For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંદિગ્ધ હાલતમાં મળી મહિલા ટ્રેનીની લાશ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વ્યાપંમ કૌભાંડ, સંદિગ્ધ હાલતમાં મળી મહિલા ટ્રેનીની લાશ

વ્યાપંમ કૌભાંડ, સંદિગ્ધ હાલતમાં મળી મહિલા ટ્રેનીની લાશ

વ્યાપંમ કૌભાંડમાં મૃતકોની સંખ્યામાં દિવસરાત વધારો થઇ રહ્યો છે. જેમાં હવે એક મહિલા ટ્રેની સબ ઇન્સપેક્ટરની લાશ દિલ્હીના સાગર તળાવ પાસે સંદિગ્ધ હાલતમાં મળી છે. નોંધનીય છે કે ભિંડેની આ મહિલાની ભરતી ફેબ્રુઆરીમાં વ્યાપમ દ્વારા કરવામાં આવી હતી. અને ટ્રેનિંગ દરમિયાન જ તેની હત્યા થઇ છે.

નરેન્દ્ર મોદી પહોંચ્યા ઉજબેકિસ્તાન

નરેન્દ્ર મોદી પહોંચ્યા ઉજબેકિસ્તાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના વિદેશ પ્રવાસના પહેલા ચરણ નિમિત્તે ઉજબેકિસ્તાનની રાજધાની તાશકંદ પહોંચ્યા. જ્યાં ઉજબેકિસ્તાનના વડાપ્રધાન શાવકત મીરોમોનોવિચ મિર્જીયોયેવે તેમનું સ્વાગત કર્યું. વધુમાં તેમણે ટ્વિટ કરીને ઉજબેકિસ્તાનના લોકોને હલ્લો પણ કહ્યું.

નરેન્દ્ર મોદી ઉજબેકિસ્તાનની યાત્રા પર ઉપડ્યા

નરેન્દ્ર મોદી ઉજબેકિસ્તાનની યાત્રા પર ઉપડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રશિયા સમેત 6 દેશોની યાત્રા માટે રવાના થયા. જે અંતર્ગત તે આજે ઉજબેકિસ્તાન જશે. જે બાદ તે રશિયા, કઝાકિસ્તાન, તુર્કેમેનિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાનની મુલાકાત લેશે.

વ્યાપંમ કૌભાંડમાં તપાસ કમિટીના સદસ્યની મોત

વ્યાપંમ કૌભાંડમાં તપાસ કમિટીના સદસ્યની મોત

રવિવારે, દિલ્હીમાં જબલપુરના નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજના ડીન અને વ્યાપંમ કૌભાંડની તપાસ સમિતિના સદસ્ય ડૉ.અરણ શર્માની રહસ્યમય રીતે મોત થઇ છે.તે પણ સંદિગ્ધ હાલતમાં હોટલમાં મૃત હાલાતમાં મળ્યા. નોંધનીય છે કે શનિવારે વ્યાપંમ કૌભાંડની તપાસ કરનારા એક ટીવી પત્રકાર અક્ષય સિંહની પણ મોત થઇ હતી. ત્યારે આ કૌભાંડમાં એક પછી એક અનેક લોકોની મોત થતા આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

વ્યાપમ કૌભાંડમાં મધ્યપ્રદેશના ગર્વનરને હટાવામાં આવશે

વ્યાપમ કૌભાંડમાં મધ્યપ્રદેશના ગર્વનરને હટાવામાં આવશે

સુપ્રિમ કોર્ટે મધ્ય પ્રદેશના ગર્વનર રામ નરેશ યાદવને હટાવવા માટે દાખલ કરેલી યાચિકાને સ્વીકારી લેતા હવે તેમને આ પદ ખાલી કરવું પડશે. નોંધનીય છે કે આ કૌભાંડમાં તેમના પુત્ર અને તેમની બન્નેની ભૂમિકા શંકાસ્પદ છે.

