For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 મહિનામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના 25,000 કેસ, દિલ્હી ટૉપ પર

5 મહિનામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના 25,000 કેસ, દિલ્હી ટૉપ પર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) સાથે અમેરિકી સંગઠન તરફથી ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલા કેટલાક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા માત્ર ડરાવતા જ નથી બલકે કેટલીક હદ સુધી પરેશાન પણ કરે છે. આ આંકડાઓ મુજબ ભારતમાં પાછલા પાંચ મહિનામાં 25,000 રૂપિયાથી વધુ એવા કેસ નોંધાયા છે જેમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલ મટિરિયલને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓના હવાલેથી ઈન્ડિયન એક્સપ્રેસે આ અહેવાલ સાથે જોડાયેલ રિપોર્ટની જાણકારી આપી.

મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ પણ લિસ્ટમાં

મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ પણ લિસ્ટમાં

અમેરિકાના નેશનલ સેન્ટર ફૉર મિસિંગ એન્ડ એક્પ્લૉયટેડ ચિલ્ડ્રેન (એનસીએમઈસી)એ એનસીઆરબી સાથે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલ આ રિપોર્ટ શેર કરી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યૂજ મટિરિયલને અપલોડ કરવાના મામલામાં દિલ્હી ટૉપ પર છે. જે બાદ મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો નંબર આવે છે. ઑફિસર તરફથી દરેક રાજ્ય વિશે વિસ્તારથી કોઈપણ જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો.

દેશભરમાં ધરપકડ થઈ

દેશભરમાં ધરપકડ થઈ

ઈન્ડિયન એક્સપ્રેસમાં જે અહેવાલ આવ્યા છે તેમાં મહારાષ્ટ્રના એક આઈપીએસ ઑફિસરના હવાલેથી લખવામાં આવ્યું છે કે 1700 કેસની વિસ્તૃત જાણકારી એનસીઆરબની રાજ્ય સાઈબર એકમ પાસે મોકલવામાં આવી છે. સૂત્રો મુજબ 23 જાન્યુઆરી 2020 સુધી બાકી રાજ્યો તરફથી પણ જે કેસ આવ્યા છે, તેની સંખ્યા પણ આવા પ્રકારની જ છે. ગૃહ મંત્રાલયના એક અધિકારી મુજબ કેટલીય એફઆઈઆર આ સિલસિલામાં નોંધાઈ ચૂકી છે અને એનસીએમઈસી તરફથી આંકડા શેર કર્યા બાદ દેશભરમાં ધરપકડ થઈ છે.

ઓપરેશન કોડનેમ અંતર્ગત દોષિતો પકડાયા

ઓપરેશન કોડનેમ અંતર્ગત દોષિતો પકડાયા

મહારાષ્ટ્રના ઑફિસર મુજબ દોષિતોને પકડવા માટે જે ઓપરેશન ચલાવવામાં આવ્યું તેને 'ઓપરેશન કોડનેમ' નામ આપવામાં આવ્યું છે. રાજ્યની પોલીસે આના માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કર્યું. આ એસઓપી બાદથી જ આવા પ્રકારના કેસ નિપટી રહ્યા છે. એનસીએમઈસી એક ખાનગી નૉન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે જેને અમેરિકી કોંગ્રેસ તરફથી વર્ષ 1984માં શરૂ કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનો ઉદ્દેશ્ય બાળ યૌન ઉત્પીડનના મામલા ઘટાડવા અને આ પ્રકારના મામલા રોકવાનું છે.

કેવી રીતે શેર થાય છે જાણકારી

કેવી રીતે શેર થાય છે જાણકારી

કેન્દ્ર સરકારને કોઈ વ્યક્તિઓ અને સર્વિસ પ્રોવાઈડર્સથી ઈન્ટેલીજેન્સ મળે છે. જે બાદ સૉફ્ટવેરની રેન્જની મદદથી ઑનલાઈન ચાઈલ્ડ પોર્નોગ્રાફીના મામલાથી નિપટવામાં આવે છે. ટિપલાઈન રિપોર્ટ્સ તરીકે તેને એજન્સીઓ સાથે શેર કરવામાં આવે છે. સૂત્રો મુજબ ભારતે પાછલા વર્ષે એજન્સીઓએ એનસીએમઈસી સાથે એક સમજૂતી સાઈન કરી હતી. આ સમજૂતી બાદ જ ચાઈલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સાથે જોડાયેલ ટિપલાઈન રિપોર્ટ્સને ઓનલાઈન અપલોડ કરવામાં આવવા લાગ્યા. 24 જાન્યુઆરી 2020 સુધી આવા પ્રકારના 23000 રિપોર્ટ્સ આવ્યા છે જેમાં પાંચ મહિનાના આંકડા છે.

ગણેશ આચાર્ય પર કેસ, મહિલાએ લગાવ્યા ગંભીર આરોપગણેશ આચાર્ય પર કેસ, મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ

English summary
25,000 cases of child pornography in 5 months, Delhi tops
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X