For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂતપૂર્વ રો પ્રમુખે કહ્યું કંઘાર કાંડ વખતે થઇ અનેક ભૂલો

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ભૂતપૂર્વ રો પ્રમુખે કહ્યું કંઘાર કાંડ વખતે થઇ અનેક ભૂલો

ભૂતપૂર્વ રો પ્રમુખે કહ્યું કંઘાર કાંડ વખતે થઇ અનેક ભૂલો

ભૂતપૂર્વ રોના પ્રમુખ એ.એસ દુલતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે 1999માં થયેલા કંઘાર કાંડમાં જમ્મુ કાશ્મીરના તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા આતંકીઓને છોડી મૂકવાના પક્ષમાં નહતા. વધુમાં તેમણે કહ્યું કે તે વખતે ક્રાઇસિસ મેનેજમેન્ટ અને સરકાર વચ્ચે કોઇ તાલમેલ પણ નહતો. અને ત્વરિત નિર્ણય લેવાની અક્ષમતાના કારણે આંતકીઓને ફાયદો થયો હતો. વધુમાં તેમણે 2002ના ગુજરાતના રમખાણોને વાજપાઇની ભૂલ પણ ગણાવી હતી.

સામાજીક, આર્થિક અને જાતીય જનગણનાના આંકડા રજૂ

સામાજીક, આર્થિક અને જાતીય જનગણનાના આંકડા રજૂ

આજે અરુણ જેટલીએ સામાજીક અને આર્થિક જનગણનાના આંકડા રજૂ કર્યા. સાથે જ જાતિ પ્રમાણેના આંકડા પણ રજૂ કરવામાં આવ્યા. આ પ્રકારની જનગણના 2011 બાદ હાલ કરવામાં આવી છે. ત્યારે આ આંકડા રજૂ કર્યા બાદ અરુણ જેટલીએ કહ્યું આ શાનદાર દસ્તાવેજના આધાર પણ ભારતની હકીકત ખબર પડશે.

આજથી મોબાઇલ નંબર પોર્ટેબિલિટી લાગુ થશે

આજથી મોબાઇલ નંબર પોર્ટેબિલિટી લાગુ થશે

આજથી મોબાઇલ નંબર પોર્ટેબિલિટી લાગુ થશે. એટલે કે હવે તમે એક રાજ્યથી બીજા રાજ્યમાં જશો તો તમારે તમારો મોબાઇલ નંબર નહીં બદલવો પડે. તમે જીવનભર એક જ મોબાઇલ નંબર રાખી શકો છો. હવે તમે કોઇ પણ કંપનીની સેવા લઇ શકો છો અને બદલી પણ શકો છો અને તે માટે તમારે નંબર ચેન્ઝ નહીં કરવો પડે.

અમરનાથ યાત્રા માર્ગ પર હથિયારોથી લેસ આંતકી ટોળી

અમરનાથ યાત્રા માર્ગ પર હથિયારોથી લેસ આંતકી ટોળી

કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદ્દીનમાં સામેલ થયેલા યુવાનોએ ફેસબુક પર પોતાની તસવીરો મૂકી છે. જે બાદ સુરક્ષાબળોની ઊંધ ઉડી ગઇ છે. જે વિસ્તારની આ તસવીરો છે તે દક્ષિણ કાશ્મીરનો ભાગ છે અને હાલ ત્યાં અમરનાથના યાત્રીઓ તીર્થયાત્રા પર નીકળ્યા છે. ત્યારે આર્મીના વેશમાં આ હથિયારબંધ યુવાનોની તપાસ હાલ તો તંત્રએ શરૂ કરી છે.

મોદીએ કહ્યું ફ્લાઇટ કેમ લેટ થઇ?

મોદીએ કહ્યું ફ્લાઇટ કેમ લેટ થઇ?

વીવીઆઇપી કલ્ચર અને ફ્લાઇટ લેટના વિવાદમાં ફસાયેલા મંત્રીઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ આંખ કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂનું નામ આ મામલે બહાર આવતા વડાપ્રધાને આ મામલે તપાસ બેસાડી છે. જે બાદ જમ્મુ કાશ્મીરના ઉપમુખ્યમંત્રી નિર્મલ સિંહ અને રિજિજૂને માફી માંગવી પડી હતી. વધુમાં કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ પણ માફી માંગી હતી.

