For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લા 12 કલાકમાં કોરોનાથી દેશમાં 30 લોકોના મોત, દર્દીઓની સંખ્યા 6412

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 12 કલાકની અંદર કોરોના વાયરસના 547 નવા કેસ સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 12 કલાકની અંદર કોરોના વાયરસના 547 નવા કેસ સામે આવ્યા છે અને 30 લોકોના મોત નીપજ્યા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 6412 થી ગઈ છે. આમાં 5709 સક્રિય કેસ છે, 504 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે/રજા આપી દેવામાં આવી છે અને કુલ 199ના મોત થયા છે.

coronavirus

દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, દિલ્લી અને તેલંગાનાથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 1364 કેસ નોંધવામાં આવ્યા જેમાં 97 લોકોના મોત થયા છે. કેરળમાં 357 સંક્રમિત દર્દી છે અ ત્યાં 2 લોકોના મોત થયા છે. વળી, તમિલનાડુમાં કોરોના વાયરસા 834 કેસ છે અને 8ના મોત થયા છે. આ ઉપરાંત તેલંગાનાથી અત્યાર સુધી 442 કેસ સામે આવ્યા છે. જ્યારે 7 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ?

રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના સંક્રમિત કેસોની સંખ્યા 720 પહોંચી ગઈ છે. અહીં ગુરુવારે 51 નવા પૉઝિટીવ કેસ નોંધવામાં આવ્યા(જેમાં 35 વિદેશ યાત્રા,4 કેસ મરકજ સાથે જોડાયેલા,3 મોત અને 5ને રજા આપી દેવામાં આવી). આમાં 12 મોત અને 25 ડિસ્ચાર્જ લોકો શામેલ છે. ગુજરાતમાં 21 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કોવિડ-19 પૉઝિટીવ કેસ 262 છે જેમાં 26 ડિસ્ચાર્જ અને 18 મોત શામેલ છે.

દેશમાં કોરોના વાયરસના 300થી વધુ કેસવાળા રાજ્યોમાં રાજસ્થાન 463 દર્દી, ઉત્તર પ્રદેશ 410 દર્દી અને કર્ણાટકમાં 181 કેસ છે. ચંદીગઢમાં કોરોના વાયરસથી સંક્રમિત 18 લોકો વિશે માલુમ પડ્યુ છે જ્યારે 158 કેસોની પુષ્ટિ જમ્મુ-કાશ્મીર અને 15ની લદ્દાખમાં થઈ છે. પૂર્વોત્તરમાં મિઝોરમમાં 1 અને મણિપુરમાં 2 કેસની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે અશમમાં 29 કેસોની પુષ્ટિ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ બ્રિટનને પણ દવાઓ મોકલશે ભારત, અંગ્રેજોએ પણ પીએમ મોદીને કહ્યુ 'થેંક્યુ'આ પણ વાંચોઃ બ્રિટનને પણ દવાઓ મોકલશે ભારત, અંગ્રેજોએ પણ પીએમ મોદીને કહ્યુ 'થેંક્યુ'

English summary
547 new cases increase 30 deaths in last 12 hours in india health ministry coronavirus covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X