For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરોડપતિ ઉમેદવારોની બાબતે ટોપ પાંચ પાર્ટીઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 એપ્રિલઃ દેશ લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કા માટે મતદાન કરી રહ્યાં છે. 121 બેઠકો માટે દેશમાં મતદાન ચાલું છે. મોટી-મોટી રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારો સાથે પોતાનું કિસ્મત અજમાવી રહી છે, તો બીજી તરફ નાના-મોટા ક્ષેત્રિય દળો પણ મેદાનમાં છે અને મોટી પાર્ટીઓને ટક્કર આપી છે.

5-big-political-parties
દરેક પાર્ટીએ પોતાના ધનિક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમની પાસે પૈસાની સાથોસાથ તાકાત અને સ્ટેટસ પણ છે. તમને જણાવી દઇએ કે આજે ચૂંટણીમાં 121 બેઠકો પર 1761 ઉમેદવારોનો ફેંસલો સામાન્ય જનતા કરશે. તેમને જાણીએ આશ્ચર્ય થશે કે આ 1761 ઉમેદવારોમાં 465 કરોડપતિ ઉમેદવાર છે. તમને જણાવી દઇએ કે ધનિક ઉમેદવારોની બાબતે દેશની ટોપ પાંચ પાર્ટીઓ કોણ છે.

1- આ વખતે સૌથી વધુ કરોડપતિ ઉમેદવાર કોંગ્રેસે ઉતાર્યા છે. કોંગ્રેસના 101 ઉમેદવારોમાં 87 કરોડપતિ છે.

2- કોંગ્રેસ બાદ બીજા સ્થાને ભારતીય જનતા પાર્ટી છે. ભાજપના 105 ઉમેદવારોમાંથી 87 કરોડપતિ ઉમેદવાર છે.

3- પોતાને સામાન્ય ગણાવતી આમ આદમી પાર્ટી પણ કરોડપતિ ઉમેદવારોની યાદીમાં પાછળ નથી. કોંગ્રેસ અને ભાજપ બાદ ત્રીજા નંબર પર સૌથી વધુ કરોડપતિ ઉમેદવાર આમ આદમી પાર્ટીના છે. આમ આદમી પાર્ટીના 108 ઉમેદવારમાંથી 46 ઉમેદવારો કરોડપતિ છે.

4- ચોથા નંબર પર બીએસપી છે. જેના 118માંથી 32 ઉમેદવાર કરોડપતિ છે.

5- પાંચમા નંબર પર જનતા દળ છે. જેના 22 ઉમેદવાર કરોડપતિ છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે પાંચમા તબક્કાના મતદાનમાં 9 એવા ઉમેદવાર પણ મેદાનમાં છે, જેમની સંપત્તિ 100 કરોડની ઉપર છે. બેઠકોની વાત કરીએ તો 52 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર અને 23 બેઠકો પર ભાજપના ઉમેદવાર કરોડપતિ છે.

English summary
In Parliament election 5 big Political Parties have contested 465 billionaire candidates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X