For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: રસ્તાની વચ્ચે દબંગ મહિલાએ ઓટો ડ્રાઈવરને ગોળી મારી

રસ્તાની વચ્ચે ઓટો ઉભી રાખીને રોડ પર વાત કરવું એક ઓટો ડ્રાઈવર માટે મુસીબતનો સબક બની ગયો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રસ્તાની વચ્ચે ઓટો ઉભી રાખીને રોડ પર વાત કરવું એક ઓટો ડ્રાઈવર માટે મુસીબતનો સબક બની ગયો. આખો મામલો ગુરુગ્રામના ભાવની એન્ક્લેવ વિસ્તારનો છે. અહીં સેક્ટર 9 પાસે બુધવારે સવારે એક ઓટો ડ્રાઈવર પોતાનો ઓટો પાર્ક કરીને ફોન પર વાત કરી રહ્યો હતો. તે દરમિયાન એક મહિલા સ્કુટી પર આવી અને તેને ઓટો ડ્રાઈવરને તેનો ઓટો હટાવવા માટે કહ્યું. આ મામલે મહિલા અને ઓટો ડ્રાઈવર વચ્ચે વિવાદ થઇ ગયો. આ વિવાદ એટલો વધી ગયા કે તેને કોઈ કટ્ટો લઈને ઓટો ડ્રાઈવર પર ફાયરિંગ કરી દીધું. પરંતુ ગોળી ઓટો ડ્રાઈવરના કાન પાસેથી પસાર થઈને નીકળી ગયી. પોલીસે 35 વર્ષની મહિલાની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ઓટો ઉભો રાખીને ફોન પર વાત કરી રહ્યો હતો ઓટો ડ્રાઈવર

ઓટો ઉભો રાખીને ફોન પર વાત કરી રહ્યો હતો ઓટો ડ્રાઈવર

પોલીસે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલી મહિલાની ઓળખ સપના તરીકે થઇ છે. તેના પર આરોપ છે કે સુનિલ કટારીયા નામના ઓટો ડ્રાઈવર સાથે તેનો વિવાદ થયો. પોલીસે જણાવ્યું કે ઓટો ડ્રાઈવર ઓટો ઉભો રાખીને ફોન પર વાત કરી રહ્યો હતો. તે દરમિયાન સપના સ્કુટરથી પોતાના ઘરેથી આવી રહી હતી. તેને ઓટો ડ્રાઈવરને હટવા માટે કહ્યું, જેને કારણે બંને વચ્ચે વિવાદ વધી ગયો.

મહિલાએ ઓટો હટાવવા માટે કહ્યું

મહિલાએ ઓટો હટાવવા માટે કહ્યું

આખા મામલાની જાંચ કરી રહેલા પોલીસે અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપી મહિલા અને ફરિયાદકર્તા ઓટો ડ્રાઈવર બંને પાડોશમાં જ રહે છે. પોલીસે જણાવ્યું કે સપના અને ઓટો ડ્રાઈવર સુનિલ કટારીયા વચ્ચે શરુ થયેલો વિવાદ પાડોશીઓ ઘ્વારા વચ્ચે આવવાથી શાંત થઇ ગયો. પરંતુ સપના આ વિવાદથી ઘણી ગુસ્સે થયી હતી.

મહિલા તરફ કટ્ટો લઈને આવી અને ઓટો ડ્રાઈવર પર ગોળી ચલાવી

મહિલા તરફ કટ્ટો લઈને આવી અને ઓટો ડ્રાઈવર પર ગોળી ચલાવી

થોડા સમય પછી સપના પોતાના ઘરેથી કટ્ટો લઈને આવી અને તેને સુનિલ પર ગોળી ચલાવી દીધી. પરંતુ ગોળી ઓટો ડ્રાઈવરના કાન પાસેથી પસાર થઈને નીકળી ગયી. પોલીસે જણાવ્યું કે મહિલા વિરુદ્ધ આઇપીસી ઘ્વારા 323, 307 અને 337 અને આર્મ એક્ટ ધારા 25, 54 અને 59 હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

English summary
35 year woman arrested allegedly shooting auto rickshaw driver after fight over incorrect parking in Gurugram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X