For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના 4 વર્ષ પૂરા, જાણો કોણે શું કહ્યુ

કેન્દ્રની મોદી સરકારને આજે 4 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ અવસર પર મોદી સરકારે પોતાની ઉપલબ્ધિઓ ગણાવવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રની મોદી સરકારને આજે 4 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ અવસર પર મોદી સરકારે પોતાની ઉપલબ્ધિઓ ગણાવવાની તૈયારી કરી રહી છે. સરકારના ચાર વર્ષ પૂરા થવા પર પીએમ મોદી શનિવારે કટકમાં એક જનસભાને સંબોધશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પક્ષના મુખ્ય કાર્યાલય પર પત્રકાર પરિષદ યોજી સરકારના કામકાજ ગણાવ્યા. ભાજપના નેતૃત્વમાં એનડીએ ઉજવણીની તૈયારીમાં જોડાયુ અને આ અવસર પર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓના 4 વર્ષના કાર્યકાળને પણ દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યા છે.

દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ

દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ

ભાજપના નેતૃત્વમાં એનડીએ ઉજવણીની તૈયારીમાં જોડાયુ અને આ અવસર પર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓના 4 વર્ષના કાર્યકાળને પણ દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે મોદી સરકારના ચાર વર્ષ ઘણા મહત્વના રહ્યા છે. તેમણે કહ્યુ કે, "હું પ્રધાનમંત્રી મોદીને ચાર સફળ વર્ષો માટે અભિનંદન પાઠવુ છું. મને વિશ્વાસ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત એક વિશ્વ શક્તિ બનીને ઉભરશે. કોંગ્રેસે બીજી એક મોટી હાર માટે તૈયાર રહેવું પડશે."

સ્મૃતિ ઈરાનીએ 3.15 મિનિટનો વીડિયો કર્યો ટ્વિટ

સ્મૃતિ ઈરાનીએ 3.15 મિનિટનો વીડિયો કર્યો ટ્વિટ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ 3.15 મિનિટનો વીડિયો ટ્વિટ કર્યો, "આવી રહી છે મંઝિલ પાસે, સાફ નિયત સાચો વિકાસ. દેશનો વધતો જતો વિશ્વાસ, સાફ નિયત સાચો વિકાસ."

પિયુષ ગોયલ, "પારદર્શિતા અને જવાબદેહી સુનિશ્ચિત થઈ"
રેલમંત્રી પિયુષ ગોયલે કહ્યુ, "છેલ્લા ચાર વર્ષોમાં મોદી સરકારના નેતૃત્નમાં દેશનો સર્વાંગી વિકાસ થયો છે. પારદર્શિતા અને જવાબદેહી સુનિશ્ચિત થઈ છે, આર્થિક, સામાજિક અને વૈશ્ચિક સ્તર પર દેશ સશક્ત થયો છે અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર પર લોકોનો વિશ્વાસ વધ્યો છે."

અમિત શાહે કહ્યુ ભારતને ગૌરવાન્વિત કરનારી સરકાર

અમિત શાહે કહ્યુ ભારતને ગૌરવાન્વિત કરનારી સરકાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કર્યુ, "છેલ્લા 4 વર્ષોમાં દાયકાથી દૂર ગરીબ, વંચિત અને ખેડૂતોના દ્વાર સુધી સરકાર અને તેમની કલ્યાણકારી યોજનાઓને લઈ જઈને સંપૂર્ણ વિશ્વમાં ભારતને ગૌરવાન્વિત કરનારી મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળને અભિનંદન."

શિવરાજ સિંહ ચૌહાણે પણ પીએમ મોદીને અભિનંદન આપ્યા

શિવરાજ સિંહ ચૌહાણે પણ પીએમ મોદીને અભિનંદન આપ્યા

કેન્દ્રની ભાજપ સરકારના ચાર વર્ષ પૂરા થવાના અવસર પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા અને કહ્યુ, "નરેન્દ્ર મોદીના દૂરદર્શી તેમજ કુશળ નેતૃત્વમાં વિશ્વના સૌથી મોટા રાજકીય દળ ભાજપ તેમજ સહયોગી પક્ષોની એનડીએ સરકારના સફળ 4 વર્ષ પૂર્ણ થવા પર શુભકામનાઓ." ત્રિપુરાના સીએમ બિપ્લવ દેવે પણ અભિનંદન પાઠવતા ટ્વિટ કર્યુ, "ચાર વર્ષના શાસનમાં ભાજપ સરકારે વિકાસના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે અને દેશને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યુ છે."

English summary
4 years modi government bjp leaders praising schemes launched during regime
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X