For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11: પૂછપરછમાં અજમલ કસાબે કેમ લીધુ હતુ અમિતાભ બચ્ચનનુ નામ?

26/11ના આતંકૂ હુમલામાં જીવતા પકડાયેલા આતંકીએ અદાલતમાં અમિતાભનુ નામ લીધુ હતુ. જાણો કેમ?

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ 26 નવેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પાકિસ્તાનથી 10 આતંકવાદીઓની એક ટીમ સમુદ્રના રસ્તે અંધારામાં પહોંચી અને પછી તેમણે અહીં 60 કલાક સુધી લોહીની હોળી રમી. જ્યાં આતંકી કાર્યવાહીમાં બધા આતંકી માર્યા ગયા ત્યાં એક આતંકી અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો. આ હુમલા વખતે મુંબઈ પોલિસમાં ઈન્સ્પેક્ટર રહેલા રમેશ મહાલેને આજ સુધી એ ખોફનાક દ્રશ્યો યાદ છે. મહાલેએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે કસાબે એજન્સીઓને ગુમરાહ કરવા માટે જણાવ્યુ હતુ કે તે મુંબઈમાં બૉલિવુડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનો બંગલો જોવા માટે આવ્યો હતો.

શરૂઆતથી જ કસાબે બોલ્યા હતા ઘણા જૂઠ

શરૂઆતથી જ કસાબે બોલ્યા હતા ઘણા જૂઠ

મહાલે આ કેસમાં ઈન્વેસ્ટીગેટીંગ ઑફિસર જોડાયા હતા. તેમની તપાસનો વિષય હતો હુમલાનો મહત્વનો સુરાગ આમિર અજમલ કસાબ. કસાબે શરૂઆતાં પોલિસ અને તપાસ એજન્સીઓને ગુમરાહ કરવા માટે જૂઠ બોલ્યુ. પરંતુ છેવટે તેણે સત્યુ બોલ્યુ, 'કસાબ ખૂબ બુદ્ધિમાન હતો. વળી, મારી સાથે પણ 25 વર્ષની સર્વિસવાળા અનુભવી ઑફિસર જેવા રાકેશ મારિયા અને દેવેન ભારતી હતા જેમણે તપાસમાં મારી મદદ કરી. કસાબ આખો સમય જૂઠ બોલતો રહ્યો પરંતુ છેવટે તૂટી ગયો.' કસાબ પળેપળ રંગ બદલતો રહ્યો. પોલિસ સામે તેણે સત્ય તો બોલ્યુ પરંતુ કોર્ટમાં તેણે પોતાનુ નિવેદન બદલીને ફરીથી બધાના માથે બળ નાખી દીધુ.

વિશ્વાસ હતો મોતની સજા નહિ મળે

વિશ્વાસ હતો મોતની સજા નહિ મળે

કસાબે પોતાના બચાવમાં જે કંઈ કહ્યુ તે સંપૂર્ણપણે ખોટુ હતુ અને બાદમાં સુપ્રીમ કોર્ટે તેને દોષી ગણાવ્યો. કસાબે તપાસ એજન્સીઓ પાસે બધુ સત્ય કબૂલ્યુ કે કેવી રીતે સંપૂર્ણ ષડયંત્રને પાકિસ્તાનમાં તૈયાર કરવામાં આવ્યુ હતુ. કસાબે જણાવ્યુ હતુ કે લશ્કર-એ-તૈયબાએ આ આખુ ષડયંત્ર રચ્યુ અને તેને અંજામ સુધી પહોંચાડ્યુ. આ સાથે જ હુમલા દરમિયાન આખો સમય આતંકી પોતાના હેન્ડલર્સ સાથે સેટેલાઈટ ફોન દ્વારા સંપર્કમાં રહ્યો હતો.

અફઝલ ગુરુથી પ્રેરિત હતો કસાબ

અફઝલ ગુરુથી પ્રેરિત હતો કસાબ

હેન્ડલર્સ પાકિસ્તાનની સુરક્ષિત જગ્યાએ બેસીને આતંકીઓને પળેપળ ગાઈડ કરી રહ્યા હતા. મુંબઈ હાઈકોર્ટે કસાબને મોતની સજા સંભળાવી હતી અને પછી સુપ્રીમ કોર્ટે પણ આ સજાને યથાવત રાખી. જો કે કસાબને આશા હતી કે તેને મોતની સજા નહિ મળે. મહાલેને યાદ છે કે કસાબને અફઝલ ગુરુના કેસમાંથી પ્રેરણા મળી હતી જે ડિસેમ્બર 2001માં સંસદ પર થયેલા હુમલામાં દોષી હતો.

ભારત બંધ: દેશવ્યાપી હડતાળના કારણે આજે બેંકોના કામકાજ ઠપ્પભારત બંધ: દેશવ્યાપી હડતાળના કારણે આજે બેંકોના કામકાજ ઠપ્પ

English summary
26/11 Mumbai attacks: Why Ajmal Kasab took the name of Amitabh Bachchan in court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X