For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેડમિન્ટન સ્ટાર સાનિયા નેહવાલ બની વર્લ્ડ નંબર 1

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

બેડમિન્ટન સ્ટાર સાનિયા નેહવાલ બની વર્લ્ડ નંબર 1

બેડમિન્ટન સ્ટાર સાનિયા નેહવાલ બની વર્લ્ડ નંબર 1

સાનિયા ભારતની પહેલી એવી મહિલા છે જેમને આ સ્થાન મળ્યું છે. આજે સાનિયાએ ઇન્ડિયન ઓપન ટૂર્નામેન્ટમાં કેરોલિન મેરિનને હરાવી જીત્યું બેડમિન્ટન વર્લ્ડ રેંકિંગમાં પ્રથમ નંબરનું સ્થાન મેળવ્યું છે.

આપે યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને ખદેડ્યા

આપે યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને ખદેડ્યા

આમ આદમી પાર્ટીની રાષ્ટ્રિય પરિષદની બેઠકમાં લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય. 200 સદસ્યોએ વોટ નાંખી યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને પાર્ટીથી કર્યા બહાર. વધુમાં પ્રોફેસર આનંદ કુમાર અને અજીત ઝાને પણ પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા છે.

વારાણસી

વારાણસી

વારાણસીમાં કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલી અને જાણીતા સંત મોરારી બાપુએ જલ શવ વાહિની બોટનું ઉદ્ધાટન કર્યું.

અમૃતસર

અમૃતસર

અમૃતસરમાં બીએસએફના જવાનોએ પકડ્યું અંદાજીત 120 કરોડનું હિરોઇન. જવાનોએ 24 કિલોગ્રામ હેરાઇન અમૃતસરના એક સ્મગલર પાસેથી ઝડપ્યું છે.

કોલકત્તા

કોલકત્તા

કોલકત્તામાં રામ નવમી ઉત્સવ દરમિયાન કુમારી પૂજા માટે સજેલી બે નાનકડી છોકરીઓ.

બોલિવુડ

બોલિવુડ

બોલિવુડ એકટ્રેસ કંગના રાણાવતે કર્યું રેમ્પ વોક. મુંબઇમાં બિરલા સેલ્યુલોઝ લિવાના લોન્ચ કાર્યક્રમમાં કંગના બની શો સ્ટોપર.

રામગઢ

રામગઢ

ઝારખંડના રામગઢ જિલ્લાના રજરપ્પા વિસ્તારમાં વિજળી પડવા એક ધર જમીનદોસ્ત થઇ ગયું.

ભારત રત્ન

ભારત રત્ન

રાષ્ટ્રપતિ પ્રણવ મુર્ખર્જીએ તોડ્યો પ્રોટોકોલ. ભારત રત્ન આપવા પહોંચ્યા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના ધરે. વાજપાઇજીને સન્માનિત કર્યા ભારત રત્નથી.

શ્રીનગર

શ્રીનગર

જમ્મુ શ્રીનગરના રાષ્ટ્રિય રાજમાર્ગ પર આજે પણ રહી વાહનોની અવર જવર બંધ. અહીં ભૂખલન થતા રોડની સફાઇ અને રિપેરીંગ રસ્તો કરવામાં આવ્યો બંધ

અટલ બિહારી વાજપાઇ

અટલ બિહારી વાજપાઇ

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇને ભારત રત્ન મળ્યા બાદ ભારતભરમાંથી તેમને શુભેચ્છાઓ પાઠવામાં આવી. મિઝાપુરમાં શાળાના વિદ્યાર્થીઓએ તાળીના ગડગડાટ સાથે વધાવ્યા વાજપાઇજીની આ ખુશીને વધાવી.

નવી દિલ્હી

નવી દિલ્હી

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ છઠ્ઠા વિધાનસભાના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા.

અલ્હાબાદમાં થઇ ટ્રેન દુર્ધટના.

અલ્હાબાદમાં થઇ ટ્રેન દુર્ધટના.

અલ્હાબાદમાં થઇ ટ્રેન દુર્ધટના. નાઇની રેલ્વે સ્ટેશન પાસે શુક્રવારે સાકેત એક્સપ્રેસના સ્લિપિંગ કોચમાં લાગી આગ. શાર્ટ સર્કિટથી લાગેલી આ આગે ટ્રેનના બે ડબ્બા બાળી નાખ્યાં. જો કે આ ધટનામાં કોઇ જાનહાની નથી થઇ.

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગરમાં લાઇટ ઇન્ફન્ટ્રી રેજીમેન્ટલ કેન્દ્ર ખાતે ન્યૂ આર્મી ભરતી નિમિત્તે આઉટ પરેડ દરમિયાન શપથ લેવાઇ. આ શપથવિધિમાં 183 જવાનોની ભર્તી કરવામાં આવી.

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનવમીના પાવન અવસર પર તમામ ભારતીયોને પાઠવી શુભેચ્છા.

અભિનવ નાગોરી

અભિનવ નાગોરી

મંગળવારે ગોવાના દરિયાકિનારે દુર્ધટનાગ્રસ્ત થયેલા નૌકાદળના વિમાનના લાપ્તા નેવી ઓફિસર, લેફ્ટનન્ટ અભિનવ નાગોરીનું શબ શુક્રવારે સર્ચ ટીમને મળી ગયું છે.

ભોપાલ

ભોપાલ

ભોપાલમાં વરસાદ અને કરાના તોફાનથી પિડિત ખેડૂતોના વળતર માટે ક્રોંગ્રેસી નેતા સત્યદેવ કતારે અને અન્ય નેતાઓ પાછલા 3 દિવસથી અનિશ્ચિત ભૂખહડતાલ પર છે. જેના પગલે ક્રાંગ્રેસ મહામંત્રી દિગ્વિજય સિંહે આજે તેમને શરબત આપી તેમની હડતાલ તોડાવી.

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પાવર પ્રોજેક્ટ મામલે શુક્રવારે ધાંધલ થતા વિધાયકો હાથાપાઇ પર ઉતરી ગયા. જેના પગલે સદનની કાર્યવાહી સ્થગિત કરવી પડી.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી અખિલ ભારતીય સેવા અભિયાન ટીમને મળ્યા હતા. નોંધનીય છે કે આ IAS અધિકારીએ ટીમ મોઉન્ટ એવરેસ્ટ સર કરવાની છે. વડાપ્રધાને ટીમના સભ્યોને સુખદ યાત્રા અને સફળ થવા માટે શુભેચ્છા પાઠવી હતી.

DMRC

DMRC

DMRCના એમડી માનગુ સિંહ અને અન્ય અધિકારીઓએ શુક્રવારે દેશમાં મેટ્રો ટ્રેન ઉત્પાદન માટે ઉપલબ્ધ સુવિધાની મુલાકાત લીધી હતી.

મુંબઇ

મુંબઇ

મુંબઇમાં શુક્રવારે વર્લ્ડ મોટર સ્પોર્ટમાં મહિલાઓની ભૂમિકા જેવા વિષયની ચર્ચામાં ભૂતપૂર્વ ફ્રેન્ચ મહિલા ડ્રાઇવર માઇકેલ માઉટને લોકો સમક્ષ પોતાના અનુભવો કહ્યા.

English summary
28 March: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X