• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓરિસ્સામાં મહિલાને નિર્વસ્ત્ર ફરેવી, ત્રણની ધરપકડ

|
girl
ભુવનેશ્વર, 13 ફેબ્રુઆરીઃ ઓરિસ્સામાં મંગળવારે ત્રણ મહિલાઓ અને એક વૃદ્ધને નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે, આ ત્રણેય ડાકણ છે. આ પહેલીવાર નથી થયું. પહેલા પણ ડાકણ બતાવીને મહિલાઓને અહીં નિર્વસ્ત્ર ફેરવવામાં આવી છે. આ કથિત ડાકણને બચાવવા માટે પોલીસ દરેક વખત આવે છે, પરંતુ સમાજના એ ઠેકેદારો ક્યારેય આવ્યા નહીં, જે રસ્તાઓ પર પ્રદર્શન દરમિયાન મોડે સુધી જાય છે.

ઓરિસ્સાના ગામોમાં મહિલાઓની સ્થિતિ ઘણી બદતર થઇ રહી છે. રાજધાનીથી માત્ર 450 કિમી દુર સબડેગ પ્રખંડમાં જે થયું છે તે સંપૂર્ણ રીતે અમાનવીય હતો. અહીં સુંદરગઢ જિલ્લાના એક ગામમાં ડાકણ બતાવીને ત્રણ મહિલાઓ અને એક વૃદ્ધને નિર્વસ્ત્ર ફેરવવામાં આવ્યા. કારણ, સાંભળીને તમારા હોશ ઉડી જશે. થોડા સમય પહેલા ગામમાં કેટલાક લોકો બિમાર થયા હતા. ગામવાસીએ કહ્યું કે આ ત્રણેય મહિલાઓ અને વૃદ્ધે તેમના પર જાદૂ ટોણા કર્યા છે.

આ વાતને કેન્દ્રમાં રાખીને ત્રણેયને ડાકણ કહેવામાં આવી, જો સમય પર પોલીસ ના પહોંચી હોત તો ગામવાસીઓએ આ ત્રણેયને મારી નાખવાની યોજના બનાવી લીધી હતી.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે જ્યારે આવી વારદાતો સામે આવે છે, તો સમાજના ઠેકેદાર કેમ આગળ આવતા નથી. દિલ્હીમાં બળાત્કાર થયો, આખા દેશમાં હલચલ મચી ગઇ. કાલે બેંગ્લોરમાં એક પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી. બાળકીના ગુપ્તાંગોમાં ઇજા પહોંચાડવામાં આવી, પરંતુ આજે ના તો મીડિયાને તેની ચિંતા છે કે ના તો તથાકથિત સમાજ સેવકોને. આ લોકો આગળ એટલા માટે નથી આવતા કારણ કે, ઓડિશામાં જેમને નિર્વસ્ત્ર ફેરવવામાં આવ્યા તે ગામની ગ્રામીણ મહિલાઓ હતી અને બેંગ્લોરમાં જેનો બળાત્કાર અને હત્યા થઇ તે ઘરોમાં કામ કરનારી નોકરાણીની પુત્રી હતી.

English summary
Three women and an old man were stripped in a village in Bhubhneswar. Police has done their duty and arrested three people. Now where are those people who got onto road while Gang rape protests.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more