For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપા રાજ્યોમાં બાબા રામદેવ ની કંપનીને 300 કરોડની છૂટ

બાબા રામદેવ ની કંપનીને જમીનોની ખરીદી પર 46 મિલિયન ડોલર (લગભગ 300 કરોડ રૂપિયા) ની છૂટ ભાજપના સત્તામાં આવ્યા પછી મળી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બાબા રામદેવ ની કંપનીને જમીનોની ખરીદી પર 46 મિલિયન ડોલર (લગભગ 300 કરોડ રૂપિયા) ની છૂટ ભાજપના સત્તામાં આવ્યા પછી મળી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર બાબા રામદેવ ની કંપનીને આ ફાયદો એવા રાજ્યોમાં મળ્યો છે જેમાં ભાજપ સત્તા પર છે. રોયટર્સ રિપોર્ટમાં રાજ્ય સરકાર સિવાય કેન્દ્ર સરકારના મંત્રાલય અને ભાજપા નેતાઓ તરફ થી બાબા રામદેવ ની કંપની પતંજલિ ને ઘણી સુવિધા આપવામાં આવી છે તેવી માહિતી છે.

બાબા રામદેવ બીજેપી સમર્થક રહ્યા છે એટલા માટે તેમનો ઘણો ફાયદો મળી રહ્યો છે. બાબા રામદેવ પણ ઘણા વિવાદોમાં રહી ચુક્યા છે. રુટર્સ અને હફિંગટન પોસ્ટ ઘ્વારા સ્ટેટ ગવર્મેન્ટ ડોક્યુમનેટ રિયલ એસ્ટેટ એનાલિસિસ ના ઇન્ટરવ્યૂ પછી રિપોર્ટ બહાર આવી છે.

ભાજપ સત્તામાં આવ્યા પછી રામદેવ નો બિઝનેસ વધ્યો

ભાજપ સત્તામાં આવ્યા પછી રામદેવ નો બિઝનેસ વધ્યો

રિપોર્ટ મુજબ ભાજપ સત્તામાં આવ્યા પછી બાબા રામદેવના બિઝનેસમાં ઘણો વધારો જોવા મળ્યો છે. કંપનીનો રેવન્યુ માર્ચ 2013 દરમિયાન 156 મિલિયન ડોલર (લગભગ 1011 કરોડ) રહ્યો હતો જે માર્ચ 2015 દરમિયાન 322 મિલિયન ડોલર (લગભગ 2087 કરોડ) સુધી પહોંચી ગયો.

ભાજપની સરકાર આવ્યા પછી જમીનો ખરીદી

ભાજપની સરકાર આવ્યા પછી જમીનો ખરીદી

રિપોર્ટ જણાવે છે કે વર્ષ 2014 દરમિયાન કેન્દ્રમાં એનડીએ સરકાર બની અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા. મોદી સરકાર બન્યા પછી પતંજલિ ઘ્વારા 2000 એકડ જમીન ફેક્ટરી, અનુસંધાન કેન્દ્ર અને કંપનીની ફૂડ ચેન બનાવવા માટે ખરીદવામાં આવી. ત્યાં જ જયારે કોંગ્રેસ સત્તામાં હતું ત્યારે પતંજલિ પોતાની જમીનો વેચી રહ્યું હતું.

બજાર ભાવ પર 77 ટકા છૂટ

બજાર ભાવ પર 77 ટકા છૂટ

રિપોર્ટ મુજબ ભાજપા રાજ્યોમાં પતંજલિ ને જમીન ખરીદી પર બજાર ભાવ પર 77 ટકા છૂટ આપવામાં આવી છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે નવી ફેક્ટરી ખુલવાથી રોજગાર ની તકો વધશે. રિપોર્ટ મુજબ ગયા વર્ષે પતંજલિને મધ્યપ્રદેશમાં 40 એકડ જમીન ખરીદી પર 10 મિલિયન ડોલર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

English summary
46 million dollors discount on land acquisitions for Ramdev firm since BJP came to power
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X