For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં 59 સીટ પર મતદાન શરૂ: અખિલેશ, શિવપાલ સહિત કેટલાય દિગ્ગજોનું ભવિષ્ય નક્કી થશે- જાણો 10 મહત્વની વાતો

યુપીમાં 59 સીટ પર મતદાન શરૂ: અખિલેશ, શિવપાલ સહિત કેટલાય દિગ્ગજોનું ભવિષ્ય નક્કી થશે- જાણો 10 મહત્વની વાતો

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું આજે ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આજે એટલે કે રવિવારે ઉત્તર પ્રદેશના 16 જિલ્લાની 59 સીટ પર મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત દિશા-નિર્દેશો બાદ ચૂંટણીના ત્રીજા તબક્કા માટે શુક્રવારે પ્રચાર સમાપ્ત થઈ ગયો હતો. યાદવ લેન્ડ કહેવાતા ઈટાવા, મૈનપુરી, ઔરૈયામાં પણ આજે વોટિંગ થશે. કરહાલ અને જસવંતનગર સીટ પર પણ આજે વોટિંગ થશે. આ બંને સીટ આ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં છે. કરહલથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે જસવંતનગરથી શિવપાલ યાદવ ચૂંટણી મેદાનમાં છે.

uttar pradesh

જાણો 10 મહત્વની વાતો

  • મતદાન આજે સવારે શરૂ થઈ ગયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 59 વિધાનસભા ક્ષેત્રોમાં 627 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 97 મહિલા ઉમેદવારો છે.
  • વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 2.16 કરોડથી વધુ મતદાતા 25,794 મતદાન કેન્દ્રો અને 15,557 મતદાન કેન્દ્રો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
  • મતદાન પર નજર રાખવા માટે આયોગ દ્વારા 52 સામાન્ય અધિકારી, 16 પોલીસ કર્મચારી અને 19 એક્સપેંડીચર અધિકારી પણ તહેનાત કર્યા છે.
  • આ ઉપરાંત 2235 સેક્ટર મેજિસ્ટ્રેટ, 273 જોનલ મેજિસ્ટ્રેટ, 832 સ્ટેટિક મેજિસ્ટ્રેટ અને 3069 માઇક્રો ઑબ્ઝર્વર પણ તહેનાત કર્યા છે. ત્રીજા તબક્કામાં 641 આદર્શ મતદાન કેન્દ્રો અને 129 તમામ મહિલા કાર્યકર્તા મતદાન કેન્દ્રો પર હશે.
  • ત્રીજા તબક્કાની વિધાનસભા ચૂંટણીમાં જે 16 જિલ્લામાં મતદાન થશે તેમાં- ઝાંસી, કાનપુર, દેહાત, કન્નૌઝ, ઔરિયા, એટા, ઈટાવા, ફરુખાબાદ, ફિરોઝાબાદ, હમીરપુર, હાથરસ, જાલૌન, કાનપુર નગર, કાસગંજ,ત લલિતપુર, મહોબા અને મૈનપુરી છે.
  • જે પ્રમુખ મતદાન ક્ષેત્રોમાં આજે ચૂંટણી થશે તેમાં કરહલ પણ શામે છે, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પોતાની પહેલી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.
  • ભાજપે અખિલેશ યાદવ વિરુદ્ધ કેન્દ્રીય કાનૂન અને ન્યાય રાજ્ય મંત્રી સત્ય પાલ સિંહ બધેલને ઉભા કર્યા છે.
  • અખિલેશના કાકા અને પ્રગતિશિલ સમાજવાદી પાર્ટી (લોહિયા) સુપ્રીમો શિવપાલ સિંહ યાદવ જસવંતનગર સીટથી ચૂંટણી લડી રહ્યા છે.
  • સાત તબક્કાની યુપી ચૂંટણીના બાકી ચાર તબક્કા માટે 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, અને 3 માર્ચ અને 7 માર્ચે મતદાન તશે. 10 માર્ચના રોજ મતગણતરી થશે.
  • ભાજપ અને સપા માટે આ તબક્કો બહુ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. 2017માં ભાજપે 59માંથી 49 સીટ જીતી હતી. ભાજપે બુંદેલખંડની તમામ 19 સીટ જીતી હતી.

English summary
3rd phase of uttar pradesh assembly election 2022- read 10 important facts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X