહાલ

મુંબઇમાં વરસાદે કર્યા લોકોના હાલ બેહાલ

મંગળવારે, મુંબઇમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે થાણેના ભીંવડી પાસેના નઝામપુરા પોલિસ સ્ટેશનનો આ એરિયલ વ્યૂ સ્થિતિની ગંભીરતાને દર્શાવે છે.

પરણિતી ચોપડાએ કહ્યું

પરણિતી ચોપડાએ કહ્યું "બેટી બચાવો બેટી પઢાવો"

મંગળવારે ગુડગાંવમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ અને બોલીવૂડ અભિનેત્રી પરણિતી ચોપડાએ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ લોકોને દિકરીઓને ભણાવા માટે આહ્વાહન કર્યું.

આમ આદમી પાર્ટીએ કર્યું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

આમ આદમી પાર્ટીએ કર્યું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

આમ આદમી પાર્ટીના સમર્થકોએ દિલ્હીમાં મિનાક્ષી નામની એક ટીનએજ છોકરીના મર્ડર બાદ દિલ્હી પોલિસની અસર્થતાના વિરોધમાં આનંદ પર્વત પોલિસ સ્ટેશનની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

English summary
22 July: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X