For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ટ્વિટરના સીઇઓ ડિક કોસ્ટોલોને મળ્યા. જ્યાં તેમણે "ટ્વિટર સંવાદ" સેવાનો શુભઆરંભ કર્યો. જેમાં મિસ કોલ આપી તમે તમારા મોબાઇલમાં મોદી અને અન્ય નેતાઓના ટ્વીટ sms સ્વરૂપે વાંચી શકશે.

ગોવા

ગોવા

ભારતીય નૌસેનાનું એક ડોર્નિયર વિમાન મંગળવાર રાતે ગોવાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં દુર્ધટનાગ્રસ્ત થયું. આ વિમાનમાં ત્રણ લોકો સવાર હતા. જેમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે વિમાનના કેપ્ટન અને ઓબ્ઝર્વર અધિકારીની તપાસ હાલ ચાલુ છે.

જમ્મુ

જમ્મુ

જમ્મુ કાશ્મીરમાં સીમાપારથી કરવામાં આવતી આતંકી ધુસણખોરીને રોકવામાં ભારતીય સેનાને મળી સફળતા. સાંબો અને કઠુઆ વિસ્તારમાં સીમાપારથી ધુસતા આંતકીઓ પર ફાયરિંગ કરતા આંતકીઓ ભાગી છૂટ્યાં હતા.

નવી દિલ્હી

નવી દિલ્હી

કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની મંગળવારે નવી દિલ્હી પહોંચ્યા. જ્યાં તેમનું સ્વાગત સૂચના અને પ્રસારણના રાજ્ય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે કર્યું.

ચેન્નઇ

ચેન્નઇ

ચેન્નઇમાં મંગળવારે તમિલનાડુના મત્સ્ય નિયામક ઓફિસમાં ભારતીય અને શ્રીલંકન માછીમારોના પ્રતિનિધિ મળ્યા. જ્યાં તેમણે આંતરાષ્ટ્રિય જળસીમા અને માછીમારોના વિવિધ પ્રશ્નો પર ગહન ચર્ચા કરી.

દિલ્હી

દિલ્હી

દિલ્હી વિધાનસભામાં મંગળવારે ડેપ્યૂટિ સીએમ અને નાણાં પ્રધાન મનિષ સિસોદિયાએ લેખાનુદાન રજૂ કર્યું. જેમાં પરિવહન, શિક્ષા અને સ્વાસ્થય સેવાઓમાં પર આપ સરકારે ભાર મૂક્યો હતો.

સંચારી વિજય

સંચારી વિજય

62માં રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે કન્નડ અભિનેતા સંચારી વિજયનું નામ જાહેર થતા, સંચારીએ તેમના પરિવારજનો અને મિત્રો સાથે આ ખુશીના સમાચારની ઉજવણી કરી હતી.

સૂર્ય શેખર ગાંગુલી

સૂર્ય શેખર ગાંગુલી

ભારતીય ગ્રાન્ડમાસ્ટર સૂર્ય શેખર ગાંગુલીએ ચેસ ક્ષેત્રે ભારતનું નામ ફરી રોશન કર્યું. મંગળવારે કોલકતામાં આયોજીત 2015 આંતરાષ્ટ્રિય ગ્રાન્ડ શતરંજ હરિફાઇ તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું.

ગુવાહાટી

ગુવાહાટી

મંગળવારે ગુવાહાટીમાં ઓડી શોરૂમના ઉદ્ધાટન બોલિવુડની જાણીતી અભિનેત્રી ઇલિયાના ડિ ક્રુઝના હસ્તે કરવામાં આવ્યું.

જલંધર

જલંધર

જલંધરમાં "વન ઇન્ડિયા" નામે વાર્ષિક મેગા રાષ્ટ્રિય મહોત્સવ દરમિયાન મણિપુરી છાત્રાઓએ તેમનું પરંપરાગત મણિપુરી નૃત્ય રજૂ કર્યું.

મુંબઇ

મુંબઇના અંધેરી ઇસ્ટ ખાતે આવેલી કનાતિયા બિલ્ડિંગમાં લાગી આગ. બિલ્ડીંગના બીજા માળે લાગી આગ. જો કે બિલ્ડીંગ તરત ખાલી કરાવતા જાનહાની ના કોઇ સમાચાર નથી.

રાહુલ ગાંધી

ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી સાંસદ છે. ત્યારે હવે અમેઠીમાં લાપત્તા રાહુલના પોસ્ટર લાગતા ક્રોંગ્રેસીઓ ગુસ્સે ભરાયા છે.

અફજલ ગુરુ

અફજલ ગુરુ

અફજલ ગુરુના અવશેષો પરત કરવાના પ્રસ્તાવ પર જમ્મુ કાશ્મીર વિધાનસભા થઇ બરતરફ. નોંધનીય છે કે વિધાનસભામાં વિધાયક રાશિદે સ્વતંત્ર રીતે આ પ્રસ્તાવ મૂક્યો હતો.

English summary
25 March: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X