ગણપતિ વિસર્જન દરમિયાન 4 શખ્સ ડૂબ્યા, 1નું મોત
દેશભરમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન હચમચાવી નાખે તેવી એક ઘટના બની છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગણપતિ વિસર્જન દરમિયાન 4 યુવક નદીમાં ડૂબ્યા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ તરવૈયાઓએ એક શખ્સનો મૃતદેહ પાણીની બહાર કાઢી લીધો છે જ્યારે ત્રણ શખ્સ હજુ લાપતા છે. ત્રણેય શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ આ યુવકો હરદોઈ બાઈપાસ પાસે ઘૈલા પુલ પાસે ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબ્યા હતા.

ડીજેના અવાજમાં ચીખો ન સંભળાઈ
જાણકારી મુજબ ગણેશ પૂજા બાદ લોકો સાંજે પાંચ વાગ્યે ગણપતિ વિસર્જન કરવા માટે ગોમતી નદીમાં ગયા હતા. આ દરમિયાન ગણેશજીની વજનદાર મૂર્તિને નદીમાં વિસર્જિત કરવા માટે કેટલક યુવકો પાણીમાં ઉતરી મૂર્તિને ધક્કો લગાવી રહ્યા હતા. ત્યારે જ અચાનક મૂર્તિ નદીમાં પડી અને એક યુવક મૂર્તિ નીચે દબાઈ ગયો હતો. પરંતુ ડીજેના અવાજના કારણે યુવકની ચીખો ન સંભળાઈ શકી. પરંતુ થોડા સમય બાદ યુવકની શોધખોળ શરૂ કરી તો તે લાપતા હોવાનું માલુમ પડ્યું.

2 કલાક બાદ પોલીસ પહોંચી
મૂર્તિ વિસર્જનમાં રાજા નિષાદ, રાહુલ, નરેન્દ્ર અને વિશાલ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણકારી મળ્યાના 2 કલાક બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કેમક કરીને તરવૈયાઓએ વિશાલના દેહને શોધી કાઢ્યો હતો અને તેને ટ્રોમા સેન્ટર મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. પોલીસે લાપતા યુવકોની તપાસ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

યુવકોની શોધખોળ શરૂ
જ્યારે આવી જ એક ઘટના ગોમતી નદી સ્થિત ઘૈલા પુલની છે. જ્યાં પ્રીતિનગરના આયુષ પોતાના મિત્રો સાથે વિસર્જનમાં ગયો હતો. વિસર્જન બાદ તે પોતાના મિત્રો સાથે નદીમાં સ્નાન કરી રહ્યો હતો. સ્નાન કરીને બધા યુવકો બહાર આવ્યા પણ આયુષ લાપતા હતો. જે બાદ પોલીસ તેની પણ તપાસ હાથ ધરી છે.
મુખ્ય સચિવ સાથે મારપીટ કેસમાં કેજરીવાલ-સિસોદિયા ષડયંત્રના માસ્ટરમાઈન્ડ