બિલાડીનો રૂઆબ, નેતાજીની ગાડી રોકાવી
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
|
આ કુદરતી હોનારતમાં ભારત નેપાળની મદદે આવ્યું
નેપાળમાં આવેલા ભૂકંપ બાદ નેપાળ સરકારે રાહત સામગ્રી અને મેડિકલ સ્પલાય માટે તમામ દેશોની મદદ માંગી છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વિમાનો નેપાળમાં મોકલ્યા. જેમાંથી એક વિમાન હાલ ત્યાં થોડી જ વારમાં લેન્ડ થશે જેમાં રાહત સામગ્રી છે. અને બે વિમાન રાત સુધીમાં કાટમાઠુ પહોંચશે.
સમગ્ર ઉત્તરભારતમાં ભૂંકપના ઝાટકા
આજે સવારે લગભગ 11:40 મિનિટની આસપાસ સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા. જો કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળની રાજધાની કાઠમાડૂં છે. તેમ છતાં દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત અને ઉડ્ડીસામાં લોકો ભૂકંપનો ઝાટકો અનુભવાતા રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ભૂકંપની તીવત્તા અંદાજે 7.4 હોવાની મનાઇ રહી છે.
મસર્રતની ધરપકડ મામલે આજે કાશ્મીર બંધની એલાન
પાક સમર્થક અલગાવવાદી નેતા મસરત આલમની ધરપકડ પર અલગાવવાદીઓએ આજે કાશ્મીર બંધનું એલાન કર્યું છે. આ બંધના કારણે સાર્વજનિક જીવન પર અસર પડી છે. મોટાભાગની દુકાનો અને બજારો આજે બંધ રહી અને સુરક્ષા વ્યવસ્થાનો કડક બંદોવસ્ત કરવામાં આવ્યો છે.
શ્રીનગરમાં મસરતની ધરપકડ પર વિરોધપ્રદર્શન
શુક્રવારે શ્રીનગરના નાર્બલમાં અલગાવવાદી નેતા મસરત આલમની ધરપકડ અને પોલિસ ફાયરિંગમાં એક યુવકની હત્યા મામલે વિશાળ રેલી નીકાળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શ્રીનગરમાં પોલિસ અને પ્રદર્શકારીઓ વચ્ચે ઝડપ
શુક્રવારે અલગાવવાદી નેતા મસરત આલમના વિરોધ પ્રદર્શનમાં નીકળેલા ટોળાએ પોલિસ પર પથ્થરમારો કરતા સુરક્ષાકર્મીઓ અને વિરોધી ટોળા વચ્ચે ઝપાઝપી થઇ હતી.
કટ્ટર વિરોધી નીતિશ કુમારે મોદીના વખાણ કર્યા
બિહારના કોશી વિસ્તારમાં આવેલ ચક્રવાત પર કેન્દ્ર સરકારે બિહારની રાજ્ય સરકારને બનતી મદદ કરવાનું આશ્વાસન આપતા બિહારના મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહનો આભાર માન્યો છે.
રાજનાથ સિંહે ચક્રવાત પ્રભાવી વિસ્તારની મુલાકાત લીધી
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી નીતીશ કુમારે શુક્રવારે કોશી વિસ્તારમાં આવેલા ચક્રવાતની હવાઇ સમીક્ષા કરી. ત્યારબાદ રાજનાથે બિહારની રાજ્ય સરકારને આ તોફાનમાં થયેલા નુક્સાન માટે કેન્દ્ર તરફથી બનતી સુવિધા આપવાનું આશ્વાસન આપ્યું હતું.
મુંબઇના મોડેલ રેપ મામલો કોર્ટેએ પહોંચ્યો
શુક્રવારે એક મોડેલ પર ત્રણ પોલિસકર્મીઓએ પોલિસ સ્ટેશનમાં કરેલ કથિત ગેંગરેપ મામલે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની ધરપકડ કરી તેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.
ગ્વાલિયરમાં ફ્રાન્સથી આવેલા નવા મિરાઝ ઉતર્યા
શુક્રવારે બે અપગ્રેડેડ મિરાઝ 2000 ગ્વાલિયર ઉતર્યા. આ મિરાઝ પ્લેન ફ્રાન્સથી ઉડ્ડયન કરીને ગ્વાલિયર પહોંચ્યા નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલમાં થયેલી ફ્રાન્સ વિદેશયાત્રા દરમિયાન આ પ્લેનની ખરીદારી થઇ હતી.
આસામમાં એક રોડ અકસ્માતમાં 7ની મોત
શુક્રવારે આસામના તિનસુકિયા વિસ્તારમાં થયેલા ગોજાર અકસ્માતમાં એક નાયક મંડળીના 7 લોકોની મૃત્યુ થઇ ગઇ.
