અસદુદ્દીન ઓવૈસીની કાર પર 4 રાઉન્ડ ફાયરિંગ, એકની ધરપકડ, હથિયાર જપ્ત!
મેરઠ, 03 ફેબ્રુઆરી : AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મેરઠમાં ચૂંટણી કાર્યક્રમ બાદ દિલ્હી જતી વખતે તેમના વાહન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઓવૈસીના જણાવ્યા અનુસાર કુલ 3 થી 4 લોકો હતા, જેમાંથી 2 લોકોએ ગોળીબાર કર્યો હતો. વાહનનું ટાયર પંકચર થવાના કારણે ઓવૈસીને અન્ય વાહનથી જવું પડ્યું હતું. એસપી હાપુર દીપક ભુકરે જણાવ્યું કે અસદુદ્દીન ઓવૈસીની કાર પર હુમલા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આ કેસમાં એક શંકાસ્પદની અટકાયત કરી. હથિયારો પણ મળી આવ્યા છે. તેનો એક સાથી ભાગી ગયો છે, તેની શોધખોળ ચાલુ છે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, હું કિથોર, મેરઠ (યુપી)માં ચૂંટણી કાર્યક્રમ બાદ દિલ્હી જઈ રહ્યો હતો. છીઝારસી ટોલ પ્લાઝા પાસે 2 લોકોએ મારી કાર પર 3-4 રાઉન્ડ ફાયરિંગ કર્યું; તેઓ કુલ 3-4 લોકો હતા. મારી કારના ટાયર પંકચર થઈ ગયા, હું ત્યાંથી બીજા વાહનમાં નીકળ્યો, એવું કેવી રીતે બની શકે કે એક સાંસદ પર 4 રાઉન્ડ ફાયર કરવામાં આવે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે એડિશનલ એસપી સાથે વાત થઈ છે, તેમણે કહ્યું છે કે એક વ્યક્તિ પકડાઈ ગયો છે, હથિયાર પણ મળી આવ્યા છે. અમે ચૂંટણી પંચને આ મામલે સ્વતંત્ર તપાસ કરવા વિનંતી કરીએ છીએ. આ મામલામાં એસપી હાપુર દીપક ભુકરે કહ્યું કે અસદુદ્દીન ઓવૈસીની કાર પર હુમલા બાદ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને આ કેસમાં એક શંકાસ્પદની અટકાયત કરી. હથિયારો પણ મળી આવ્યા છે. તેનો એક સાથી ભાગી ગયો છે, તેની શોધખોળ ચાલુ છે.
હૈદરાબાદના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ભાગીદારી પરિવર્તન મોરચા સાથે ગઠબંધન કરીને યુપીમાં વિધાનસભા ચૂંટણી લડી રહી છે. અસદુદ્દીન ઓવૈસી પશ્ચિમ યુપીના ઘણા જિલ્લાઓમાં સતત પ્રચાર કરી રહ્યા છે. પશ્ચિમ યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરીએ થવાનું છે.