શિવસેનાએ મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા પર મુદ્દો ઉઠાવ્યો

શિવસેનાએ મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા પર મુદ્દો ઉઠાવ્યો

શિવસેનાએ તેના મુખ્યપત્ર સામનામાં મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મામલે સવાલ કર્યો છે. તેણે વિવાદાસ્પદ નિવેદન કરતા લખ્યું છે કે મુસ્લમાનોની વધતી સંખ્યાને કારણે દેશની એકતામાં તિરાડ આવી શકે છે. વધુમાં તેમાં કહેવામાં આવ્યું કે મુસ્લિમોએ દેશના કાનૂનનું પાલન કરીને પરિવાર નિયોજનને અપનાવું જોઇએ.

લલિત મોદીની સામે રાષ્ટ્રપતિ સચિવાલયે પોલિસમાં ફરિયાદ નોંધાવી

લલિત મોદીની સામે રાષ્ટ્રપતિ સચિવાલયે પોલિસમાં ફરિયાદ નોંધાવી

આઇપીએલના ભૂતપૂર્વ કમિશ્નર લલિત મોદીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને તેમની સચિવ ઓમિતા પોલ વિરુદ્ધ અપમાનજનક ટ્વિટ કરવાના મામલે રાષ્ટ્રપતિના સચિવાલય તરફથી દિલ્હી પોલિસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

કેરળ તટ પર સંદિગ્ધ વિદેશી બોટ પકડાઇ

કેરળ તટ પર સંદિગ્ધ વિદેશી બોટ પકડાઇ

રવિવારે, તટ રક્ષક દળે કેરળના અલપુઝા તટ પર માછલી પકડતી એક વિદેશી બોટને શંકાસ્પદ સ્થિતિમાં પડકી છે. વધુમાં બોટમાં સવાર 12 સદસ્યોની પણ ધરપકડ કરવામાં આવી છે. વધુમાં બોટમાંથી પ્રતિબંધિત સેટેલાઇટ ફોન પણ મળ્યો છે.

સીમા પર ગોળીબાર, BSF જવાન શહીદ

સીમા પર ગોળીબાર, BSF જવાન શહીદ

રવિવારે, અમરનાથ યાત્રા દરમિયાન આંતરાષ્ટ્રિય સીમા પર અરનિયા, મચ્છલ અને નૌગામમાં પાકિસ્તાન દ્વારા ભારે માત્રામાં ગોળીબારી અને મોર્ટર સેલ છોડવામાં આવ્યા. જેમાં નૌગામમાં એક BSF જવાન શહીદ થયો છે. જો કે ભારતે પણ પાક. ગોળીબારીનો વળતો જવાબ આપ્યો છે.

જ્યારે નક્સલીએ જ નક્સલીનો ભોગ લીધો

જ્યારે નક્સલીએ જ નક્સલીનો ભોગ લીધો

કરવાની તૈયારી કરી રહેલ ત્રણ નક્સલીઓને તેમના જ સંગઠન દ્વારા મોતના ઘાટ ઉતારવામાં આવ્યા. જેમાં દરભા દલમના કમાન્ડર હેમલા ભગત અને તેમની પત્ની કોસી ભગત સાથે લગભગ 7-8 લોકોને મારી તેમની લાશને બાળ નાંખવામાં આવી.

ક્રોંગ્રેસ હવે તેમના કાર્યકર્તાઓ પાસેથી 250 રૂપિયા વસૂલશે

ક્રોંગ્રેસ હવે તેમના કાર્યકર્તાઓ પાસેથી 250 રૂપિયા વસૂલશે

આર્થિક ખોટથી બહાર આવવા માટે ક્રોંગ્રેસે એક નવો કદમ ઉઠાવવાની તૈયારીમાં છે. હવે તે તેના કાર્યકર્તાઓ જોડેથી વાર્ષિક 250 રૂપિયાનો ફાળો ઉગરાવશે. જેની ધોષણા ક્રોંગ્રેસની કોષાધ્યક્ષ મોતીલાલ વોરાએ કરી હતી.

