For Quick Alerts
For Daily Alerts
જેપીસી સામે હાજર થવાની માંગને ઠોકર મારતા પ્રધાનમંત્રી
નવી દિલ્હી, 3 એપ્રિલ: પ્રધાનમંત્રી મનમોહનસિંહે 2જી મામલામાં જેપીસીની સામે હાજર થવાની માંગને રદીયો આપી દીધો છે. યશવંત સિન્હાને ચિઠ્ઠી લખીને તેમણે આનો જવાબ આપ્યો છે. પ્રધાનમંત્રી મનમોહનસિંહે ચીઠ્ઠીમાં લખ્યું છે કે તેમની પાસે છૂપાવવા માટે કઇ નથી, બધા જ દસ્તાવેજો જેપીસી પાસે જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે 2જી સ્પેક્ટ્રમ ઘોટાળાની તપાસ કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિના બીજેપી સભ્ય યશવંત સિન્હાએ પ્રધાનમંત્રીને સોમવારે પત્ર લખ્યો હતો અને તેમને આગ્રહ કર્યો હતો કે તેઓ આ સમિતિ સમક્ષ હાજર રહે.
યશવંત સિન્હાએ પીએમને લખેલા પત્રમાં 2જી ઘોટાળાના આરોપી અને એ રાજા દ્વારા તેમની પર લગાવવામાં આવેલા આરોપોનો હવાલો આપતા જણાવ્યું કે આ આરોપો પર પોતાની સ્પષ્ટતા માટે તેઓ સમિતિ સામે હાજર થાય.
યશવંત સિન્હાએ મંગળવારે જેપીસીની કાર્યવાહીને વિવાદાસ્પદ ગણાવી હતી, તેમજ કોંગ્રેસે સિન્હાના આ નિવેદનને ખોટું ગણાવ્યું હતું. જોકે સિન્હાના આરોપોને જેપીસીના અધ્યક્ષ પી.સી ચાકોએ આને રાજનૈતિક ચાલબાજી ગણાવી હતી.