કોરોના રોકવા માટે ભારતમાં 49 દિવસના LOCKDOWNની જરૂર, રિસર્ચ પેપરમાં સલાહ આપી
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે 49 દિવસના લૉકડાઉનની જરૂર છે. 21 દિવસના લૉકડાઉનને હાલ આગળ ના વધારવાના અહેવાલ વચ્ચે અધ્યનમાં એક ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના પર કાબૂ મેળવવા માટે ઓછામાં ઓછા 49 દિવસના લૉકડાઉનની જરૂર છે. કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલયના ભારતીય મૂળના શોધકર્તાઓએ આ વાત કહી છે.

વચ્ચે છૂટ સાથે લૉકડાઉન ચાલે
કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના રિસર્ચર્સ એક ગણિતીક મોડલ સાથે આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 49 દિવસ માટે સંપૂર્ણપણે દેશવ્યાપી લૉકડાઉન અથવા બે મહિનામાં સમયે-સમયે છૂટ સાથે નિરંતર લૉકડાઉનની જરૂરત છે. કહેવામાં આવ્યું કે આનાથી ભારતમાં કોરોનાને પાયેથી જ નાશ કરવામાં મદદ મળશે.

21 દિવસનું લૉકડાઉન કાફી નથી
આ રિસર્ચ પેપરમાં કહેવામાં આવ્યું કે ભારત સરકારે હાલ 21 દિવસનું લૉકડાઉન કર્યું છે, પરંતુ આ નિષ્ફળ સાબિત થશે. જો 21 દિવસમાં લૉકડાઉન ખતમ કરી દેવામાં આવ્યું તો તે બાદ કોરોનાના મામલા ફરીથી વધી શકે છે. આ રિસર્ચમાં સામાજિક દૂરી સાથે કાર્યસ્થળ પર લોકોની અનુપસ્થિતિ, સ્કૂલ બંધ કરવા અને લૉકડાઉનના પ્રભાવની તપાસ કરવામાં આવી છે. આ રિસર્ચ એવા સમયે આવ્યો છે જ્યારે કેન્દ્રીય મંત્રિમંડળ સચિવ રાજીવ ગૌબાએ કહ્યું કે લૉકડાઉનને આગળ વધારવાનો અમારો કોઈ પ્લાન નથી.

દેશમાં એક હજારને પાર થયા કોરોનાના મામલા
ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. સોમવારે દેશમાં સંક્રમિત મામલાની સંખ્યા 1071 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીથી 29 લોકોના મોત પણ થઈ ચૂક્યાં છે. કોરોના વાયરસને જોતા દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉન છે, આજે લૉકડાઉનનો છઠ્ઠો દિવસ છે. દુનિયાભરમાં વાયરસના કારણે 33976થી વધુ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા સાત લાખના આંકડાને પાર કરી ચૂકી છે.