અનંતનાગની દીબાએ કરી UPSC પરીક્ષા પાસ

અનંતનાગની દીબાએ કરી UPSC પરીક્ષા પાસ

અનેક મુશ્કેલીઓની વચ્ચે દિબા ફરહાતે યુપીએસસી સિવિલ સર્વિસની પરીક્ષામાં ક્વોલિફાળ કર્યું. જે બાદ દિબાએ જણાવ્યું કે તેની સફળતા પાછળ તેની માતાની મહેનતનો મોટો હાથ છે.

પ્રણવ મુખર્જીએ શ્રી લક્ષ્મી નરસિંહા મંદિરની મુલાકાત કરી.

પ્રણવ મુખર્જીએ શ્રી લક્ષ્મી નરસિંહા મંદિરની મુલાકાત કરી.

રવિવારે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેલંગણાની મુલાકાતે હતા. જ્યાં તેમણે તેલંગણાના પ્રસિદ્ધ લક્ષ્મી નરસિંહા સ્વામી મંદિરની મુલાકાત લીધી.

"અમરેલા વર્કશોપ"માં બધાએ ઉડાવી છત્રી

રવિવારે, નવી મુંબઇમાં અમરેલા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. અને સાથે જ પોતાની છત્રીઓને કંઇક આમ ઉડાડીને મૌસમની મજા માણી.

હાઇ ટાઇટની મઝા મુંબઇગરાઓએ માણી

હાઇ ટાઇટની મઝા મુંબઇગરાઓએ માણી

રવિવારે, મુંબઇમાં મરીન ડ્રાઇવ પર કેટલાક બાળકોએ કંઇક આ રીતે હાઇ ટાઇટના પાણીની મઝા માણી.

ગીતાજંલિની 100મી વર્ષગાઠની ઉજવણી

ગીતાજંલિની 100મી વર્ષગાઠની ઉજવણી

રવિવારે, કોલકત્તામાં નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગીતાજલીના 100 વર્ષની ઉજવણી નિમિત્તે કલાકારો સમૂહગાન ગાઇ રહ્યા છે.

મુંબઇમાં મેટ્રો ટ્રેનની આગને કંઇક આમ બુઝાઇ

મુંબઇમાં મેટ્રો ટ્રેનની આગને કંઇક આમ બુઝાઇ

રવિવારે, મુંબઇ મેટ્રો ટ્રેન માટે મોક ડ્રિલ યોજવામાં આવી. જેમાં ફાયરફાઇટરે કંઇક આ રીતે આગ લાગે તો સાવચેતીના પગલા કેવી રીતે લેવા તેનો ડેમો આપ્યો.

જોધપુરમાં ક્લોક ટાવર પાસેથી હોકર્સને દૂર કરાયા

જોધપુરમાં ક્લોક ટાવર પાસેથી હોકર્સને દૂર કરાયા

રવિવારે, જોધપુર મ્યુનિસિપલ કોર્પોરેશને જોધપુરના પ્રસિધ્ધ ક્લોક ટાવર પાસે ઊભા રહેતા ફેરિયાઓને ખદેડ્યા.

મુરાદાબાદમાં બોટ પલટી

મુરાદાબાદમાં બોટ પલટી

રવિવારે, મુરાદાબાદમાં ડેહેલા નદી બોટ પલટી મારતા સ્થાનિક લોકો બોડી માટે નદી પર શોધ ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે આ બોટમાં 8 લોકો સવાર હતા.

શ્રીનગરમાં ગરમી કર્યા પ્રવાસીઓના હાલ બેહાલ

શ્રીનગરમાં ગરમી કર્યા પ્રવાસીઓના હાલ બેહાલ

રવિવારે, શ્રીનગરના સૌથી ગરમ દિવસે પ્રવાસીઓ દાલ લેકમાં બોટિંગ કરી રહ્યા છે.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરાયા

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરાયા

ભાજપના રચૈયતા એવા જાણીતા રાજનેતા અને હિંદુવાદી વિચારક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જન્મજયંતી પર સંસદના સેન્ટ્રલ હોલમાં ભાજપના કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ તેમને પુષ્માજંલિ અર્પી.

English summary
6 July : Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X