ઓરિસ્સામાં મહિલાને નિર્વસ્ત્ર ફરેવી, ત્રણની ધરપકડ
ઓરિસ્સાના ગામોમાં મહિલાઓની સ્થિતિ ઘણી બદતર થઇ રહી છે. રાજધાનીથી માત્ર 450 કિમી દુર સબડેગ પ્રખંડમાં જે થયું છે તે સંપૂર્ણ રીતે અમાનવીય હતો. અહીં સુંદરગઢ જિલ્લાના એક ગામમાં ડાકણ બતાવીને ત્રણ મહિલાઓ અને એક વૃદ્ધને નિર્વસ્ત્ર ફેરવવામાં આવ્યા. કારણ, સાંભળીને તમારા હોશ ઉડી જશે. થોડા સમય પહેલા ગામમાં કેટલાક લોકો બિમાર થયા હતા. ગામવાસીએ કહ્યું કે આ ત્રણેય મહિલાઓ અને વૃદ્ધે તેમના પર જાદૂ ટોણા કર્યા છે.
આ વાતને કેન્દ્રમાં રાખીને ત્રણેયને ડાકણ કહેવામાં આવી, જો સમય પર પોલીસ ના પહોંચી હોત તો ગામવાસીઓએ આ ત્રણેયને મારી નાખવાની યોજના બનાવી લીધી હતી.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે જ્યારે આવી વારદાતો સામે આવે છે, તો સમાજના ઠેકેદાર કેમ આગળ આવતા નથી. દિલ્હીમાં બળાત્કાર થયો, આખા દેશમાં હલચલ મચી ગઇ. કાલે બેંગ્લોરમાં એક પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી. બાળકીના ગુપ્તાંગોમાં ઇજા પહોંચાડવામાં આવી, પરંતુ આજે ના તો મીડિયાને તેની ચિંતા છે કે ના તો તથાકથિત સમાજ સેવકોને. આ લોકો આગળ એટલા માટે નથી આવતા કારણ કે, ઓડિશામાં જેમને નિર્વસ્ત્ર ફેરવવામાં આવ્યા તે ગામની ગ્રામીણ મહિલાઓ હતી અને બેંગ્લોરમાં જેનો બળાત્કાર અને હત્યા થઇ તે ઘરોમાં કામ કરનારી નોકરાણીની પુત્રી હતી.