For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તિહારમાં હિન્દુ કેદીઓ પણ રાખી રહ્યાં છે રમજાનના રોજા

By Super
|
Google Oneindia Gujarati News

tihar
નવી દિલ્હી, 14 જુલાઇઃ સાંપ્રદાયિક સદભાવની અદભૂત મિશાલ રજુ કરતા તિહારના 45 હિન્દુ કેદીઓ પણ પોતાના 1800 મુસ્લિમ કેદીઓ સાથે સવારથી સાંજ સુધી સુનીલ ગુપ્તાએ જણાવ્યું કે, 11 જુલાઇથી શરૂ થયેલા રમજાનના પહેલા દિવસથી હિન્દુ કેદીઓ પણ રોજા રાખી રહ્યાં છે અને તેમણે અધિકારીઓએ જણાવ્યું કે તે આખો મહિના રોજા રાખશે.

ગુપ્તાએ કહ્યું કે, આ કેદીઓ વચ્ચે એકતા અને સદભાવની એક અદભૂત મિસાલ છે. તિહાર જેલમાં કેદીઓની સ્વિકૃત સંખ્યા 6 હજાર છે, પરંતુ વર્તમાનમાં અહી કુલ 13 હજાર કેદીઓ બંધ છે, જેમાં 3500 કેદી મુસ્લિમ સમુદાયના છે. ગુપ્તાએ કહ્યું કે જેલ પ્રશાસને રમજાન માટે સારી વ્યવસ્થા કરી લીધી છે, જેથી રોજેદારોને કોઇપણ પ્રકારની કઠનાઇ ના થાય.

તેમણે કહ્યું કે, રોજા રાખી રહેલા કેદીઓ માટે અમે વિશેષ વ્યવસ્થા કરી રહ્યાં છીએ. સવારે તેમને સેહરી માટે વિભિન્ન ખાદ્ય પ્રદાર્થ આપવામાં આવી રહ્યાં છે, જ્યારે સવારે સમુદાય ઇફ્તાર માટે ફળ, પકોડા અને અન્ય વાનગીઓ આપવામાં આવી છે. ગુપ્તાએ કહ્યું કે પોતાના મુસ્લિમ સાથીઓ સાથે હિન્દુ કેદીઓને પણ રોજા રાખવા તેમની વચ્ચેની મજબૂત એકતા પ્રતીક છે, જેમની પ્રશંસા કરવી જોઇએ.

ઇસ્લામિક વર્ષના નવમા મહિના રમજાનમાં મુસ્લિમ સવારથી સાંજ સુધી રોજા રાખે છે, જે દરમિયાન તેઓ કંઇપણ ખાતા નથી. આ દરમિયાન મુસ્લિમ સવારે ઉઠીને સેહરી કરે છે અને ત્યારબાદ સાંજે રોજા ખોલતા પહેલા કંઇ ખાતા નથી અને કંઇ પીતા નથી. સાંજે રોજા ખોલતી વખતે કરવામાં આવતા ભોજનને ઇફ્તાર કહેવામાં આવે છે.

English summary
In a unique example of communal harmony, 45 Hindu prisoners in Tihar Jail here have been keeping rozas, the dawn to dusk fast during Ramzan, along with over 1,800 Muslim inmates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X