For Quick Alerts
For Daily Alerts
26/11ની આજે ચોથી વરસી, ચુસ્ત સુરક્ષા વચ્ચે ભારતભરમાં શ્રદ્ધાંજલિ
મુંબઇ, 26 નવેમ્બર : વર્ષ 2008માં 26/11ના રોજ મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાની આજે ચોથી વરસી છે. આ પ્રસંગે આજે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરવામાં આવી છે. સાથે દેશમાં અનેક સ્થળોએ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
મુંબઇ હુમલાની ચોથી વરસીના પાંચ દિવસ પહેલા એટલે કે 21 નવેમ્બરે હુમલાના દોષિત પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને આપવામાં આવેલી ફાંસીને પગલે પાકિસ્તાને ધમકી આપી છે. જેથી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી છે. જેથી સામાન્ય લોકોને કોઇ મુશ્કેલીનો સામનો કરવો ના પડે.
આ માટે એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ્સ પર એક્સ્ટ્રા ચેક પોસ્ટ બનાવવામાં આવી છે. મુંબઇના તમામ મહત્વના સ્થળોએ નાકાબંધી કરવામાં આવી છે. મુંબઇમાં હુમલાની ચોથી વરસીની પૂર્વ સંધ્યાએ શહીદો અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે શાંતિ રેલી નીકાળવામાં આવી હતી.