For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના 4 વર્ષ: છેલ્લા વર્ષમાં સમીકરણ બદલી શકે છે

મોદી સરકારને 26 મેં દરમિયાન 4 વર્ષ પુરા થઇ રહ્યા છે. પીએમ મોદીથી લઈને અમિત શાહ સુધી બધા જ સરકારની ઉપ્લબ્ધી લોકોની સામે રાખી રહ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મોદી સરકારને 26 મેં દરમિયાન 4 વર્ષ પુરા થઇ રહ્યા છે. પીએમ મોદીથી લઈને અમિત શાહ સુધી બધા જ સરકારની ઉપ્લબ્ધી લોકોની સામે રાખી રહ્યા છે. જયારે બીજી બાજુ કુમારસ્વામીની શપથ વિધિમાં બધા જ વિપક્ષ દળો ભેગા થઈને સરકારની ખામીઓ ગણાવી રહ્યા છે. હાલમાં કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા સરકાર બનાવવામાં આવી છે. હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ઈલેક્શન થવા જઈ રહ્યા છે.

હવે બની શકે છે કે આ વિધાનસભા ઈલેક્શન સાથે સાથે લોકસભા ઈલેક્શન પણ કરાવી દેવામાં આવે. તેવામાં હવે મોટો સવાલ છે કે મોદી સરકાર પોતાના ચાર વર્ષની ઉપ્લબ્ધી ગણાવીને જનતા પાસે વોટ માંગશે કે પછી કોઈ મોટી યોજના બનાવી બાજી પલટવાની કોશિશ કરશે? તેનો જવાબ છે કે મોદી સરકાર છેલ્લા વર્ષમાં ખેડૂતો પર દાવ લગાવીને એક નવા માસ્ટરસ્ટ્રોક સાથે કોંગ્રેસ અને વિપક્ષને હરાવવાનો પ્રયાસ ચોક્કસ કરશે.

મોદી સરકારની અગત્યની બેઠક

મોદી સરકારની અગત્યની બેઠક

બુધવારે જયારે કર્ણાટકમાં એચડી કુમારસ્વામી સીએમ પદ માટે શપથ લઇ રહ્યાં હતા ત્યારે દિલ્હીમાં મોદી સરકારની અગત્યની બેઠક ચાલી રહી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર આ બેઠકમાં ખેડૂતો માટે નવા એલાન પર વાત કરવામાં આવી. બજેટમાં ખેડૂતોને ઓછામાં ઓછું મૂલ્યને દોઢ ગણું કરવા માટે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. તેના માટે સરકાર લગભગ 50 હજાર કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માટે નિર્ણય કરી શકે છે. સંભવ છે કે આ અઠવાડિયે કેબિનેટમાં તેને મંજૂરી મળી જશે.

50,000 કરોડ રૂપિયાનું ફંડ

50,000 કરોડ રૂપિયાનું ફંડ

રાજનૈતિક જાણકારો ઘ્વારા જણાવ્યા અનુસાર હાલમાં મોદી સરકાર સામે ખેડૂતો માટે ખજાનો ખોલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એબીપી ન્યુઝ અનુસાર ખેડૂતોને 50 ટકા નફો આપવા માટે સરકારે 50,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ફંડનો ઉપયોગ ખેડૂતોને થતા નુકશાન ભરપાઈ કરવા માટે થશે.

ખેડૂતોની ઈન્ક્મ ડબલ કરવાનું વચન

ખેડૂતોની ઈન્ક્મ ડબલ કરવાનું વચન

વર્ષ 2014 દરમિયાન જયારે મોદી સરકાર સત્તામાં આવી હતી ત્યારે તેમને ખેડૂતોની ઈન્ક્મ ડબલ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તેમની ઈન્ક્મ ડબલ થવાને બદલે પહેલા કરતા પણ ઘટી ગયી. ખેડૂતોની સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં છે. તેવી હાલતમાં મોદી સરકાર પાસે ખેડૂતો માટે કોઈ મોટું એલાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

English summary
4th Anniversary of Narendra Modi Govt: Farmers on the Modi government’s agenda for 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X