For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર, ઝારખંડ અને યુપીમાં તોફાનનું તાંડવ, 35 ના મોત

સોમવારે રાત્રે આવેલા ભયંકર તોફાને બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં ભારે તબાહી મચાવી છે. આ તબાહીએ 35 લોકોના જીવ લીધા છે.

|
Google Oneindia Gujarati News

સોમવારે રાત્રે આવેલા ભયંકર તોફાને બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં ભારે તબાહી મચાવી છે. આ તબાહીએ 35 લોકોના જીવ લીધા છે. મૃતકોમાં બિહારના 17, ઝારખંડના 13 અને યુપીના 5 લોકો શામેલ છે. આ ઉપરાંત ઘણુ આર્થિક નુકશાન પણ થયુ છે.

તોફાને મચાવ્યો જબરદસ્ત ઉત્પાત

તોફાને મચાવ્યો જબરદસ્ત ઉત્પાત

તમને જણાવી દઈએ કે સોમવારે મોડી સાંજે આવેલા તોફાને આ વિસ્તારોમાં જબરદસ્ત ઉત્પાત મચાવ્યો છે. તોફાનના કારણે ઘણી જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા તો ઘણી જગ્યાએ વિજળીના થાંભલા ઉખડી ગયા. હાલમાં પણ ઘણી જગ્યાએ વિજળી ડૂલ છે.

ઝારખંડમાં તોફાનના કારણે 13 લોકોના મોત

ઝારખંડમાં તોફાનના કારણે 13 લોકોના મોત

તોફાનના કારણે સૌથી વધુ ખરાબ હાલત ઝારખંડની થઈ છે. અહીં તોફાને 13 લોકોના જીવ લીધા છે. વળી, બિહારના ઔરંગાબાદના દાઉદનગર, પૌથુ, રફીગંજ અને બંદેયા વિસ્તારમાં વિજળી પડવાને કારણે 5 લોકોના મોત નીપજ્યા છે. જેમાં ત્રણ મહિલા, એક યુવતી અને એક કિશોરનું મોત નીપજ્યુ છે.

ગયા અને કટિહારમાં ભારે તબાહી

ગયા અને કટિહારમાં ભારે તબાહી

ગયા અને કટિહારમાં ત્રણ-ત્રણ, મુંગેર અને નવાદામાં બે-બે અને રોહતાસમાં એકનું મોત થયુ છે. વળી, મુંગેરમાં વજ્રપાતથી બે બાળકોના મોત થઈ ગયા. પ્રશાસનનું કહેવુ છે કે આ વિસ્તારમાં મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે.

યુપીના ઉન્નાવમાં પાંચ મોત

યુપીના ઉન્નાવમાં પાંચ મોત

યુપીના ઉન્નાવમાં આ તોફાને પાંચ લોકોના જીવ લીધા છે. ઉન્નાવ જિલ્લાધિકારી રવિ કુમારે મીડિયાને જણાવ્યુ કે શાસનના નિર્દેશો અનુસાર મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે જ્યારે પીડિતોના ઈલાજની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ સહિત ભારતના ઘણા રાજ્યોમાં તોફાનનો કહેર વરસી ચૂક્યો છે. હાલમાં જ આવેલા તોફાન અને વિજળી પડવાને કારણે 100 થી વધુ લોકોને પોતાનો જીવ ગુમાવી પડ્યો હતો.

English summary
35 people dead bihar up jharkhand due heavy storm lightning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X