For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રુદ્રપ્રયાગમાં પુલ તૂટી પડતા મુશ્કેલીઓ વધી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રુદ્રપ્રયાગમાં પુલ તૂટી પડતા મુશ્કેલીઓ વધી.

રુદ્રપ્રયાગમાં પુલ તૂટી પડતા મુશ્કેલીઓ વધી.

ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ રુદ્રપ્રયાગમાં પુલ તૂટી પડતા ચાર ધામની યાત્રા પર નીકળેલા યાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

નીતિ આયોગની બેઠક પૂરી, શાહ વસુંધરાને મળશે

નીતિ આયોગની બેઠક પૂરી, શાહ વસુંધરાને મળશે

પૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીના વિવાદામાં સપડાયેલી રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજેએ શનિવારે નીતિ આયોગની બેઠકમાં ભાગ લીધો. નોંધનીય છે કે અત્યાર સુધી તેમના રાજીનામાં પણ તર્ક વિતર્ક થઇ રહ્યા હતા. ત્યારે આ બેઠકે તે વાતની સ્પષ્ટતા આપી દીધી છે કે હાલ વસુંધરા તેમનું પદ છોડીને ક્યાંણ પણ નથી જવાની. વધુમાં તે આજે બીજેપી પ્રમુખ અમિત શાહને પણ મળશે.

PM મોદી મેદાનની બહાર છક્કો મારવામાં છે સક્ષણ

PM મોદી મેદાનની બહાર છક્કો મારવામાં છે સક્ષણ

આવું નિવેદન કર્યું છે ભૂતપૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીએ. આજે તેમણે કરેલા ટ્વિટર બોમ્બમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યો. તેમણે મોદીના વખાણ કરતા કહ્યું કે મોદી એક સમજદાર વ્યક્તિ છે. તેમને મારી સલાહની કોઇ જરૂર નથી. તે જ્યારે પણ બેટિંગ કરે છે તેમનો છક્કો મેદાનની બહાર સુધી જાય છે.

જ્યારે જયલલિતા ઉતરી મેદાનમાં

જ્યારે જયલલિતા ઉતરી મેદાનમાં

હાલ પાંચ રાજ્યોની 6 વિધાનસભા સીટો માટે પેટાચૂંટણી થઇ રહી છે. જે અંતર્ગત આજે મેધાલય, ચોકપોટ, કેરળના અરુવિક્કરા, ત્રિપુરા ની બે સીટો પર મતદાન કરવામાં આવ્યું. નોંધનીય છે કે આ ચૂંટણીમાં રાધાકૃષ્ણ નગરની સીટ પરથી તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા પણ ચૂંટણી લડી રહ્યા છે.

દેશમાં પહેલીવાર સાર્વજનિક જગ્યાએ પેશાબ કરવા માટે 100 લોકો જેલ થઇ

દેશમાં પહેલીવાર સાર્વજનિક જગ્યાએ પેશાબ કરવા માટે 100 લોકો જેલ થઇ

સ્વચ્છતા અભિયાન કહો કે નવી પહેલ પણ પહેલી વાર દેશમાં સાર્વજનિક જગ્યા પર યુરીન કરવા માટે આગરા ડિવિઝન રેલ્વે પોલિસે લગભગ 109 લોકોને જેલમાં પૂર્યા. આ લોકો પ્લેટફોર્મ, સ્ટેશન પરિસરમાં પેશાબ અને મસાલો ખાઇ થૂકી રહ્યા હતા. નોંધનીય છે કે લોકોને 24 કલાક જેલમાં રાખ્યા બાદ તેમને દંડ ભરીને છોડવામાં આવ્યા.

પંકજા મુંડા પર આરોપ કરનારે મળી ધમકી

પંકજા મુંડા પર આરોપ કરનારે મળી ધમકી

બીજેપીની નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં બાળ અને મહિલા વિકાસ પ્રધાન પંકજા મુંડે પર 206 કરોડના કૌભાંડનો આરોપ લગાવનાર ક્રોંગ્રેસી નેતા સચિન સાંવતને જાનથી મારવાની ધમકી મળી. જે બાદ તેમણે FIR નોંધાવી સુરક્ષા માંગી છે.

 મુશ્કેલીમાં ACBના પ્રમુખ મીણા

મુશ્કેલીમાં ACBના પ્રમુખ મીણા

ભષ્ટ્રાચાર નિરોધક શાખાના પ્રમુખ એમ.કે મીણાનું મુશ્કેલી વધી છે. દિલ્હી સરકારે તેમની નિયુક્તિ મામલે હવે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. નોંધનીય છે કે આ મીણાની નિયુક્તિ ઉપરાજ્યપાલ જંગ દ્વારા કરવામાં આવી છે. જે વાતથી પહેલેથી જ આમ આદમી પાર્ટી તેમનાથી નારાજ છે.

પ્રિયંકા આપી સફાઇ, કહ્યું કદી નથી મળી લલિત મોદીને

પ્રિયંકા આપી સફાઇ, કહ્યું કદી નથી મળી લલિત મોદીને

ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા વાડ્રાએ આઇપીએલના ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીની મળવાની વાતનો ઇન્કાર કર્યો છે. નોંધનીય છે કે લલિત મોદી ટ્વિટ કરીને કહ્યું હતું કે તે પ્રિયંકા અને રોબર્ટને લંડનમાં મળ્યા હતા. જે મામલે વિવાદ વધતા પ્રિયંકા સ્પષ્ટતા આપી છે.

