For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકો કોરોના પૉઝિટીવ

રાજધાની દિલ્લીના કાપસહેડા વિસ્તારમાં એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્લીના કાપસહેડા વિસ્તારમાં એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. 18 એપ્રિલે આ ઈમારતમાં કોરોનાનો પહેલો દર્દી મળ્યા બાદ અહીં રહેતા બધા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શનિવારે બિલ્ડિંગમાં રહેતા લોકોનો કોરોના રિપોર્ટ આવ્યો છે. જેમાં 41 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે.

coronavirus

દક્ષિણ-પશ્ચિમ દિલ્લીના ડીએમ કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે કાપસહેડામાં ડીસી કાર્યાલય પાસે ઠેકેવાલી ગલીની એક બિલ્ડિંગમાં 41 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા છે. બિલ્ડિંગના એક વ્યક્તિને કોરોના પૉઝિટીવ આવ્યા બાદ 19 એપ્રિલે બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવ્યુ હતુ. ત્યારથી ઈમારત સીલ છે. શનિવારે બીજી વાર આટલી મોટી સંખ્યામાં લોકો કોરોના પૉઝીટિવ આવ્યા છે. શનિવારે સવારે જ દિલ્લીમાં તૈનાત 68 સીઆરપીએફ જવાનોનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. સીઆરપીએફ પ્રવકતા મુજબ ઈસ્ટ દિલ્લીમાં સ્થિત એક સીઆરપીએફ કેમ્પમાં 68 જવાન કોરોના પૉઝીટિવ મળી આવ્યા છે. આ સાથે જ એ બટાલિયનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 122 થઈ ગઈ છે. આટલી મોટી સંખ્ાયમાં સંક્રમિત મળ્યા બાદ આખા કેમ્પને સીલ કરીને તેને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યુ છે. સાથે જ બટાલિયનના સંપર્કમાં આવેલા લોકોને ક્વૉરંટાઈન કરવામાં આવી રહ્યા છે.

દિલ્લીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3738 થઈ ગઈ છે અને 61 લોકોના મોત થયા છે. દિલ્લીમાં કોરોના સંક્રમણના કેસ મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં આ મહામારીથી પીડિતોની સંખ્યા 11,506 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સૌથી વધુ 485 લોકોના મોત થયા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના 4721 કેસ સામે આવ્યા છે અને 236 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 37 હજારને પાર પહોંચી ચૂકી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોવિડ-19 પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા હવે 37336 થઈ ગઈ છે અને 1218 મોત થયા છે. દેશમાં અત્યારે 26167 એક્ટિવ કેસ છે એટલે કે આ લોકોને હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. વળી, 9951 દર્દી રિકવર થયા છે અને અત્યાર સુધી રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ લૉકડાઉન 3માં સરકારે આપી ઑનલાઈન ડિલીવરીને મંજૂરી, મંગાવી શકશો સામાનઆ પણ વાંચોઃ લૉકડાઉન 3માં સરકારે આપી ઑનલાઈન ડિલીવરીને મંજૂરી, મંગાવી શકશો સામાન

English summary
41 people from building in Theke Wali Gali near the DC office in Kapashera delhi have tested positive for COVID19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X