For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ACમાંથી ગેસ લીક થતાં એકજ પરિવારના 3 સભ્યોનાં મોત

ACમાંથી ગેસ લીક થતાં એકજ પરિવારના 3 સભ્યોનાં મોત

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં કમકમાટી છૂટી જાય તેવી ઘટના બની છે. એર કંડીશનમાંથી ગેસ લીક થવાને પગલે એકજ પરિવારના ત્રણ સભ્યો મૃત્યુ પામ્યા છે. મૃતકોમાં આઠ વર્ષની બાળકી અને તેના મા-બાપ સામેલ છે. પોલીસ મુજબ કોયમબેદૂનો આ પરિવાર તિરુવલ્લુવર નગરનો રહેવાસી હતો. પોલીસે હાલ મામલાની તપાસ હાથ ધરી છે, પરંતુ શરુઆતી તપાસમાં માલુમ પડી રહ્યું છે કે એસીનો ગેસ લીક થવાના કારણે આખો પરિવાર ખતમ થઈ ગયો.

ac

મંગળવારે જ્યારે એમના પરિવારના કોઈ સભ્યો ઘરની બહાર ન નીકળ્યા તો પાડીસીઓએ પોલીસને સૂચના આપી હતી. પોલીસે જ્યારે દરવાજો તોડ્યો તો ત્યાંથી ત્રણ મૃતદેહો મળ્યા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે દંપતિએ સોમવારે રાત્રે લાઈટ ચાલી ગયા બાદ એસી ચાલુ કર્યું હતું. એમણે કહ્યું કે ખરાબ એસીને કારણે ગેસ લીક થયો, જેનાથી આખો પરિવાર મોતના મોઢામાં ધકેલાઈ ગયો.

પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આવી જ એક ઘટના દિલ્હીના આદર્શનગરમાં ઘટી હતી, જ્યાં એસીનું કંપ્રેસર ફાટવાના કારણે એ સમયે રૂમમાં હાજર 9 અને 10 વર્ષના ભાઈ-બહેનનું મોત થયું હતું. એ સમયે ઘરમાં આ બાળકોના દાદી હતાં પણ માતા-પિતા ઘરની બહાર હતાં.

આ પણ વાંચો- મોડી રાતે દિલ્હીમાં પ્રવેશ કરી ખેડૂતોએ આંદોલન સમાપ્ત કર્યુ, કહ્યુ 'સરકાર વિફળ અમારી જીત'

English summary
3 Of A Chennai Family Die After Gas Leak From Air Conditioner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X