
જમ્મુઃ અથડામણમાં જવાન શહીદ, 5 આતંકવાદીને પણ ઠાર મરાયા
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં રવિવારે પાકિસ્તાની આતંકીઓના ઘૂષણખોરીના ષડયંત્રને નાકામ કરતા પાંચ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી આ અથડામણમાં સેનાના પાંચ જવાન પણ શહીદ થયા છે. જેમાં એક આર્મી ઑફિસર એટલે કે જેસીઓ પણ સામેલ છે. પાછલા 24 કલાકમાં સેનાએ કાશ્મીરમાં 9 આતંકવાદીઓને ઠાર માર્યા છે. પાકિસ્તાન સતત ભારતની સીમામાં ઘુસણખોરીની કોશિશ કરી રહ્યું છે.

આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું
કેરન સેક્ટરમાં એલઓસી પર તહેનાત જવાનોને 5-6 આતંકવાદીઓનુ ગ્રુપ ઘુસણખોરી કરી દાખલ થયું હોવાના ઈનપુટ ગયા બુધવારે જ મળી ગયા હતા. આ સૂચનાના આદારે આવૂરા, કુમકાડી, જુરહામા સફાવાલી, બટપોરા, હાયહામા વગેરે વિસ્તારોની ઘેરાબંધી કરી લીધી. ઘેરો સખ્ત થતો જોઈ જંગલમાં છૂપાયેલ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીથી અથડામણ શરૂ થઈ ગઈ. આખી રાત ફાયરિંગ થતું રહ્યું. સેનાની જવાબી કાર્યવાહીમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયા.

પાંચ જવાન શહીદ
આ કાર્યવાહીમાં ભારતીય સેનાનો એક જવાન પણ શહીદ થયો, જ્યારે અન્ય 4 જવાન ઘાયલ થયા હતા. હિમવર્ષાને કારણે આ વિસ્તારમાં ફસાયેલા જવાનોને હાલ રેસ્ક્યૂ કરી શકાયા નથી. ઘાયલ ચારેય જવાનોને ત્યાંથી નીકાળી તરત જ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. ઈલાજ દરમિયાન 2 જવાનના મોત થયા જ્યારે અન્ય બે જવાનના મોત ગત મોડી રાતે થયા.

ખરાબ મોસમ અડચણરૂપ
સેના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે ખરાબ મોસમ તથા દુર્ગમ વિસ્તાર છતાંપણ જવાનોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા. ઘાયલ જવાનોને જલદી જ કાઢી હોસ્પિટલે પહોંચાડવામાં ખરાબ હવામન અડચણરૂપ બની ગયું હતુું.

પાંચેય આતંકવાદી ઠાર મરાયા
આ અથડામણમાં શહીદ થનાર જવાનોની ઓળખ સૂબેદાર સંજીવ કુમાર, હવલદાર દેવેન્દ્ર સિંહ, પૈરા ટ્રૂપર બાલ કૃષ્ણ, પૈરા ટ્રૂપર અમિત કુમાર, અને છત્રપાલ સિંહ તરીકે થઈ છે. ઘાટીમાં પાછલા 24 કલાકમાં નવ આતંકવાદીઓના સેનાએ કામ તમામ કર્યાં છે. શનિવારે કુલગામ જિલ્લામાં હિજબુલના ચાર આતંકવાદીઓને અથડામણમાં ઠાર મારવામાં આવ્યા હતા.
કોરોના સંદિગ્ધનો આખા ગામે બહિષ્કાર કર્યો, યુવકે આત્મહત્યા કરી લીધી, ટેસ્ટમાં નેગેટિવ નીકળ્યો