For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 ડિસેમ્બરે આવશે 2G કૌભાંડનો ચુકાદો, જાણો વધુ

પાંચ ડિસેમ્બરના રોજ 2જી સ્કેમ પર ચુકાદો આપવામાં આવશે. જાણો આ ખબર વિષે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

આજે વિશેષ અદાલતે 2 જી સ્પેક્ટ્રમ કૌભાંડના ત્રણ અલગ અલગ કેસ પર 5 ડિસેમ્બરના રોજ ચુકાદો સંભળાવશે તેવી જાણકારી આપી છે. નોંધનીય છે કે 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ ભારતનું એક હાઇ પ્રોફાઇલ કૌભાંડ છે. જેમાં અનેક નામી ઉદ્યોગપતિઓના નામ બહાર આવ્યા હતા. આ મામલે વિશેષ ન્યાયાધીશ ઓ.પી. સૈનીએ ત્રણ કેસમાં એક જ દિવસે ચુકાદો આપવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ દ્વારા બે કેસ દાખલ કરવામાં આવ્યા છે અને એક કેસ ઇડી દ્વારા આ મામલે દાખલ કરવામાં આવ્યો છે. જેમાં એ રાજા, કનિમોઝી અને સાથે જ પૂર્વ દૂરસંચાર સચિવ સિદ્ધાર્થ બેહુરા અને રાજાના પૂર્વ સચિવનું પણ નામ જોડાયેલું છે. સાથે જ સ્વાન ટેલીકોમ પ્રમોટરોના પ્રમોટર્સ, યુનિટેકના મેનેજર, રિલાયન્સના અનિલ ધીરુભાઇ સમેત અનેક ઉચ્ચ અધિકારી પર પણ આરોપ લાગ્યા હતા.

2g scam

શું હતો મામલો?

આ કેસમાં ત્રણ દૂર સંચાર કંપનીઓએ સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ લિમેટેડ, રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ અને યુનિટેક વાયરલેસ લિમીટેડ પર કેસ ચાલી રહ્યો છે. આ મામલે કોર્ટેમાં 2011માં અરજી દાખલ કરવામાં આવી હતી. અને એપ્રિલ 2011માં સીબીઆઇએ આ પર આરોપ પણ લગાયા હતા. આ કેસમાં 30,984 કરોડ રૂપિયાની ખોટ થઇ હતી. અને 2 જી સ્પેક્ટ્રમ માટે 122 લાઇસન્સ ફાણવણીને 2012ની કોર્ટે રદ્દ કર્યા હતા. વધુમાં આ કેસ પર 154 લોકોએ સાક્ષી આપી હતી. અને અનિલ અંબાણી, કોર્પોરેટર નીરા રાડિયા સામે પણ આરોપ લાગ્યા હતા. વધુમાં ઇડીની ચાર્જશીટમાં ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિની પત્ની દયાલુ અમ્મલનું પણ નામ બહાર આવ્યું હતું. છેલ્લા રિપોર્ટ મુજબ 10 વ્યક્તિઓ અને નવ કંપનીઓ વિરુદ્ધ ઇડીએ કાર્યવાહી કરી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

English summary
On 5 December 2g scam verdict will release. Read more on this news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X