દેશમાં ઘૂસ્યા ISIના ચાર એજન્ટ, આતંકી હુમલાને અંજામ આપી શકે
નવી દિલ્હીઃ દેશમાં આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. સોમવારે જિલ્લા પ્રશાસને જાણકારી આપી છે કે પકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ચાર એજન્ટ અફઘાનિસ્તાનના પાસપોર્ટ પર ભારતમાં ઘૂસ્યા છે, જે બાદ સમગ્ર દેશમાં હાઈ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ હાઈ અલર્ટ રાજસ્થાન-ગુજરાત બોર્ડરની સાથે આખા દેશમાં લાગૂ કરવામાં આવ્યું છે. સિરોહીના એસપી કલ્યાણમલ મીણાએ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનને પણ અલર્ટ મોકલ્યું છે.
આ અલર્ટમાં કહેવામાં આવ્યું છે કે આઈએસઆઈના ચાર લોકો અફઘાનિસ્તાનના પાસપોર્ટ પર ભારતમાં ઘૂસ્યા છે, જેને પગલે દેશભરમાં હાઈ અલર્ટની સૂચના છે, જેમાં રાજસ્થાન, ગુજરાતની બોર્ડર પણ સામેલ છે. આ લોકો પાસે હથિયાર, દારુગોળા હોય શકે છે અને આ લોકો ગમે ત્યારે કોઈપણ આતંકી હુમલાને અંજામ આપી શકે છે. પોલીસને ભીડવાળા વિસ્તારો, હોટલ, બસ સ્ટેશન પર તપાસ અભિયાન ચલાવવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ પોલીસને એમ પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે ખાસ વિસ્તારોમાં ચેક પોઈન્ટ બનાવે અને દરેક સંદિગ્ધ ગાડી તથા વ્યક્તિ પર નજર રાખે, સાથે તેમની પૂછપરછ કરે.
Rajasthan: Countrywide alert sounded after group of 4 along ISI agent enter India
— ANI Digital (@ani_digital) August 19, 2019
Read @ANI story | https://t.co/wAuWgJ91XB pic.twitter.com/Zys1OofPOn
સંગીતકાર ખય્યામનું 93 વર્ષની વયે નિધન, 10 વર્ષની ઉંમરે છોડ્યુ હતુ ઘર