મહારાષ્ટ્રના સતારામાં 3.5ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જાણકારી આપી છે કે રવિવારે રાતે 9 વાગીને 33 મિનિટ પર સતારામાં ભૂકંપના હળવા ઝાટકા મહેસૂસ થયા. ભૂકંપના ઝાટકા તેજ નહોતા પરંતુ લોકોમાં દહેશત જોવામાં આવી અને લોકો ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપથી જાનમાલના નુકસાનના કોઇ અહેવાલ નથી. સતારામાં ગત મહિને 20 જૂને પણ ભૂકંપ આવ્યો હતો. સતારામાં 20 જૂને ભૂકંપના ઝાટકા મહેસૂસ કરાયા હતા.
એક દિવસ પહેલા જ શનિવારે આસામમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલોજી વિભાગ મુજબ ભૂકંપના આ ઝાટકા વહેલી સવારે 4.25 વાગ્યે આસામના હલકંડીમાં મહેસૂસ કરાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 નોંધાઇ ગઇ.
પાછલા કેટલાય દિવસોથી દેશના અલગ અલગ ભાગમાં સતત ભૂકંપના ઝાટકા મહેસૂસ કરવામાં આવી રહ્યા છે. જેનાથી પહેલાં શુક્રવારે અંદામાન નિકોબારમાં પણ ભૂકંપના ઝાટકા મહેસૂસ કરી દેવામાં આવ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ અંદામાન નિકોબારમાં બે વાર ભૂકંપ આ્યા. શુક્રવારે સવારે પણ અહીં ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ થયા.
જમ્મુ કાશ્મીરના કટારામાં પણ શુક્રવારે ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા. ભૂકંપના ઝાટકા પૂર્વી કટરાથી 88 કિમી દૂર મહેસૂસ કરાયા. નેશનલ સેટર ફોર સિસ્મલોજી મુજબ આજે સવારે 4.55 વાગ્યે આ ઝાટકા મહેસૂસ થયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 નોંધાઇ છે.
આજથી દિલ્હી AIIMSમાં કોરોના વાયરસની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ થશે