• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બારમાંથી પકડાયેલા 250 યુવાનો પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યા

|

મુંબઇ, 27 ઑક્ટોબર : રાત્રે જાગતા શહેર મુંબઇમાં આશ્ચર્ય પમાડે તેવી ઘટનામાં પોલીસ કસ્ટડીમાંથી 250 લોકો એક સાથે ભાગી ગયા હતા. આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી.

દક્ષિણ મુંબઇમાં પોલીસે શુક્રવાર 26 ઑક્ટોબરની રાત્રે એક બારમાંથી 250 યુવાનોને પકડ્યા હતા. આ યુવાનોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં કેટલાક વગદાર યુવાનોએ પોલીસ સાથે પોતાને છોડી દેવાની ઉગ્ર રજૂઆત કરી હતી.

આ દરમિયાન એક વકીલે પોલીસ સ્ટેશનમાં આવીને હંગામો શરૂ કર્યો હતો. પોલીસ અને વકીલ વચ્ચેની વાતચીતે ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને પોલીસ કસ્ટડીમાં રહેલા યુવાનો એક પછી એક પોલીસને ચકમો આપીને ભાગી નીકળ્યા હતા.

આ ઘટના બાદ પોલીસે છેવટે બાર સામે કેસ દાખલ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે સમગ્ર કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરનારા વકીલ સામે પણ કેસ દાખલ કર્યો છે.

English summary
250 people arrested from bar escape from police custody in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X