• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના સંદિગ્ધનો આખા ગામે બહિષ્કાર કર્યો, યુવકે આત્મહત્યા કરી લીધી, ટેસ્ટમાં નેગેટિવ નીકળ્યો

|

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધીને 3374 થઈ ગયા છે જ્યારે 79 લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ દરમિયાન એવા કેટલાય લોકો પણ છે જે આ મહામારીને હરાવી સંપૂર્ણપણે ઠીક પણ થઈ ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટ મુજબ દેશભરમાં 267 લોકો કોરોના વાયરસથી ઠીક થઈ ઘરે જઈ ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસને લઈ દેશમાં કેટલાય પ્રકારની ખોટી ધારણાઓ છે, વધતા મામલાઓ વચ્ચે લોકોમાં આ મહામારીને લઈ ગેરસમજણ પણ વધતી જઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં રહેતો 37 વર્ષીય શખ્સ આવી જ ગેરસમજણનો શિકાર થયો અને તેણે આત્મહત્યા કરી લીધી.

સામાજિક બહિષ્કારથી તંગ આવી આપઘાત કર્યો

સામાજિક બહિષ્કારથી તંગ આવી આપઘાત કર્યો

જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના મામલા સામે આવ્યા બાદ ત્યાંના લોકોમાં ડર ફેલાઈ ચૂક્યો છે. કેટલાક ગામોમાં મહામારીને લઈ ગેરસમજણ અને કોટી અફવાઓ પણ ફેલાવાઈ રહી ચે જેને લોકો સાચી માની લે છે. આવો જ એક મામલો ઉત્તર પ્રદેશના બંગાગઢ ગામથી સામે આવ્યો છે જ્યાં એક કોરોનાના સંદિગ્ધ યુવકનો ગામવાળાઓએ સામાજિક બહિષ્કાર કરી દીધો જે બાદ યુવકે ફાંસી લગાવી આપઘાત કરી લીધો. જો કે જ્યારે યુવકનો ટેસ્ટ કરાવવામાં આવ્યો તો તેમાં કોરોના વાયરસનું સંક્રમણ નહોતું મળ્યું. મૃતક યુવકની ઓળખ દિલશાન મુહમ્મદના રૂપે થઈ છે.

શનિવારે જ ઘરે આવ્યો હતો

શનિવારે જ ઘરે આવ્યો હતો

પ્રાપ્ત જાણકારી મુજબ દિલશાન મુહમ્મદને તેના જ ગામ દ્વારા સામાજિક બહિષ્કકારનો સામનો કરવો પડી રહ્યો હતો. પોલીસ અધિકારી રાકેશ કુમારે જણાવ્યું કે દિલશાનને 2 એપ્રિલના રોજ ઉનાના એક ક્ષેત્રીય હોસ્પિટલમાં ક્વારંટાઈન કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે તબલીગી જમાતના મંડળીમાં સામેલ થયા બાદ બે વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. દિલ્હીના નિજામુદ્દીનથી સંબંધ હોવા બાદ દિલશાનનો ટેસ્ટ કરાવવામાં આવ્યો જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ શનિવારે તેને ઘરે પાછો છોડી દેવામાં આવ્યો હતો.

ગામવાળાઓએ અપમાન કર્યું હતું

ગામવાળાઓએ અપમાન કર્યું હતું

ડેરી ફાર્મ સાથે જોડાયેલ દિલશાનનો પરિવાર બાંગડ ગામમાં રહે છે જ્યાં મોટાભાગના ગુર્જર સમુદાયના લોકો રહે છે. તેમના પરિવારના હમાચલ સરકાર દ્વારા બીપીએલ પરિવારના રૂપમાં સૂચીબદ્ધ કરવામાં આવ્યો હતો. મોહમ્મદની મા ઉષા દેવીએ જણાવ્યું કે કોરોના સંદિગ્ધ જણાવવામાં આવ્યા બાદ ગામવાળા તેમના દીકરાનું અપમાન કરવા લાગ્યા હતા જેનાથી પરેશાન થઈ તેણે આપઘાત કરી લીધો.

ગામવાળાઓએ દૂધ લેવાનું બંધ કરી દીધું હતું

ઉષા દેવીએ જણાવ્યું કે રવિવારે સવારે તેણે નમાઝ અદા કરી, પરિવારના બધા સભ્યોને મળી અને પછી એક રૂમમાં અંદર ચાલ્યો ગયો. ઘણીવાર સુધી તે બહાર ના આવ્યો તો પરિવારના લોકોએ તેનો દરવાજો ખોલ્યો તો તેનો મૃતદેહ લટકેલી હાલતમાં હતો. મુહમ્મદની પત્ની અમરદીપે પણ પોતાના પતિનું અપમાન કરવા માટે ગ્રામીણોને દોષી ઠહેરાવ્યા. ઉષા દેવીએ જણાવ્યું કે ગામવાળાએ તેની પાસેથી દૂધ લેવાનું બંધ કરી દીધું હતું, મોહમ્મદની આવકનો એકમાત્ર સાધન દૂધ હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ થયા બાદ મામલો નોંધી લેવામાં આવશે.

Coronavirus: વુહાનની લેબમાં નથી બન્યો, ચીનના દાવા પર દુનિયાને વિશ્વાસ કેમ નથી થઈ રહ્યો

English summary
37-year-old man who was allegedly facing social boycott hanged himself in Himachal Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more