વિજય માલ્યા સહિત 51 લોકો દેશને 17900 કરોડનો ચૂનો લગાવીને ભાગ્યા
પંજાબ નેશનલ બેંકના હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી ગયેલ નીરવ મોદી સામે સરકાર તરફથી મંગળવારે રાજ્યસભામાં માહિતી શેર કરવામાં આવી છે. સરકાર તરફથી નાણા રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આ બાબતે માહિતી આપતા કહ્યુ કે આર્થિક ગુનો કરીને દેશ છોડીને ભાગનાર કુલ 51 લોકોએ દેશ સાથે 17900 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ઠાકુરે કહ્યુ કે સીબીઆઈએ જણાવ્યુ કે આજ સુધી કુલ 66 કેસોમાં 51 ગુનેગાર ભાગેડુ ઘોષિત છે કે જે દેશ છોડીને ભાગી ગયા છે.

17947.11 કરોડ રૂપિયાની છેતરપિંડી
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે સીબીઆઈએ જે રિપોર્ટ આપ્યો છે કે તેમાં આ આરોપીઓએ કુલ 17947.11 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. તેમણે જણાવ્યુ કે સીબીઆઈએ તમામ સક્ષમ ન્યાયાલયમાં આ ગુનેગારો સામે કેસ દાખલ કર્યા છે અને કેસોની તપાસ કરી રહી છે. આ સાથે જ 51 આરોપીઓ માટે અમે પ્રત્યાર્પણ અનુરોધ પર પણ કામ કરી રહ્યા છે કે જે અલગ અલગ તબક્કામાં પેન્ડીંગ છે.

દેશને ગેરકાયદેસર રીતે છોડીને ભાગ્યા
તમામ અન્ય એજન્સીઓની વાત કરીએ તો પરોક્ષ કર અને કસ્ટમ વિભાગના કેન્દ્રીય બોર્ડે પોતાનો જે રિપોર્ટ આપ્યો છે તે અનુસાર આ એવા લોકો છે જે દેશ ગેરકાયદેસર રીતે છોડીને ભાગ્યા છે. અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે ઈડીએ ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ 2018 હેઠળ સક્ષમ કોર્ટમાં 10 વ્યક્તિઓ સામે કેસ નોંધાવ્યો છે.
આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ એલઓસી પાસેના વિસ્તારોમાં ભીષણ હિમસ્ખલન, 4 જવાન ગાયબ

ઈન્ટરપોલ દ્વારા રેડ કૉર્નર નોટિસ
તમને જણાવી દઈએ કે નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા સહિત તમામ બિઝનેસમેન દેશને ચૂનો લગાવીને ભાગી ગયા છે. ઘણા લોકો પ્રત્યાર્પણ માટે ઈન્ટરપોલ દ્વારા રેડ કૉર્નર નોટિસ પણ જારી કરી છે. તમને જણાવી દઈએ કે નીરવ મોદી ગ્રુપને 1381 લેટર્સ ઑફ અંડરટેકિંગ જારી કરવામાં આવ્યા હતા કે જે 25000 કરોડ રૂપિયાના હતા જે નકલી હતા.