For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્હેલને બચાવવા 10 કલાક ચલાવ્યું ઓપરેશન

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વ્હેલને બચાવવા 10 કલાક ચલાવ્યું ઓપરેશન

વ્હેલને બચાવવા 10 કલાક ચલાવ્યું ઓપરેશન

મુંબઇના અલીબાગમાં હાઇ ટાઇટના કારણે બીચ પર આવી ગયેલી એક વિશાળ વ્હેલને બચાવા માટે વન વિભાગ અને સ્થાનિક માછીમારો લગભગ 10 કલાક સધન પ્રયાસ કર્યો કે તે વ્હેલને પાછી પાણીમાં મૂકી શકે. પણ છેવટે 20 ટનની અને 40 ફીટ લાંભી આ વ્હેલે બહાર જ દમ તોડી નાંખ્યો.

લાંચ કૌભાંડમાં ફસાયા બીજેપીના શિવરાજ, ઓડિયો ટેપ વાયરલ

લાંચ કૌભાંડમાં ફસાયા બીજેપીના શિવરાજ, ઓડિયો ટેપ વાયરલ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિય મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર લાંચ આપવાનો આરોપ લગાવામાં આવ્યો છે. જે અંતર્ગત એક ઓડિયો ટેપ પણ વાયરલ થયો છે. જેમાં શિવરાજ એક અસંતુષ્ઠ બીજેપી નેતાને લાંચ આપવાની વાત કરી રહ્યા છે. નોંધનીય છે કે પહેલા જ ભાજપના ચાર નેતા, સુષ્મા, વસુંધરા, પંકજા અને સ્મૃતિ ઇરાની વિવાદોમાં ફસાયા છે ત્યારે આ ભાજપના પાંચમા નેતાનું નામ જોડાતા ભાજપની મુશ્કેલીઓ વધી છે.

લાલુ યાદવે સ્મૃતિ ઇરાનીનો પક્ષ લીધો

લાલુ યાદવે સ્મૃતિ ઇરાનીનો પક્ષ લીધો

હંમેશા મોદી અને બીજેપીની વિરુદ્ધ બોલનારા આરજેડી પ્રમુખ લાલુ યાદવે નકલી ડિગ્રી મામલે સ્મૃતિ ઇરાનીનો પક્ષ લઇને બધાને ચોંકાવી દીધા. લાલુએ કહ્યું કે ડિગ્રી ભલે નકલી હોય સ્મૃતિનો અસલી છે ને. વધુમાં તેમણે કહ્યું કે સ્મૃતિ એક મહિલા છે તેમણે સિરિયલમાં કામ પણ કર્યું છે અને તે મારું બહુ સન્માન કરે છે.

ઉત્તરાખંડમાં ચારધામના 14 હજાર યાત્રીઓ ફસાયા

ઉત્તરાખંડમાં ચારધામના 14 હજાર યાત્રીઓ ફસાયા

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે રાષ્ટ્રિય રાજમાર્ગની 100 મીટરનો રસ્તો પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જેના કારણે બદ્રિનાથ, કેદારનાથ, ગંગોત્રીની યાત્રા પર લગભગ 14 હજાર યાત્રીઓ ત્યાં ફસાયા છે. વધુમાં ત્યાં જનજીવન પણ ઠપ્પ થઇ ગયું છે. જેના કારણે હવે SDRFની ટીમને યાત્રીઓની મદદ માટે મોકલવામાં આવી છે.

લંડનમાં પ્રિયંકા અને રોબર્ટ વાડ્રાને મળ્યા હતા લલિત મોદી

લંડનમાં પ્રિયંકા અને રોબર્ટ વાડ્રાને મળ્યા હતા લલિત મોદી

લલિત મોદીએ હવે એક નવો ટ્વિટર બોમ્બ ફોડ્યો છે. તેમણે કહ્યું છે કે વર્ષ 2013 અને 2014માં તેમણે પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા જોડે રેસ્ટોરન્ટમાં મુલાકાત લીધી હતી. વધુમાં મોદીએ કહ્યું કે ત્યારે યુપીએ સરકારમાં પણ હતી.

ક્રોંગ્રેસ પ્રિયંકા ગાંધી મામલે આપી સ્પષ્ટતા

ક્રોંગ્રેસ પ્રિયંકા ગાંધી મામલે આપી સ્પષ્ટતા

જો કે લલિત મોદીના આ ટ્વિટ બાદ વિવાદ વધતા ક્રોંગ્રેસે આજે પ્રેસ કોન્ફર્ન્સ યોજી સ્પષ્ટતા આપતા કહ્યું છે કે પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાએ ક્યારેય પણ સામાજીક રીતે લલિત મોદી જોડે વાતચીત નથી કરી. વધુમાં ક્રોંગ્રેસના રણદીપ સુજવાલાએ કહ્યું કે આ દ્વારા ભાજપ અને લલિત મોદી મૂળ મુદ્દાથી હટવા માંગે છે.

