4 Day Week: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોદી સરકારનો પ્લાન શું છે? જાણો
કેન્દ્રીય કર્મચારીઓને અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ કરવું પડશે અને બાકીના ત્રણ દિવસ તેમને રજા મળશે. જેને લઈ લોકસભામાં પૂછવામાં આવેલા સવાલ પર કન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારેએ સરકારનો પક્ષ રાખતાં આ વિશે જાણકારી આપી છે.
કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં બુધવારે જણાવ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અઠવાડિયામાં ચાર કાર્યદિવસ અથવા તો અઠવાડિયામાં કામ કરવાના 40 કલાક નિર્ધારિત કરવાની સરકારની હજી કોઈ યોજના નથી.
શ્રમ મંત્રી સંતોષ ગંગવારે લોકસભામાં એક લેખિત જવામાં કહ્યું કે, "વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે અઠવાડિયામાં ચાર કાર્યદિવસ અથવા તો અઠવાડિયામાં 40 કલાક કરવાનો કોઈ પ્રસ્તાવ નથી."
મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના પ્રશાસનિક કાર્યાલયોમાં કામના દિવસ, રજા, કામના કલાકને કેન્દ્રીય વેતન આયોગની સંતુષ્ટિના આધારે લાગૂ કરવામાં આવે છે.
અત્યારે શું નિયમ છે?
ગંગવારેએ કહ્યું કે ચોથા કેન્દ્રીય પગાર પંચની ભલામણના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કામના કલાક નક્કી છે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે અઠવાડિયામાં 5 દિવસ અને દરરોજ 8.30 કલાક કામ કરવાનું હોય છે. આવી રીતે એક કર્મચારીએ અઠવાડિયામાં 42.30 કલાક કામ કરવાનું હોય છે. ચર્ચા હતી કે કામના કલાક ઘટાડીને સરકાર 40 કલાક કરવા જઈ રહી છે પરંતુ શ્રમ મંત્રીએ આવી કોઈપણ સંભાવના ફગાવી દીધી છે.
હવે વિદેશોમાં વધુ વેક્સીન નહિ મોકલે ભારત, કોરોનાના વધતા કેસો વચ્ચે ઘરેલુ માંગ પર પૂરુ ફોકસ
મંત્રીએ કહ્યું કે સાતમા પગાર પંચે પણ કામના કલાક અને કાર્યદિવસને લઈ પહેલાના વેતન પંચની ભલામણ લાગૂ કરવાની ભલામણ કરી છે. જેમાં કોઈ બદલાવ કરવાની સરકારની કોઈ ઈચ્છા નથી.