
2G કૌભાંડ અને તેના નિર્ણયથી જોડાયેલી 8 મોટી વાતો
યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા 2જી કૌભાંડ મામલે ગુરુવારે કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવીને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. નોંધનીય છે કે 2જી કૌભાંડ મામલે સીબીઆઇમાં ત્રણ કેસ દાખલ હતા. આ ત્રણેય કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સીબીઆઇની વિશેષ કોર્ટે આ નિર્ણય આપીને તમામ લોકોને ચોંકાવી દીધા છે. ત્યારે આ કેસને લગતી મોટી અને મહત્વની વાતો વિગતવાર જાણો અહીં...

2જી કૌભાંડ
1. ટેલીકોમ સેક્ટરનું આ સૌથી મોટું કૌભાંડ હતું. તે સમયે 1 લાખ 76 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેમ મનાતું હતું. પણ હવે સીબીઆઇ કોર્ટે આ તમામ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
2. કોર્ટે કૌભાંડમાં પૂર્વ દૂરસંચાર મંત્રી, એ રાજા અને ડીએમકે સાંસદ કનિમોઝી, પૂર્વ ટેલીકોમ સચિવ સિદ્ધાર્થ બેહુરા, એ. રાજાના તત્કાલીન નીજી સચિવ આર કે ચંદોલિયા, સ્વાન ટેલીકોમના પ્રમોટર શાહિદ ઉસ્માન બલવા, વિનોદ ગોયનકા, યુનિટેક કે એમડી સંજય ચંદ્રા, કુશેગાંવ ફ્રૂટ્સ એવ વેજિટેબલના આસિફ બવલા, રાજીવ અગ્રવાલ, શરુદ કુમાર અને સિનેયુગ ફિલ્મના કરીમ મોરાનીની સાથે રિલાયન્સના ગૌતમ જોશી, સુરેન્દ્ર પિપારા, હરિ નૈયર સમેત કુલ 17 થી 18 લોકો સામે આરોપ લાગ્યા છે.

આવું કોઇ કૌભાંડ થયું જ નથી !
3. એ રાજાના વકીલ, મનુ શર્માએ જણાવ્યું કે કોર્ટે તેવું જાણ્યું છે કે 2જી ફાળવણીમાં કોઇ રીતનું કૌભાંડ જ નથી થયું. સીબીઆઇ કોર્ટમાં આરોપ સિદ્ધ કરવા માટે સરકારી વકીલે કોઇ પુખ્ત પુરાવા પણ રજૂ ના કરી શકી. જેના કારણે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
4. આ નિર્ણય પછી સીબીઆઇ પર પણ સવાલ ઊભા થયા છે. કારણ કે કોર્ટે કહ્યું કે સીબીઆઇના આરોપોમાં દમ નથી. તેમ પણ થયું કે છેલ્લે સુધી સીબીઆઇને કોઇ પુરાવા નથી મળ્યા.

તમામ છે નિર્દોષ
5. નિર્ણય સાંભળ્યા પછી કનુમોઝીએ કહ્યું કે સીબીઆઇ કેસ હારી ગઇ, અમે મુક્ત થઇ ગયા. સત્યમેવ જયતે.
6. આ નિર્ણય પછી કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે મે પહેલા જ કહ્યું હતું કે 2જી ફળવણીમાં કોઇ કૌભાંડ નથી થયું. આ એક જીરો લોસ છે. અને મારી વાત સાચી સાબિત થઇ છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીથી લઇને તમામ લોકોએ મારી પર આ અંગે ટિપ્પણી કરી હતી. ત્યારે આજે આ નિર્ણય પછી તેમને માફી માંગવી જોઇએ.

વિનોદ રાયની રિપોર્ટ પર સવાલ
7. કપિલ સિબ્બલે આ મામલે પૂર્વ સીએજી વિનોદ રાયની રિપોર્ટ પર પણ સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે વિનોદ રાયે 1 લાખ 76 હજાર કરોડ કૌભાંડનો ખોટો કેસ બનાવ્યો છે.
8. યુપીએ સરકારમાં નાણાં મંત્રી રહેલા પી ચિંદમ્બરમે પણ કહ્યું કે હવે જગજાહેર રીતે સાબિત થઇ ચૂક્યું છે કે 2જી ફાળવણી કેસમાં કોઇ જ રીતનું કૌભાંડ નથી થયું.