• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પટના સીરિયલ બ્લાસ્ટ કેસમાં 4ને ફાંસીની સજા:NIA કોર્ટે 2 આતંકવાદીને આજીવન કેદ, 2ને 10 વર્ષની સજા

|
Google Oneindia Gujarati News

NIA કોર્ટે પટનાના ગાંધી મેદાનમાં 8 વર્ષ અગાઉ થયેલા સિરિયલ બોમ્બ વિસ્ફોટ કેસમાં નવ આતંકવાદીઓને દોષી જાહેર કર્યા છે. NIA કોર્ટના વિશેષ ન્યાયાધીશ ગુરવિંદર સિંહે ચાર આતંકવાદીઓને ફાંસીની સજા ફટકારી છે જ્યારે બેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બે દોષિતોને 10 વર્ષ અને એકને સાત વર્ષની સજા આપવામાં આવી છે. તત્કાલીન વડા પ્રધાન ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલીમાં બોમ્બ બ્લાસ્ટના સંદર્ભમાં જેલમાં બંધ 10 માંથી નવ આતંકવાદીઓને 27 ઓક્ટોબરે દોષી ઠેરવવામાં આવ્યા હતા.

આ ચાર આતંકવાદીઓને મળી ફાંસીની સજા

NIA કોર્ટે નોમાન અંસારી, હૈદર અલી ઉર્ફ બ્લેક બ્યૂટી, મો. મોઝિબુલ્લાહ અંસારી અને ઈમ્તિયાઝ અંસારી ઉર્ફ આલમને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ ઉમર સિદ્દિકી અને અઝહરુદ્દીનને ઉંમર કેદની સજા આપી છે. તમામ છ આતંકવાદીઓને IPCની કલમ 302, 120બી અને UAPA એક્ટ જેવી ગંભીર કલમો હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા. NIAના વિશેષ પીપી લલિત પ્રસાદ સિંહાએ તે બધા માટે ફાંસીની માગ કરી હતી. આ ઉપરાંત કોર્ટે અહમદ હુસૈન અને ફિરોઝ આલમ ઉર્ફે પપ્પુને 10 વર્ષ અને ઇફ્તિખાર આલમને સાત વર્ષની સજા ફટકારી છે. નોંધપાત્ર બાબત એ છે કે ઇફ્તિખારની સજા 7 વર્ષ પૂર્ણ થઈ ગઈ છે.
કોર્ટે કહ્યું કે જો કોઈ આતંકવાદીને આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવી હોય તો તે 30 દિવસની અંદર કરી લે, નહીંતો સજાનો આદેશ કન્ટીન્યૂ કરવામાં આવશે.
બચાવ પક્ષે પુનર્વસનની માંગ કરી હતી
અગાઉ બચાવ પક્ષના સલાહકાર સૈયદ ઇમરાન ગનીએ કોર્ટની બહાર કહ્યું હતું કે તેમણે આરોપીઓ માટે પુનર્વસનની માંગ કરી હતી. કારણ કે, સરકારી વકીલ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે કે તેમનું પુનર્વસન કરી શકાતું નથી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ઘણા ચુકાદાઓ છે જે કહે છે કે જે આરોપીઓ પાસે પુનર્વસનની સંભાવના છે તેમની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન કરવું જોઈએ.
27 ઓક્ટોબરે દોષી કરાર કરવામાં આવેલા 10માંથી 9 આરોપી
દોષિઓમાં 5 આતંકવાદી ગયાના મહાબોધિ મંદિરમાં થયેલા સિરીયલ બ્લાસ્ટનો પણ આરોપી છે. તે આ કેસની સજા પણ ભોગવી રહ્યો છે. કોર્ટે 27 ઓક્ટોબરે આ કેસમાં 10 માંથી 9 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. આરોપીને પટનાની બેઉર જેલમાં રાખવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં દોષિતોને દોષિત ઠેરવવાની જાહેરાત 1 નવેમ્બરે કરવામાં આવશે. જોકે, એક આરોપી અને ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના ફખરુદ્દીનને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. NIAએ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 11 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાં એક સગીર છે. તેનો કેસ જુવેનાઇલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
PM મોદીને માનવ બોમ્બથી ઉડાવાનો પ્લાન હતો
27 ઓક્ટોબર 2013એ પટનાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની હુંકાર રેલી હતી. આ રેલીમાં તે સમયના ભાજપના PM ઉમેદવાર અને વર્તમાનમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર હતાં. પ્રતિબંધિત સંગઠન સિમીના આતંકવાદીઓના નિશાને નરેન્દ્ર મોદી જ હતાં. આ NIAની તપાસ અને કોર્ટમાં રજૂ કરાયેલા પૂરાવાઓમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે.
આતંકવાદીઓનું ષડયંત્ર પહેલા માનવ બોમ્બથી નરેન્દ્ર મોદીને જ ટાર્ગેટ કરવાનું હતું. તેના માટે ઝારખંડમાં રાંચીના ધ્રુવા ડેમ પાસે આતંકવાદીઓએ ટ્રાયલ પણ કર્યું હતું, જે નિષ્ફળ રહ્યું હતું.
ગયા બ્લાસ્ટના આરોપીઓએ છત્તિસગઢમાં ષડયંત્ર રચ્યું હતું
ગયામાં મહાબોધિ મંદિર કેમ્પસમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ આતંકવાદીઓ છત્તિસગઢની રાજધાની રાયપુરમાં મળ્યા હતાં. ત્યાંજ આતંકી ઉમર સિદ્દીકી, અઝહરુદ્દીન અને હેદર અલીએ મળીને પટનાના ગાંધી મેદાન સીરિયલ બોમ્બ બ્લાસ્ટની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી.
બ્લાસ્ટમાં 6 લોકોનો જીવ ગયો, 89 ઈજાગ્રસ્ત થયા હતાં
હુંકાર રેલી દરમિયાન સીરિયલ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતાં. જ્યારે 89 લોકો ઈજાગ્રસત્ થયા હતાં. પાછલા 8 વર્ષથી આ કેસ સતત ચાલી રહ્યો હતો. કેસને અંતિમ નિર્ણય સુધી પહોંચાડવા એજન્સી NIAની ટીમ અને કોર્ટની અંદર એડવોકેટની ટીમને સખત મહેનત કરવી પડી. તેમની મહેનતનું પરિણામ આજે દરેકની સામે આવ્યું.
આતંકવાદી છત્તિસગઢ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડના રહેવાસી
જે 9 આતંકવાદીઓને પટના સીરિયલ બ્લાસ્ટ મામલે દોષિ કરાર કર્યા છે, તેમાં આતંકી ઉમેર સિદ્દીકી અને અઝહરુદ્દીન છત્તીસગઢના રાયપુરનો રહેવાસી હતો. જ્યારે અહમદ હુસૈન ઉત્તર પ્રદેશના મિરઝાપુરનો રહેવાસી છે. ઈમ્તિયાઝ અંસારી, મોઝિબુલ્લાહ, હૈદર અલી ઉર્ફ બ્લેક બ્યૂટી, નોમાન અંસારી, ફિરોઝ અલામ ઉર્ફ પપ્પૂ અને ઇફ્તિખાર આલમ ઝારખંડનો રેહવાસી છે.
એક નજરમાં બ્લાસ્ટ

