For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના 4 વર્ષઃ વિજળીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ કાર્ય

કેન્દ્રની મોદી સરકારે 26 મે ના રોજ પોતાના કાર્યકાળના 4 વર્ષ પૂરા કરી લીધા છે. આ દરમિયાન ભારતના ગામોનું વિદ્યુતિકરણ કરવાના પ્રયાસમાં ઉર્જા મંત્રાલય મહદ અંશે સફળ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રની મોદી સરકારે 26 મે ના રોજ પોતાના કાર્યકાળના 4 વર્ષ પૂરા કરી લીધા છે. આ દરમિયાન ભારતના ગામોનું વિદ્યુતિકરણ કરવાના પ્રયાસમાં ઉર્જા મંત્રાલય મહદ અંશે સફળ રહ્યુ છે. મોદી સરકારે પોતાના ચાર વર્ષ પૂરા કરી લીધા છે ત્યારે એમ કહેવુ ખોટુ નહિ કહેવાય કે પિયુષ ગોયલ આધીન ઉર્જા મંત્રાલય અન્ય મંત્રાલયોથી ઘણુ આગળ રહ્યુ છે. પિયુષ ગોયલે કોલસા અને ઉર્જા ક્ષેત્રમાં ઘણુ સારુ કાર્ય કરીને દેશને વિજળી મામલે ઐતિહાસિક છલાંગ લગાવીને અલગ જ શ્રેણીમાં પહોંચાડી દીધું. કોલસાથી ઉર્જા પેદા કરવા મામલે આજે ભારતે ઘણો વિકાસ કરી લીધો છે.

597,464 ગામોમાં પહોંચી વિજળી

597,464 ગામોમાં પહોંચી વિજળી

ઓછા ભાવે એલઈડીઃ આ યોજના હેઠળ ઘરેલુ ગ્રાહકોને ઓછા ભાવે એલઈડી ઉપલપબ્ધ કરાવવી. જેમાં 77 કરોડ બલ્બ માર્ચ 2019 સુધી વિતરિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ હતુ. આ અંતર્ગત સીલિંગ ફેન અને ટ્યુબલાઈટ પણ રાખવામાં આવી હતી. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાઃ આ અંતર્ગત પીએમ મોદીનું લક્ષ્ય દેશના બધા ગામોમાં વિજળી પહોંચાડવાનું હતુ. બધાને વિજળી મળે એનું ધ્યાન રાખવામાં આવ્યુ. ઉર્જા મંત્રાલયના રિપોર્ટ અનુસાર, 597,464 ગામોમાંથી 597,464 એટલે કે 100% કામ પૂરુ થઈ ચૂક્યુ છે. દરેક ગામમાં વિજળી પહોંચાડવી, અબાધિત રૂપે સપ્લાય બધા ઘરોમાં જાય તે કોશિશ સફળ થતી દેખાઈ રહી છે.

પિયુષ ગોયલે વધુ સારુ કામ કર્યુ

પિયુષ ગોયલે વધુ સારુ કામ કર્યુ

ઉદય યોજનાઃ આ યોજનાનો ઉદ્દેશ્ય નાણાંકીય વર્ષ 2018-19 સુધી એટી અને સી નુકશાનને 15% અને એસીએસ-એઆરઆર ગેપ શૂન્યમાં લાવવાનું લક્ષ્ય છે. મંત્રાલયના રિપોર્ટ અનુસાર આ અત્યાર સુધીનો સૌથી વ્યાપક વિદ્યુત ક્ષેત્ર સુધાર રહ્યો છે.
ફીડર મીટરીંગઃ શહેરી ક્ષેત્રો અને ગ્રામીણ ક્ષેત્રોમાં 100%
ગ્રામીણ ફીડર ઑડિટઃ 100%
ફીડર અલગાવઃ 62%
બાંડઃ રૂ.2,32,163 કરોડ (86.29%; 16 રાજ્યોના ડેટા)
27 રાજ્યો/કેન્દ્રોમાંથી 25 નું ટેરિફ સંશોધન

એપથી મળે છે દરેક જાણકારી

એપથી મળે છે દરેક જાણકારી

સહજ વિજળી યોજનાઃ આ યોજના અંતર્ગત 4 કરોડ મફત વિજળી કનેક્શન ગરીબોને આપવાનું લક્ષ્ય.
સ્ટ્રીટ લાઈટ નેશનલ પ્રોગ્રામઃ 3.5 કરોડ સ્ટ્રીટ લાઈટ બદલવી જેનાથી 9,000 મિલિયન યુનિટની બચત અને 5500 કરોડ રૂપિયા વાર્ષિક બચત.
ગર્વ-11: એક એપ 20 ડિસેમ્બર 2016 ના રોજ લૉન્ચ કરી જે લગભગ 6 લાખ ગામોનો ડેટા હોસ્ટ કરે છે જેમાં 17 લાખથી વધુ આવાસ છે. આનાથી આ ગામોના પ્રત્યેક ઘરોમાં ઘરેલુ વિદ્યુતિકરણની પ્રગતિ પર નજર રાખવા માટે મેપ કરવામાં આવ્યુ છે. વિદ્યુત પ્રવાહ રિયલ ટાઈમ વિજળીના દરો માટેનું એપ છે. જ્યારે ઉર્જા મિત્ર, ઈ-તરંગ, ઉર્જા ઉન્નત જ્યોતિ વગેરે યોજનાઓથી જોડાયેલી જાણકારી આપવા માટે છે.

English summary
4 years modi govt power ministrys unwavering endeavour illuminated rural india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X