For Quick Alerts
For Daily Alerts
2જી કેસ : ટીના અંબાણીએ દિલ્હી કોર્ટમાં અરજી કરી
નવી દિલ્હી, 19 ઓગસ્ટ : 2G સ્પેક્ટ્રમ ફાળવણી કેસમાં આવતી ૨૩ ઓગસ્ટે સીબીઆઈના સાક્ષી તરીકે કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી બાકાત રાખવાની વિનંતી કરતી અરજી ટીના અંબાણીએ આજે દિલ્હીની એક કોર્ટમાં નોંધાવી છે.
દિલ્હીની એક કોર્ટે 2G કેસમાં ફરિયાદી પક્ષ સીબીઆઈના સાક્ષીદાર તરીકે રિલાયન્સ એડીએજી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને 22 ઓગસ્ટે અને તેમના પત્ની ટીના અંબાણીને 23 ઓગસ્ટે હાજર થવાનું ગયા મહિને ફરમાન કર્યું હતું.
સીબીઆઈની કોર્ટમાં એવી દલીલ હતી કે અનિલ અંબાણીના ગ્રુપની કંપનીઓએ સ્વાન ટેલિકોમમાં કરેલા રૂપિયા 990 કરોડના કથિત મૂડીરોકાણના મામલે અનિલ અને ટીના અંબાણીની જુબાની કેસમાં કંઈક પ્રકાશ પાડી શકશે. સ્વાન ટેલિકોમ કંપની અને તેના પ્રમોટર્સ શાહિદ બલવા તથા વિનોદ ગોએન્કા સામે આ કેસમાં મુકદ્દમો ચાલે છે.