
માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રવિવારના રોજ મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રિંગવરપુર સ્થિત નેશનલ હાઈવે નજીક આ અકસ્માત થયો હતો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘટનાની માહિતી મૃતકના પરિજનોને આપવામાં આવી છે.
તમામ લોકો લગ્ન પ્રસંગમાંથી બાઇક પર પરત ફરી રહ્યા હતા
પોલીસના જણાવ્યા અનુસાર પરિવારના સભ્યો પ્રતાપગઢના હતિગવાન ગામમાં આયોજિત લગ્ન સમારોહમાં હાજરી આપીને એક જ બાઇક પર પાછા ફરી રહ્યા હતા. રાત્રે 12 કલાકના સુમારે શૃંગવરપુર હાઈવે રોડ પર ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નવાબગંજના બુદૌના ગામના રહેવાસી રામચંદર પાલ ઉર્ફે ઉંથારા (55) સાથે રામ શરણ પાલ (60), પુત્ર લલ્લુ પાલ (35), સમય લાલ (35) અને પૌત્ર અર્જુન પાલ (11)નું મૃત્યુ થયું હતું. ઘટના બાદ ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.
મૃતકોના પરિવારમાં ફેલાયો શોકનો માહોલ
અકસ્માતની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામા કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ બનાવને પગલે ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ સાથે જ મૃતકના પરિવારમાં પણ ચકચાર મચી જવા પામી છે. અકસ્માતની જાણ થતા મૃતકના પરિજનો રડતા રડતા સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ ટ્રકને ટક્કર મારનાર ટ્રક અંગે માહિતી એકઠી કરી રહી છે.