ભાજપે પ્રિયંકા મામલે ક્રોંગ્રેસ પર કર્યો વળતો પ્રહાર

ભાજપે પ્રિયંકા મામલે ક્રોંગ્રેસ પર કર્યો વળતો પ્રહાર

જો કે લલિત મોદીની ટ્વિટ, જેમાં તેમણે કહ્યું છે કે તે પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાને મળ્યા હતા. તે વાતે ભાજપાને ક્રોંગ્રેસ પણ વળતો પ્રહાર કરવાનો મોકો આપ્યો છે. ભાજપના પ્રવક્તા સામબીત પાત્રાએ આ મામલે ક્રોંગ્રેસ પર ટિપ્પણી કરતા કહ્યું કે શું કારણ છે કે ગાંધી પરિવાર લલિત મોદીના સતત સંપર્કમાં રહે છે?

ફણડવીસે પંકજા મુડેને આપી ક્લીનચીટ

ફણડવીસે પંકજા મુડેને આપી ક્લીનચીટ

ભષ્ટ્રાચારના વિવાદોમાં સપડાયેલી મહારાષ્ટ્રની મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન પંકજા મુડેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ક્લીનચીટ આપી છે. તેમણે કહ્યું કે પ્રથમ દ્રષ્ટ્રિએ કોઇ અનિયમિતતા જોવા નથી મળી. જો કે બીજી તરફ ભષ્ટ્રાચાર નિરોધક બ્યૂરોએ આ મામલે મંત્રાલય જોડેથી વિસ્તૃત જાણકારી માંગી છે.
નોંધનીય છે કે પકંજા પર એક જ દિવસમાં 206 કરોડ રૂપિયાની ખરીદીમાં નિયમોની અવગણના કરવાનો આરોપ છે.

શિવસેનાએ કહ્યું પકંજા પર છે ગંભીર આરોપ

શિવસેનાએ કહ્યું પકંજા પર છે ગંભીર આરોપ

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે પકંજા મુડે પર લાગેલા આરોપ ગંભીર છે. જો કે તેમણે તેમ પણ કહ્યું કે મુખ્યમંત્રી ફડણવીસ તમામ સવાલોના જવાબ આપવા માટે સક્ષણ છે. વધુમાં તેમણે સ્મૃતિ ઇરાનીની નકલી ડિગ્રી પર ટિપ્પણી કરતા કહ્યું કે રાજકારણમાં નકલી ડિગ્રી બતાવાનું એક ચલણ થઇ ગયું છે.

ફરી થઇ અડવાણીની ઉપેક્ષા

ફરી થઇ અડવાણીની ઉપેક્ષા

ગુરુવારે, ભાજપના અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં ઇમરજન્સી દરમિયાન જેલમાં ગયેલા કેટલાક લોકોને સન્માનિત કર્યા પણ આ આયોજનના કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલ કુષ્ણ અડવાણીને તેમણે આમંત્રિત ના કર્યા. નોંધનીય છે કે આટલા વર્ષોથી થતા આ કાર્યક્રમમાં દર વર્ષે અડવાણીને બોલાવામાં આવે છે અને તે હાજર પણ રહે છે. ત્યારે આ વખતે તેમની અવગણના તે બતાવે છે કે અડવાણીની ઇમરજન્સી પર કરેલી ટિપ્પણી ભાજપને ગમી નથી.

કેજરીવાલે દિલ્હી બજેટ પર ખુશી વ્યક્ત કરી

કેજરીવાલે દિલ્હી બજેટ પર ખુશી વ્યક્ત કરી

ગુરુવારે, મનીષ સિસોદિયાએ બજેટ રજૂ કર્યું. જે બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેના ભરપેટ વખાણ કરતા કહ્યું કે આ બજેટ આમ જનતાને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યું અને તમામ લોકોનો અભિપ્રાય આ મામલે લેવામાં આવ્યો છે.

માઉન્ટ દેવ-ટિબ્બા પર એનસીસી ગર્લ્સે ત્રિરંગો ફરકાવ્યો

માઉન્ટ દેવ-ટિબ્બા પર એનસીસી ગર્લ્સે ત્રિરંગો ફરકાવ્યો

6001 મીટરની ઊંચાઇ ધરાવતા ખતરનાક માઉન્ટ દેવ ટિબ્બાની ટોચને સર કરી છે એનસીસીની ગર્લ્સ કમાન્ડે. ત્યારે પર્વત સર કર્યા બાદ આ છોકરીઓએ કંઇક આ રીતે પોતાની જીતની ખુશી બતાવી.

એક પાકિસ્તાનીને ભારતની ભેટ

એક પાકિસ્તાનીને ભારતની ભેટ

ગુરુવારે, જમ્મુના રાજૌરી જિલ્લામાં અજાણતા નિયંત્રણ રેખા પાર કરનાર એક સ્ત્રીને ભારતીય સેનાએ ઉપહાર આપી પાકિસ્તાન પરત મોકલી.

