For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં હોળી પર ઝેરી દારુનુ તાંડવ, બે દિવસમાં ભાગલપુરમાં 17, બાંકામાં 12 અને મધેપુરામાં 3ના મોત

બિહારમાં એક તરફ જ્યાં હોળીના તહેવાર પર લોકોએ રંગ લગાવીને એકબીજા સાથે ઉજવણી કરી ત્યાં બીજી તરફ ઝેરી દારુએ બિહારના ઘણા ઘરોમાં શોક ફેલાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહારમાં એક તરફ જ્યાં હોળીના તહેવાર પર લોકોએ રંગ લગાવીને એકબીજા સાથે ઉજવણી કરી ત્યાં બીજી તરફ ઝેરી દારુએ બિહારના ઘણા ઘરોમાં શોક ફેલાવી દીધો છે. મીડિયો રિપોર્ટસ મુજબ માત્ર ભાગલપુર જિલ્લામાં 17 લોકોના મોત થયા છે. વળી, બાંકામાં 12 લોકોએ દમ તોડી દીધો. આ ઉપરાંત મધેપુરામાં ત્રણ લોકોના મોત થઈ ગયા. આ ઉપરાંત ઘણા લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે.

death

ભાગલપુર જિલ્લાના સાહેબગંજ મોહલ્લામાં 4, નારાયણપુરમાં 4, ગોરાડીહમાં 3, કજરેલીમાં 3, મારુફચક, શાહકુંડ અને નવગછિયાા સાહૂ પરબત્તના બોડવા ગામમાં 1-1 મોત થયા છે. મૃતક બિનોદ રાયના દીકરી ચંદન રાયનુ કહેવુ છે કે દારુ પીવાથી તેના પિતાનુ મોત થયુ છે. વળી, ભાગલપુરના અભિષેકનુ કહેવુ છે કે દારુ પીધા બાદ તેને દેખાતુ નહોતુ. તેના ગામના જ મિથુમ યાદવ સાથે બેસીને તેણે વિદેશી દારુ પીધો હતો. આમાં મિથુનની તબિયત બગડવાથી તેનુ મોત થઈ ગયુ જ્યારે છોટૂને હવે કંઈ દેખાતુ નથી.

વળી, બાંકાના અમરપુર પોલિસ સ્ટેશન ક્ષેત્રના 6 ગામમાં 12 લોકોના મોત થઈ ગયા. સાથે જ મધેપુરામાં મુરલીગંજ પ્રખંડમાં 2 દિવસમાં 3 લોકોના મોત થઈ ગયા. જ્યારે લગભગ એક ડઝન લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. આમાંથી 2 લોકોની આંખની રોશની જતી રહી છે. બધાને પેટમાં દુઃખાવો, ઉલટી, શ્વાસ લેવામાં મુશ્કેલી, માથુ દુઃખવાની ફરિયાદ હતી.

English summary
32 person died due to liquor in bihar on holi festival
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X