સિલીગુડ્ડીમાં મ્યુનિસિપાર્ટીની ચૂંટણીની તૈયારીઓ
શુક્રવારે, પશ્ચિમ બંગાળના સિલીગુડ્ડીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી કેન્દ્ર ખાતે ચૂંટણી અધિકારીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની તપાસ કરી રહ્યા છે.
ભોપાલમાં મુસ્લિમ નેતાઓએ કર્યું વિરોધ પ્રદર્શન
શુક્રવારે મધ્યપ્રદેશના ભોપાલમાં રાષ્ટ્રિય ઉલેમા કાઉન્સિલના કાર્યકરોએ તાજેતરમાં થયેલા માલવા રમખાણોમાં નિર્દોષ મુસ્લિમ યુવકો પર નકલી કેસ બનાવીને તેમની ધરપકડ કરી હોવાના આરોપ સાથે સરકાર વિરુદ્ધ ઝૂંબેશ નીકાળી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
|
નરેન્દ્ર મોદીએ કહ્યું "મને મેટ્રોમાં ફરવાની મઝા આવી"
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી મેટ્રોની સવારી કરી. નોંધનીય છે કે મોદીની આ પહેલી મેટ્રો યાત્રા છે. તે મેટ્રોમાં બેસીને ધોળા કુવા સ્ટેશનથી દ્વારકા સુધી ગયા. આ પ્રસંગે તેમની સાથે રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું "મને મેટ્રોમાં ફરવાની મઝા આવી"
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા ગુલામ અલીને
શુક્રવારે નવી દિલ્હીમાં પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા.
પાસવાને મોકલી ખ્વાજાજીને ચાદર
શુક્રવારે લોકજનશક્તિ પાર્ટીના સુપ્રીમો રામવિલાસ પાસવાસે તેમના પરિવાર તરફથી સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તીની દરગાહ માટે ચાદર મોકલાવી.
રાજસ્થાન પોલિસનો ડેરડેવિલ સ્ટંટ
શુક્રવારે જોધપુરમાં રાજસ્થાન પોલિસ તાલીમ કેન્દ્ર ખાતે પાસિંગ આઉટ પરેડ દરમિયાન મોટરસાઇકલ પર ડેરડેવિલ સ્ટંટ કરતા પોલિસકર્મીઓ.
થર્ડ ગોરખા રાઇફલનું સ્ટંટ પ્રદર્શન
શુક્રવારે પશ્ચિમ બંગાળના સિલીગુડ્ડીમાં થર્ડ ગોરખા રાઇફલ્સના બયાલિયન જવાનાએ ગુરખા રેજીમેન્ટની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ડેરડેવિલ સ્ટંટ કરીને લોકોને અચંભિત કરી દીધા.
ગુડગાંવ પહોંચ્યો "ગબ્બર"
શુક્રવાર ગુડગાંવના સાર્જન્ટ વિશ્વવિદ્યાલયમાં પોતાની આવનારી ફિલ્મ "ગબ્બર ઇઝ બેક"ના પ્રચાર માટે બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર અને શ્રૃતિ હસન ગુડગાંવ પહોંચ્યા.
અનિલ કપૂરને કરવામાં આવ્યા સન્માનિત
શુક્રવારે, મુંબઇમાં બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરને દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તેમને આ એવોર્ડ પીઠ ઇતિહાસકાર બાબાસાહેબ પુરંદરેના હસ્તે આપવામાં આવ્યો. ત્યારે આ પ્રસંગે અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર પણ હાજર રહી હતી.
સચિન તેડુંલકરની બર્થ ડે કેક
શુક્રવારે જાણીતા ક્રિકેટર સચિન તેંડૂલકરનો બર્થ ડે હતો. આ બર્થ ડે સચિને તેમના પરિવારજનો સાથે તેમના મુંબઇના ઘરમાં મનાવ્યો. વધુમાં સચિન આ દિવસે તેમના ઇસ્ટાગ્રામમાં પોતાનું ખાતું ખોલી બર્થ ડેની તસવીરો મૂકી.
મમ્મીના લાકડકો સચિન તેંડુલકર
શુક્રવારે જાણીતા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે મુંબઇમાં તેમના પરિવારજનો સાથે તેમનો બર્થ ડે ઉજવ્યો. ત્યારે સચિને તેમની મમ્મીને કેક ખવડાવી રહ્યા છે તે ફોટો.
બિલાડીનો રૂઆબ, નેતાજીની ગાડી રોકાવી
શુક્રવારે દિલ્હીના સંસદીય પરિસરમાં એક બિલાડીને પસાર થતા જોઇને સાંસદે પોતાનું વાહન ધીમું કર્યો.