For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં દર વર્ષે 3 લાખ નવજાત ભેટે છે મોતને

By Super
|
Google Oneindia Gujarati News

Newborn
નવી દિલ્હી, 7 મેઃ ભારતમાં દર વર્ષે જન્મ બાદ 24 કલાકમાં જ 3 લાખ કરતા વધુ નવજાત શિશુ મૃત્યુંને ભેટતા હોવાનો ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે, અહેવાલ અનુસાર નવજાત શિશુનું મૃત્યુ ઇન્ફેક્શન અને અન્ય રોગના કારણે થાય છે.

તાજેતરમાં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ્સ મધર્સ રિપોર્ટના વાર્ષિક અહેવાલમાં વિશ્વભરની સરખામણીએ ભારતમાં 29 ટકા નવજાત શિશુનું મોત નીપજે છે. આ અહેવાલમાં 186 દેશોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે દર્શાવે છે કે, વિશ્વમાં પ્રથમ દિવસે મૃત્યુ પામતા બાળકોની સંખ્યા 40 ટકા છે તેમાંથી સાઉથ એશિયામાં 24 ટકા બાળકો મોતને ભેટે છે.

બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પ્રથમ દિવસે મૃત્યું પામતા બાળકોની સંખ્યા વધારે છે. બન્ને દેશોમાં અનુક્રમે 28 હજાર અને 60 હજાર બાળકો કુપોષણના કારણે મૃત્યું પામે છે. સેવ ધ ચિલ્ડ્રન ચેરેટિ કે જેના દ્વારા આ અહેવા રજૂ કરવામાં આવ્યો છે, તેના રીજનલ ડિરેક્ટર માઇક નોવેલે કહ્યું છે કે, પ્રોગ્રેસ થઇ રહી છે, પરંતુ ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જન્મના પ્રથમ દિવસે જ દરરોજ એક હજાર કરતા વધુ બાળકો મૃત્યું પામી રહ્યાં છે.

ચેરેટીએ ત્રણ મુખ્ય કારણો જાહેર કર્યા છે, જેના કારણે નવજાત શિશુનું મોત થાય છે, જેમાં જન્મ સમયે કૉમ્પ્લિકેશન, પ્રીમેચ્યોરિટી અને ઇન્ફેક્શન છે. અને લો કોસ્ટ, લાઇફ સેવિંગ ઇન્ટરવેન્શનને અપનાવવામાં આવે તો આ આંકડામાં 75 ટકા સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે.

English summary
More than 300,000 babies die within 24 hours of being born in India each year from infections and other preventable causes, a report said Tuesday, blaming a lack of political will and funding for the crisis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X