For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યુસમાં નશાની દવા મેળવીને પીવડાવ્યું, કારમાં મહિલા સાથે ગેંગરેપ

રાજધાની દિલ્હીમાં કારમાં એક યુવતી સાથે ગેંગરેપ કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીમાં કારમાં એક યુવતી સાથે ગેંગરેપ કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. એક મહિલાએ પોલીસમાં આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેના એક મિત્રએ પોતાના બે મિત્રો સાથે મળીને એક મોલ નજીક તેને જ્યુસમાં નશાની દવા મેળવીને પીવડાવ્યું. ત્યારપછી ત્રણેએ પીડિતાનો ગેંગરેપ કર્યો. આ મામલો સોમવારનો જણાવવામાં આવી રહ્યો છે. પોલીસ આ મામલે જાંચમાં જોડાઈ ચુકી છે.

આ પણ વાંચો: માતાએ 1000 રૂપિયામાં દીકરીને વેચી, ગેંગરેપ પછી ગર્ભવતી

જ્યુસમાં નશાની દવા મેળવી પીવડાવ્યું

જ્યુસમાં નશાની દવા મેળવી પીવડાવ્યું

પોલીસના જણાવ્યા અનુસાર કોઈ વ્યક્તિએ યુવતીને કારમાં ચીસો પાડતી જોઈ, ત્યારપછી તેને પોલીસને તેના વિશે સૂચના આપી. સૂચના મળતા જ પોલીસ જગ્યા પર પહોંચી અને પીડિતાના મિત્ર અમિતની ધરપકડ કરી, જેની ઉમર 30 વર્ષ જણાવવામાં આવી રહી છે. ડીએસપી મેઘના યાદવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમિતના મિત્રો આ અપરાધમાં જોડાયેલા હોવાની તપાસ ચાલી રહી છે.

પીડિતાને હોમ લોન અપાવવાની લાલચ આપી હતી

પીડિતાને હોમ લોન અપાવવાની લાલચ આપી હતી

પોલીસે જણાવ્યું કે જાંચમાં ખબર પડી કે અમિત યુપીના બાગપત જિલ્લાનો રહેવાસી છે. એક કોમન મિત્ર ઘ્વારા તે પીડિતાના સંપર્કમાં આવ્યો હતો. તેને પીડિતાને ઓછા વ્યાજ પર હોમ લોન અપાવવાનું વચન આપ્યું હતું. તેના માટે અમિતે પીડિતાને સોમવારે મોલ પાસે બોલાવી હતી. પોલીસ અનુસાર ત્યાં અમિત સાથે તેના બીજા બે મિત્રો પણ હતા.

કારમાં મહિલા સાથે ત્રણે લોકોએ ગેંગરેપ કર્યો: આરોપ

કારમાં મહિલા સાથે ત્રણે લોકોએ ગેંગરેપ કર્યો: આરોપ

તેમને પીડિતાને જ્યુસ આપ્યું, જેમાં નશાની દવા મેળવવામાં આવી હતી. જયારે પીડિતા બેહોશની હાલતમાં આવવા લાગી ત્યારે ત્રણે લોકો એ પીડિતાનો ગેંગરેપ કર્યો. પોલીસે આ મામલે અમિત સામે બળાત્કારનો મામલો નોંધી લીધો છે, જયારે તેના બીજા બે મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

English summary
24-year-old forced to drink spiked juice, allegedly gangraped in car in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X