1800 વર્ષ જૂના મંદિરમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કાનો ખજાનો મળ્યો
1800 વર્ષ જૂના મંદિરમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કાનો ખજાનો મળ્યો
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો હાલ સમાચારમાં છવાયેલો છે. જણાવી દઈએ કે હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે સોનભદ્રમાં સોનાની ખાણ મળી જેમાંથી 3000 ટન જેટલો સોનાનો ભંડાર છૂપાયેલો છે અને સરકાર જલદી જ આ સોના માટે ખુદાઈ કામ શરૂ કરશે. અહેવાલ આવ્યા બાદ આ સોનાની કિંમતને લઈને પણ અંદાજો લગાવવો શરૂ થઈ ગયો હતો. જો કે સોનાનો ખજાનો મળ્યાની વાત ચારોતરફ ફેલાઈ ગયા બાદ જિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાએ સ્પષ્ટ કરવું પડ્યું હતું કે સોનભદ્રની ખાણમાંથી 3000 ટન નહિ બલકે માત્ર 160 કિલો સોનું જ મળ્યું છે. સોનભદ્ર બાદ હવે એક મંદિરમાં ખોદકામ દરમિયાન એક કળશની અંદર વિશાળ માત્રામાં સોનાના સિક્કા મળી આવ્યા છે.

કળશમાંથી સોનાના 505 સિક્કા મળ્યા
મામલો તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો છે, જ્યાં એક મંદિરમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કા મળી આવ્યા. જિલ્લાના થિરુવનાઈકવલ વિસ્તારમાં આવેલ ભગવાન શિવના પ્રાચીન જમ્બૂકેશ્વર મંદિરમાં ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે જ મજૂરની કુહાડી જમીનમાં દટાયેલા એક તાંબાના કળશમાં અથડાઈ. આ કળશને બહાર કાઢવામાં આવ્યું તો બધાની આંખો ફાટીને ફાટી રહી ગઈ, તેમાંથી કુલ 505 સોનાના સિક્કા મળ્યા જેનો વજન 1.716 કિલોગ્રામ છે. સિક્કા ઉપર અરબી ભાષામાં કંઈક લખેલું છે, જેને જોઈ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ સિક્કા 1000થી 1200 વર્ષ જૂના છે.

1800 વર્ષ જૂનું છે આ શિવ મંદિર
મંદિર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે જમીનની અંદર સાત ફીટ ઉંડા ખાડાના ખોદકામ દરમિયાન તેમને આ કળશ મળ્યો. મંદિરમાં જમીનની અંદરથી સોનાના સિક્કાથી ભરેલો કળશ મળવાના અહેવાલ જેમ જેમ આસપાસ ફેલાયા કે જોવા માટે લોકોની ભીડ જામવા લાગી. જે બાદ પોલીસને આ મામલાની સૂચના આપવામાં આવી અને મંદિર પ્રશાસને સિક્કા પોલીસને સોંપી દીધા. હાલ સોનાના આ સિક્કાની કિંમતને લઈ કંઈ જણાવવામાં આવ્યું નથી. આ મંદિર 1800 વર્ષ જૂનું હોવાનું જણાવાઈ રહ્યું છે.

3000 ટન સોનાની ખાણની વાત ખોટી
જણાવી દઈએ કે યૂપીના સોનભદ્રમાં પણ પાછલા કેટલાય વર્ષોથી ભૂ વૈજ્ઞાનિક સોનાની તલાશ કરી રહ્યા છે. હાલમાં જ જ્યારે અહેવાલ આવ્યા કે સોનભદ્રમાં 3000 ટન સોનાના ભંડારનો પતો ચાલ્યો છે તો જિયોલોજિકલ સર્વે ઑફઈન્ડિયાના નિદેશક ડૉ જીએસ તિવારીએ જણાવ્યું કે સોનભદ્રની ખાણમાં 3000 ટન સોનું હોવાની વાત જીએસઆઈ નથી માનતું.

સોનભદ્રમાં કેટલું સોનું નિકળશે
તેમણે જણાવ્યું કે સોનભદ્રમાં 52806.25 ટન સોનું હોવાની વાત કહેવામાં આવી છે જે શુદ્ધ નથી. આ સ્વર્ણ અયસ્કથી પ્રતિ ટન માત્ર 3.03 ગ્રામ જ સોનું નિકળશે. આ હિસાબે આખી ખાણમાં માત્ર 160 કિલો સોનું જ મળશે. તેમણે કહ્યું કે જીએસઆઈ તરફથી કોઈને પણ આવા પ્રકારના ડેટા આપવામાં આવ્યા નથી.
-
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?





Click it and Unblock the Notifications