બદરી, કેદાર અને હેમકુંડની યાત્રા સ્થગિત

બદરી, કેદાર અને હેમકુંડની યાત્રા સ્થગિત

ઉત્તરાખંડમાં ભારે વરસાદે જે રીતે તબાહી મચાવી છે તેના કારણે સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને કેદારનાથ, બદરીનાથ અને હેમકુંડની યાત્રા હાલ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે. વધુમાં હેલિકોપ્ટર દ્વારા લોકોને લાવવા લઇ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

કેદારનાથમાં યાત્રીઓએ કરી હેલિકોપ્ટરની માંગ

કેદારનાથમાં યાત્રીઓએ કરી હેલિકોપ્ટરની માંગ

કેદારનાથમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિઓ બગડતા ફસાયેલા યાત્રીઓએ હેલિકોપ્ટરની માંગ કરી હતી. જો કે તંત્રએ તેમને પગપાળા જવાની સલાહ આપી હતી.

જંતર મંતર પર ક્રોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

જંતર મંતર પર ક્રોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

સુષ્મા સ્વરાજ, વસુંધરા રાજે અને મોદી સરકાર વિરુદ્ધ પાછલા કેટલાક દિવસથી ક્રોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

પોલિસને મોક ડ્રિલ દરમિયાન ભગવો ઝંડો ફરકાવો મોંધો પડ્યો

પોલિસને મોક ડ્રિલ દરમિયાન ભગવો ઝંડો ફરકાવો મોંધો પડ્યો

શુક્રવારે, અલ્હાબાદમાં પોલિસકર્મીઓ દ્વારા યોજવામાં આવેલી મોક ડ્રિલમાં ભગવા રંગના ઝંડાનો ઉપયોગ કરવામાં આવતા પોલિસ વિવાદોના વંટાળમાં ફસાઇ.

નાગપુરમાં આપ કાર્યકર્તાઓએ કર્યું વિરોધ

નાગપુરમાં આપ કાર્યકર્તાઓએ કર્યું વિરોધ

મહારાષ્ટ્રના બાળ અને મહિલા વિકાસ પ્રધાન પંકજા મુંડેના રાજીનામાની માંગ સાથે શુક્રવારે, નાગપુરમાં આપ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. નોંધનીય છે કે પંકજા પર 206 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે.

મિસિસ ઇન્ડિયાની હરીફાઇ

મિસિસ ઇન્ડિયાની હરીફાઇ

શુક્રવારે, હૈદરાબાદમાં મિસિસ ઇન્ડિયા એશિયા ઇન્ટરનેશનલ હરિફાઇની વિજેતા વેલેન્ટાઇ મિશ્રાએ મિસિસ તેંગલાના 2015નું પોસ્ટર લોન્ચ કર્યું.

કોલેજમાં એડમિશનની પડાપડી

કોલેજમાં એડમિશનની પડાપડી

શુક્રવારે, દિલ્હી યુનિવર્સિટીમાં કોલેજના એડમિશન ફોર્મ ભરતી કેટલીક છોકરીઓ.

મુંબઇમાં માલવાની અવૈધ દારૂનો મામલો

મુંબઇમાં માલવાની અવૈધ દારૂનો મામલો

શુક્રવારે, મુંબઇમાં માલવાની અવૈધ દારૂના બે મુખ્ય શુત્રધારને પોલિસ કોર્ટમાં રજૂ કરવા લઇ જઇ રહી છે. નોંધનીય છે કે હાલમાં જ મુંબઇમાં અવૈધ દારૂ પીને 100થી વધુ લોકોની મોત થઇ હતી.

સતમાન સિંહે બન્યા NBA ફૂટબોલ ટીમના ખેલાડી

સતમાન સિંહે બન્યા NBA ફૂટબોલ ટીમના ખેલાડી

શુક્રવારે, લુધિયાણાના ખેલાડી સતમાન સિંહની NBAમાં ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવતા તેમના શુભેચ્છો ખુશી મનાઇ રહ્યા છે. નોંધનીય છે કે સતનામ સિંહે તેવા પહેલા ભારતીય ખેલાડી છે જેમનું આ બાસ્કેટ બોલ ટીમમાં સંમેલિત કરવામાં આવ્યા હોય.

ઇદની રોનકમાં ડૂબ્યો હૈદરાબાદનો ચાર મિનાર

ઇદની રોનકમાં ડૂબ્યો હૈદરાબાદનો ચાર મિનાર

શુક્રવારે, હૈદરાબાદના ચાર મિનાર પાસે રમઝાન નાઇટ બઝારની રોનક.

જ્યારે ખેડૂતોની મદદે આવ્યા આશા ભોંસલે

જ્યારે ખેડૂતોની મદદે આવ્યા આશા ભોંસલે

શુક્રવારે, મુંબઇમાં વિદ્રર્ભના પછાત ખેડૂતોના પરિવારને મદદ કરવા માટે એનજીઓ "મદદ" દ્વારા આયોજીત કરવામાં આવેલ કાર્યક્રમમાં જાણીતી બોલીવૂડ ગાયિકા આશા ભોંસલે અને અભિનેત્રી પૂનમ ધિલ્લોને હાજરી આપી હતી.

English summary
27 June: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X