For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મસ્જિદમાં ખોદકામ કરી રહેલા મજૂરોને ખજાનો મળ્યો, ASI એ આખા વિસ્તારને ઘેર્યો

દિલ્હીના ખિડકી ગામમાં પાસે આવેલી ખિડકી મસ્જિદમાં ભારતીય પુરાતત્વ વિભાગ ઘ્વારા કરવામાં આવી રહેલા ખોદકામમાં 254 મધ્યકાલીન સિક્કાઓ મળ્યા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના ખિડકી ગામમાં પાસે આવેલી ખિડકી મસ્જિદમાં ભારતીય પુરાતત્વ વિભાગ ઘ્વારા કરવામાં આવી રહેલા ખોદકામમાં 254 મધ્યકાલીન સિક્કાઓ મળ્યા છે. પુરાતત્વ વિભાગનું માનવું છે કે આ સિક્કાઓ 16 મી શતાબ્દીના સુરી વંશના સંસ્થાપક શેરશાહ સુરીના શાશનના હોય શકે છે. એએસઆઇ ઘ્વારા આ સિક્કાઓ મસ્જિદમાં દાખલ થવાના પગથિયાં પાસે મેળવવામાં આવ્યા છે. હાલમાં આ વિસ્તારને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી એએસઆઇ ઘ્વારા તપાસ પુરી નહીં થાય ત્યાં સુધી આખા વિસ્તારને ઘેરવામાં આવશે.

માટીના વાસણમાં રાખ્યો હતો ખજાનો

માટીના વાસણમાં રાખ્યો હતો ખજાનો

આ મસ્જિદનું નિર્માણ ફિરોઝશાહ તુગલક ઘ્વારા (1351-88) પ્રધાનમંત્રી ખાન-એ-જહાન જુનાન શાહ ઘ્વારા કરાવવામાં આવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદ તેમના ઘ્વારા બનાવવામાં આવેલી સાત મસ્જિદમાં એક એક છે. આ સિક્કાઓ માટીના વાસણમાં રાખ્યા હતા.

મસ્જિદમાં મળેલા સિક્કાઓની કિંમતનું આકલન કરવામાં આવી રહ્યું છે

મસ્જિદમાં મળેલા સિક્કાઓની કિંમતનું આકલન કરવામાં આવી રહ્યું છે

ભારતીય પુરાતત્વ વિભાગના એક અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ખોદકામ દરમિયાન મળી આવેલા સિક્કાઓની કિંમતનું આકલન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ સિક્કાઓ બનાવવા માટે કોપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિક્કાઓમાં ચાંદીની પણ થોડી માત્રા ઉમેરવામાં આવી હતી.

ભારતીય પુરાતત્વ સિક્કાઓ પર લખેલી ભાષા સમજવાની કોશિશ કરી રહી છે

ભારતીય પુરાતત્વ સિક્કાઓ પર લખેલી ભાષા સમજવાની કોશિશ કરી રહી છે

ભારતીય પુરાતત્વ વિભાગના અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મસ્જિદમાં મળેલા સિક્કાઓ અલગ અલગ આકાર અને બનાવટના છે. આ સિક્કાની બંને બાજુ કલાકૃતિ અને લખાણ છે. હજુ સુધી આ બાબત સ્પષ્ટ નથી થઇ શકી કે આ લખાણ અરબીમાં છે કે પછી ફારસીમાં. ભારતીય પુરાતત્વ સિક્કાઓ પર લખેલી ભાષા સમજવાની કોશિશ કરી રહી છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2003 દરમિયાન આ પરિસરમાં સફાઈ દરમિયાન 63 સિક્કાઓ મળ્યા હતા.

English summary
254 Medieval Era Coins Discovered At Khirki Mosque In Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X