Cyclone Nisarga: મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ, તોફાનને કારણે 3 લોકોના મોત
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં તોફાન નિસર્ગ બાદ ત્યાં ભારે તબાહી મચી છે. આ તોફાનને કારણે પુણેમાં બે લોકોના મોત થયાં છે જ્યારે મહારાષ્ટ્ર વવિધ વિસ્તારોમાં ત્રણ લોકોના મોત થયાં છે. કેટલાય જાનવરો પણ આ વાવાઝોડાના લપેટામાં આવી ચૂક્યા છે. આ તબાહીથી લોકોને પણ ઘણું નુકસાન થયું છે. કેટલીય જગ્યાએ ઝાડ, વીજળીના થાંભલા પડી ગયા છે, ઘરોને નુકસાન થવાના અહેવાલ મળ્યા છે. જો કે આ તોફાને મુંબઈમાં બહુ નુકસાન નથી પહોંચાડ્યું.

મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના
તોફાન નિસર્ગ મુંબઈ તટથી ટકરાઈને કમજોર પડી ગયું છે. તેણે મુંબઈમાં કોઈ મોટું નુકસાન નથી પહંચાડ્યું. જો કે તોફાનના કારણે 3 લોકોના મોત થયાં છે. જેમાંથી બે લોકોના મોત પુણેમાં થાં છે. આ તફાનના કારણે મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદની સંભાવના જતાવવામાં આવી છે. ઉત્તર ભારતના કેટલાય વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે.

નિસર્ગના કારણે મહારા્ટ્રમાં 3નાં મોત
ચક્રવાત નિસર્ગ બુધવારે મુંબઈ નજીક પહોંચ્યું પરંતુ મુંબઈને આ વાવાઝોડાએ પ્રભાવિત નથી કર્યું અને સાંજે તે કમજોર પડી ગયું. આ તોફાનના કારણે અત્યાર સુધીમાં 3 લોકના મોત થયાં છે. નિસર્ગને પગલે 3 જૂનના રોજ પુણે જિલ્લામાં બે લોકોના મોત થયાં છે. જ્યારે બે જાનવર પણ તોફાનના લપેટામાં આવી ચૂક્યા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.
પુણેના ડેપ્યૂટી કલેક્ટર જયશ્રી કટારેએ જણાવ્યું કે નિસર્ગ તફાનના કારણે શહેરમાં કેટલીય જગ્યાએ વિજ સેવા બાધિત થઈ ગઈ છે. ઝાડ અને વીજળીના થાભલા પડવાના કારણે રસ્તા બ્લૉક થઈ ગયા છે. મુલશી તાલુકામાં વીજળીના ઝાટકાના કારણે બે જાનવરોના પણ મોત થયાં છે. પુણેના ખેડ તાલુકામાં ઘરની દીવાર પડતાં 65 વર્ષીય મહિલાનું મોત થયું છે. જ્યારે મહારાષ્ટ્રના રાયગઢના અલીબાગ વિસ્તારમાં વીજળીનો થાંભલો પડી જતાં 58 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે.

ગુજરાતમાં સ્થિતિ નિયંત્રિત
ગુજરાત આ તોફાનથી બચી ગયું છે. ગુજરાતના રાહત અધિકારી હર્ષદ પટેલે જાણકારી આપતા કહ્યું કે અરબી સમુદ્ર પાસે આવેલ વલસાડ અને નવસારી જિલ્લામાં હવાની ગતી સામાન્ય રહી. આ તોફાનના કારણે ગુજરાતમાં કોઈ ભારે તબાહીના અહેવાલ નથી. કોઈ અપ્રિય ઘટનાની સૂચના નથી મળી. સાઈક્લોનના કારણે વલસાડ અને નવસારીમાં બે મિલીમીટર અને સાત મિલીમીટર જેટલો વરસાદ થયો છે.
ફૂટબૉલ ગ્રાઉન્ડથી પણ મોટો ઉલ્કાપિંડ આજે પૃથ્વી પાસેથી પસાર થવાનો છે, નાસાએ આપી ચેતવણી