For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 8 સ્ટેશન પાછળ અધધધ.. 3300 કરોડ ખર્ચાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેન માટે પ્રથમ તબક્કાની કામગીરીનો પ્રારંભ થયો છે.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેન માટે પ્રથમ તબક્કાની કામગીરીનો પ્રારંભ થયો છે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની પ્રાથમિક તબક્કાની જમીન સંપાદનની કામગીરી પૂરજોશમાં શરૂ થઇ ગઇ છે. બુલેટ ટ્રેન માટેનો એક્શન પ્લાન અને પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર થઇ ચુક્યો છે અને તેના આધારે નેશનલ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ લિમિટેડ કોર્પોરેશન કામગીરી બુલેટ ગતિએ આગળ ધપાવી રહ્યું છે. જ્યાં જમીન સંપાદિત કરવામાં આવનાર છે ત્યાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. ભરૂચ નજીક બુલેટ ટ્રેન માટેનું સ્ટેશન બનાવવામાં આવશે જે માટે અંદાજીત ૬૫.૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

બુલેટ ટ્રેન માટે 14 સ્ટોપેજ કરાશે

બુલેટ ટ્રેન માટે 14 સ્ટોપેજ કરાશે

અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૫૦૫ કિમીનો ટ્રેક તૈયાર કરવામાં આવશે. જેમાં આ રસ્તામાં વચ્ચે કુલ ૧૪ જેટલા સ્ટોપેજ ઉભા કરવામાં આવશે. ગુજરાતમાં કુલ આઠ રેલ્વે સ્ટેશન ઉભા કરવામાં આવશે તેની પાછળનો અંદાજીત ખર્ચ ૩૩૦૦ કરોડ ઉપરાંતનો આંકવામાં આવ્યો છે. ગુજરાતના આઠ જેટલા સ્ટેશન જ્યારે, છ જેટલા સ્ટેશન મહારાષ્ટ્રમાં આવેલા છે.

એક લાખથી વધુ વૃક્ષોનું નિકંદન થશે

એક લાખથી વધુ વૃક્ષોનું નિકંદન થશે

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત મુખ્ય સ્ટેશન છે. અમદાવાદ બુલેટ ટ્રેનનું સૌથી મોંઘું સ્ટેશન છે. અમદાવાદમાં ૨૨૦૯ કરોડના ખર્ચે સ્ટેશન તૈયાર કરવામાં આવશે. જ્યારે, વડોદરામાં ૬૧૮.૩૬ કરોડના ખર્ચે બુલેટ સ્ટેશન તથા સુરતમાં ૨૧૬.૫૮ કરોડના ખર્ચે રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. રાજયમાં બુલેટ ટ્રેનને લઇ ૧૪૫૧ પરિવારનું સ્થળાંતર થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે રાજ્યમાં ૧૬૯૧.૨૦ હેક્ટર જમીનને અસર થશે. ઉપરાંત આ પ્રોજેક્ટના કારણે ૧૪૫૧ પરિવારને સ્થળાંતર કરી અન્યત્ર સ્થાપિત કરવા પડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આસપાસ આવનારા ૬૮૧ હંગામી મકાનોને અસર થશે તો ૨૨૧ વાણિજ્યિક બાંધકામને અસર થનાર છે. પ્રોજેક્ટના કારણે રાજ્યમાં એક લાખથી વધુ વૃક્ષોનું નિકંદન થશે.

બુલેટ ટ્રેન માટે ૨૧ નદીઓ પર બ્રિજ બનશે

બુલેટ ટ્રેન માટે ૨૧ નદીઓ પર બ્રિજ બનશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના માટે રાજ્યની કુલ ૨૧ નદીઓ ઉપરથી આ બુલેટ ટ્રેન પસાર થશે. આ તમામ નાની મોટી નદીઓ ઉપર પીસી બોક્સ ગર્ડર બ્રિજ બનાવવામાં આવશે. બુલેટ ટ્રેન જમીનથી ઉંચાઇ ઉપર જ દોડાવવાનું આયોજન છે. ક્યાંય નીચે જમીન ઉપર આ ટ્રેન દોડશે નહીં તેવું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે.

English summary
bullet train rail project spent 3300 cr. for 8 rail stopage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X