અનંતનાગ જતા વખતે ગિલાનીની પોલિસે ધરપકડ કરી

અનંતનાગ જતા વખતે ગિલાનીની પોલિસે ધરપકડ કરી

શુક્રવારે, શ્રીનગરમાં અલગાવવાદી અને પાક સમર્થક નેતા સઇદ અલી શાહ ગિલાનીને અનંતનાગ જતા પોલિસે અટકાવ્યા. નોંધનીય છે કે ગિલાની અનંતનાગ એક રેલીને સંબોધવા જઇ રહ્યા હતા. જે અંગે તેમની અટકાયત કરવામાં આવી છે.

શિવસેનાનો ભાજપ પર વાર, એક વર્ષમાં આટલા વિવાદ!

શિવસેનાનો ભાજપ પર વાર, એક વર્ષમાં આટલા વિવાદ!

ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ભાજપને આડે હાથ લેતા સવાલ કર્યો છે કે માત્ર એક જ વર્ષમાં પાર્ટીના આટલા નેતાઓ વિવાદમાં કેવી રીતે ફસાઇ શકે. વધુમાં શિવસેના કહ્યું કે વીઆઇપી કલ્ચરના આરોપાથી ભાજપની સાથે શિવસેનાને પણ નુક્શાન થઇ રહ્યા છે. નોંધનીય છે કે શિવસેના મુખ્યપત્ર સામનામાં આ પર એક લેખ લખવામાં આવ્યો હતો.

માયાવતી કહ્યું ભાજપના નેતાઓને કહો સબસીડી છોડે

માયાવતી કહ્યું ભાજપના નેતાઓને કહો સબસીડી છોડે

બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતી કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની જનતાએ નકારવાનું શરૂ કર્યું છે. રસોઇ ગેસની સબસીડી છોડવાની વાત તેમણે કહ્યું કે સંપન્ન લોકોની વાત છોડો ભાજપના અનેક નેતા પણ હજી સુધી રાંધણ ગેસની સબસીડી છોડવા તૈયાર નથી.

રાજસ્થાનની સ્કૂલ બસ પર પડ્યો હાઇટેન્શન વાયર

રાજસ્થાનની સ્કૂલ બસ પર પડ્યો હાઇટેન્શન વાયર

રાજસ્થાનના ઘૌલપુરમાં એક સ્કૂલ બસ પર હાઇટેન્શન વાયર પડવાથી શાળાની ટિચર સમેત 18 બાળકો ઇજાગ્રસ્ત થયા છે. અને તે બાદ બસમાં આગ પણ લાગી હતી. જો કે તમામ લોકોને સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જેમાં ટિચરની હાલત ગંભીર છે.

કાશ્મીરમાં સેનાએ 4 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા

કાશ્મીરમાં સેનાએ 4 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા

ભારતીય સેનાએ આજે ઉરી સેક્ટરમાં આતંકીઓના ધૂસણખોરીના પ્રયાસને નાકામ કરી દીધું છે. જેમાં 4 આતંકીઓની મૃત્યુ થઇ છે અને સેનાના બે જવાનો ઇજાગ્રસ્ત થયા છે.

વધુ એક AAP નેતા નકલી ડિગ્રીમાં ફસાયા

વધુ એક AAP નેતા નકલી ડિગ્રીમાં ફસાયા

આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ફરી એક વાર વધી છે. ભૂતપૂર્વ કાનૂન પ્રધાન જિતેન્દ્ર તોમરની નકલી ડિગ્રીના વિવાદ બાદ આપની વિધાયક ભાવના ગૌડાની પણ ડિગ્રી નકલી છે તેવી વાત બહાર આવી છે. દિલ્હીના પાલમ વિધાનસભા સીટની વિધાયકે ચૂંટણી આયોગને ખોટી માહિતી આપી છે. જો કે ભાવનાનું કહેવું છે કે તેમની પર લાગેલા તમામ આરોપ ખોટા છે.

પીએમએ રાષ્ટ્રીય રાજમાર્ગ

પીએમએ રાષ્ટ્રીય રાજમાર્ગ

પરિયોજનાની સમીક્ષા કરી.
ગુરુવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાષ્ટ્રિય રાજમાર્ગ કાર્યક્રમની સમીક્ષા કરી.