  • પહલો બ્લાસ્ટ: સવારે 9:30 વાગ્યે પટના જંક્શનના પ્લેટફોર્મ નંબર 10ના શૌચાલયમાં
  • બીજો બ્લાસ્ટ: સવારે 11:40 વાગ્યે ગાંધી મેદાનની બહાર ઉદ્યોગ ભવન પાસે
  • ત્રીજો બ્લાસ્ટ: બપોરે 12:05 વાગ્યે ગાંધી મેદાનની બહાર રીજેન્ટ સિનેમા પાસે
  • ચોથો બ્લાસ્ટ: બપોરે 12:10 વાગ્યે ગાંધી મેદાનમાં બાપૂની જૂની મૂર્તિ પાસે
  • પાંચમો બ્લાસ્ટ: બપોરે 12:15 વાગ્યે ગાંધી મેદાનના પશ્ચિમી ભાગોમાં સ્ટેટ બેંકની પાસે
  • છઠ્ઠો બ્લાસ્ટ: બપોરે 12:20 વાગ્યે ગાંધી મેદાનના પશ્ચિમી ભાગમાં સ્ટેટ બેન્ક પાસે
  • સાતમો બ્લાસ્ટ: બપોરે 12:45 વાગ્યે ગાંધી મેદાન બહાર ચિલ્ડ્રન પાર્ક પાસે
English summary
4 sentenced to death in Patna serial blast case: NIA court sentences 2 terrorists to life imprisonment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X