જમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જે માહિતી મળી રહી છે તે મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. જો કે ભૂકંપનુ કેન્દ્ર હજુ સુધી જાણી શકાયુ નથી. આમાં કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી. ઝટકા અનુભવાયા બાદ લોકોને ઘરોમાંથી બહાર નીકળી આવ્યા અને ઘણી વાર સુધી બહાર બેસી રહ્યા. લોકોમાં દહેશતનો માહોલ હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ થોડા દિવસોમાં જમ્મુ કાશ્મીરના અલગ અલગ ભાગોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
ઉલ્લેખનીય છે કે ગઈ 4 જુલાઈની સવારે કારગિલમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 હતી. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસોમાં ચાર વાર ભૂકંપ આવવાથી લોકોમાં ભયનો માહોલ બની ગયો છે. આ પહેલા 14થી 16 જૂન વચ્ચે ત્રણ વાર જમ્મુ કાશ્મીરની ધરતી ભૂકંપના કારણે હલી હતી. 16 જૂને આવેલા ભૂકંપની કેન્દ્ર પણ કટરાથી 85 કિલોમીટર પૂર્વમાં હતુ અને તીવ્રતા 3.9 માપવામાં આવી હતી.
16 જૂને સવારે 7 વાગે પણ મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 માપવામાં આવી. અધિકારીઓએ કહ્યુ કે સવારે ભૂકંપનુ કેન્દ્ર તજાકિસ્તાન ક્ષેત્રમાં હતુ અને તેનુ ઉંડાણ પૃથ્વીની સપાટીની અંદર 100 કિલોમીટર હતુ.
અમેરિકાએ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓ પર લગાવ્યો વિઝા પ્રતિબંધ