જ્યારે ચાલુ ટ્રેને દિલ્હી રેવારી ટ્રેનનું એન્જિન ભડકે બળ્યું

જ્યારે ચાલુ ટ્રેને દિલ્હી રેવારી ટ્રેનનું એન્જિન ભડકે બળ્યું

ગુરુવારે, ગુડગાંવમાં દિલ્હી-રેવારી પેસેન્જર ટ્રેને નું એન્જિન હર્સરુ ગામ પાસે અચાનક જ ભડકે બળવા લાગ્યું.

હરિદ્વારમાં પોલિથિન વાપરશો તો...

હરિદ્વારમાં પોલિથિન વાપરશો તો...

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) દ્વારા હરિદ્વાર અને ઋષિકેશમાં પોલિથીનના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. વધુમાં પોલિથીનના વેચાણ પર 5 હજાર રૂપિયાનો દંડ પણ લગાવામાં આવ્યો છે.

દાર્જિલિંગમાં ભૂસ્ખલનની ભયાવહતા

દાર્જિલિંગમાં ભૂસ્ખલનની ભયાવહતા

ગુરુવારે, પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ વિસ્તારમાં પાછલા ત્રણ દિવસથી પડી રહેલ ભારે વર્ષાના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. ત્યારે દુડિયા વિસ્તારમાં ભૂસ્ખલનની ભયાવહતા બતાવતી આ તસવીર.

અમરનાથ બાદ રાજનાથે કરી હઝરતબાલની મુલાકાત

અમરનાથ બાદ રાજનાથે કરી હઝરતબાલની મુલાકાત

કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે અમરનાથમાં બાબાના દર્શન કર્યા બાદ શ્રીનગરના હઝરતબાલ મસ્જિદની મુલાકાત પણ લીધી હતી.

ડેનિસ અધિકારીઓ પહોંચ્યા દિલ્હી કોર્ટમાં

ડેનિસ અધિકારીઓ પહોંચ્યા દિલ્હી કોર્ટમાં

ગુરુવારે, દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં એક ડેનિસ મહિલા પર થયેલા ગેંગરેપમાં મહિલાનું સ્ટેટમેન્ટ લેવા માટે બે ડેનિશ પોલિસ અધિકારીઓ પહોંચ્યા હતા.

કોલકત્તામાં વિદ્યાર્થીઓ રોડ રોકી કર્યો વિરોધ

કોલકત્તામાં વિદ્યાર્થીઓ રોડ રોકી કર્યો વિરોધ

ગુરુવારે, કોલકત્તામાં SFIના સભ્યો અને ડાબેરી પક્ષના વિદ્યાર્થીઓએ કોલકત્તા યુનિવર્સિટીની સામેના રોડને રોકીને કર્યું વિરોધ પ્રદર્શન. તેમનો વિરોધ યુનિર્વસિટીના નોન ટિચીંગ સ્ટાફ અને રાજ્ય સરકાર માટે હતો.

કોલકત્તામાં વિદેશીઓએ રમ્યું ફૂટબોલ

કોલકત્તામાં વિદેશીઓએ રમ્યું ફૂટબોલ

કોલકત્તામાં વિદેશી એનજીઓના સભ્યોએ પછાત વર્ગના બાળકો સાથે બ્રિગ્રેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક ફૂટબોલની મેચ રમી.

ઘરમાં પાણી કે પાણીમાં ઘર!

ઘરમાં પાણી કે પાણીમાં ઘર!

આ તસવીર છે મુરાદાબાદની. જેમાં પૂર અને ભારે વરસાદ બાદ ગામ લોકોને તે નથી સમજાઇ રહ્યું કે તેમના ઘરમાં પાણી આવ્યું છે કે પછી તે પાણીવાળા ઘરની અંદર છે.

અમિતાબે આપી અમેરિકાની સ્વતંત્રતાની પાર્ટીમાં હાજરી

અમિતાબે આપી અમેરિકાની સ્વતંત્રતાની પાર્ટીમાં હાજરી

જાણીતા બોલીવૂડ સુપરસ્ટાર અમિતાબ બચ્ચને ગુરુવારે મુંબઇમાં અમેરિકાની સ્વતંત્રતાની 239મી વર્ષગાઠ નિમિત્તે યોજાયેલી એક પાર્ટીમાં હાજરી આપી. જેમાં અમેરિકા કોન્સ્યુલેટ જનરલ થોમસ અને મરિન અધિકારીઓ જોડે અમિતાબે તસવીર પડાવી.

English summary
3 July : Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X