પાક. અને ભારતીય સેના કરી મુલાકાત ચામલિયલ વાર્ષિક ઉત્સવ નિમિત્તે

પાક. અને ભારતીય સેના કરી મુલાકાત ચામલિયલ વાર્ષિક ઉત્સવ નિમિત્તે

પાકિસ્તાન રેન્જરો અને ભારતના બીએસએફ જવાનોએ આંતરાષ્ટ્રિય સરહદ પર મુલાકાત કરી. વધુમાં પાક. સેનાએ આ ઉત્સવ પર ચઢાવવા માટે એક ચાદર પણ ભારતીય સેનાને સુપરત કરી.

બાબા ચામ્બલીયલની દરગાહ પર BSF ચઢાવી ચાદર

બાબા ચામ્બલીયલની દરગાહ પર BSF ચઢાવી ચાદર

ગુરુવારે, જમ્મુમાં બીએસએફ અધિકારીઓએ ભારત પાક. સરહદ પર આવેલા રામગ્રહ ખાતે સૂફી સંત બાબા ચામ્બલીયલની દરગાહ પર ચાદર ચઢાવી.

વી.પી.સિંહેને લાલુ યાદવે આપી શ્રદ્ધાજંલિ

વી.પી.સિંહેને લાલુ યાદવે આપી શ્રદ્ધાજંલિ

ગુરુવારે, પટણામાં આરજેડી પ્રમુખ લાલુ યાદવે ભૂતપૂર્વ વડાપ્રધાન વી.પી.સિંહની જન્મ જયંતિ પર તેમને પુષ્પાજંલિ અર્પી.

નાગપુરમાં મોટી માત્રામાં અવૈધ દારૂનો જથ્થો પકડાયો

નાગપુરમાં મોટી માત્રામાં અવૈધ દારૂનો જથ્થો પકડાયો

ગુરુવારે, નાગપુર પોલિસે નાગપુરના એક વિસ્તારમાંથી મોટી માત્રામાં અવૈધ દારૂનો જથ્થો પકડ્યો.

પટલામાં અનંત સિંહના ટેકેદારોએ ટ્રેન રોકી

પટલામાં અનંત સિંહના ટેકેદારોએ ટ્રેન રોકી

બુધવારે,પટણામાં જેડીયુ ધારાસભ્ય અનંત સિંહની એક યુવકની હત્યાના મામલે ધરપકડ કરતા, ગુરુવારે તેમના સમર્થકોએ ઠેર ઠેર આગચાંપી, પથ્થરમારો અને ટ્રેન અને રસ્તા રોકો કાર્યક્રમ કરી તેમની ધરપકડનો વિરોધ કર્યો હતો.

અનંત સિંહની ધરપકડ બાદ ભારે પોલિસ બંદાવસ્ત

અનંત સિંહની ધરપકડ બાદ ભારે પોલિસ બંદાવસ્ત

પટણામાં જેડીયુના ધારાસભ્ય અનંત સિંહની ધરપકડ થતા તેમના ટેકેદારો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે પોલિસે ભારે જમાવટ કરી સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

વિદ્યા બાલને કર્યું ચાર્લી ચેપ્લિનના પ્રદર્શનનું ઉદ્ધાટન

વિદ્યા બાલને કર્યું ચાર્લી ચેપ્લિનના પ્રદર્શનનું ઉદ્ધાટન

ગુરુવારે, મુંબઇમાં જાણીતી બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલને ચાર્લી ચેપ્લિનના એક પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યું હતું. સાથે જ તેણે ચાર્લી ચેપ્લિનના અંદાજમાં પોતાનું એક ચિત્ર પણ પ્રદર્શિત કર્યું હતું.

ચેરીટી ફંકશનમાં હાજર રહ્યા અનિલ કપૂર અને કલ્કી કોચ્લીન

ચેરીટી ફંકશનમાં હાજર રહ્યા અનિલ કપૂર અને કલ્કી કોચ્લીન

ગુરુવારે, મુંબઇમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ એક ખાનગી ચેરટી ફંકશનમાં હાજરી આપી બોલીવૂડ સ્ટાર અનિલ કપૂર અને કલ્કી કોચ્લીને બાળકો જોડે થોડી રમૂજની પળો માણી હતી.

News

News

શુક્રવારે, ભુવનેશ્વરમાં ક્રોંગ્રેસ કાર્યકરોએ 12 કલાક ઓરિસ્સા બંધ રાખવાનું આહવાહ્ન કર્યું હતું. જે બાદ ક્રોંગ્રેસ કાર્યકર્તા એક રીક્ષા ડ્રાઇવર બંધ પાળવા માટે ધમકાવી રહ્યા છે.

પવિત્ર રમઝાન મહિનાની નમાઝ

પવિત્ર રમઝાન મહિનાની નમાઝ

કોલકત્તામાં મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન મહિના દરમિયાન ટિપૂ સુલતાન દરગાહ આગળ નમાજ પઢી રહ્યા છે.

English summary
26 June: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X