For Quick Alerts
For Daily Alerts
ચેન્નાઈ-મેંગ્લોર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 39 ઘાયલ
ચેન્નાઈ: તામિલનાડુના કડ્ડાલોરમાં શુક્રવારે વહેલી સવારે ચેન્નાઈ મેંગ્લોર એક્સપ્રેસના 4 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા. મળતા સમાચારો મુજબ 39 લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત શુક્રવારે વહેલી સવારે 2.30 કલાકે થયો હતો. હાલમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતુ કે રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુ પરિસ્થિતીનું નિરિક્ષણ કરી રહ્યાં છે. જો કે સવાર સુધીમાં કાટમાળને હટાવવામાં આવ્યો હતો. થોડા સમય માટે આ રૂટ પર ટ્રાફિક ખોરવાયો હતો. તો કેટલીક ટ્રેનને નજીકના સ્ટેશન પર રોકવામાં આવી હતી.